You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ચૂંટણી પર ચીનમાં ચર્ચા, જો ભાજપ હારે તો શું થશે?
ગુજરાતે નરેન્દ્ર મોદીને એકસબળ નેતા તરીકે સ્થાપિત કર્યા. ત્યારે આગામી પાંચ વર્ષ સુધી આ રાજ્યની કમાન કોની પાસે રહેશે તેની સ્થિતિ સોમવારે બપોરે સ્પષ્ટ થઈ જશે.
સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણીનાં પરિણામો પર રહેલી છે.
આ વિશેનો અંદાજ એ વાત પરથી મૂકી શકાય છે કે ગુજરાતની સાથે જ હિમચાલ પ્રદેશની ચૂંટણીઓનાં પરિણામ આવવાનાં છે.
આમ છતાં પણ હિમાચલની ચૂંટણી અને તેનાં પરિણામો અંગે બહુ થોડી ચર્ચા થઈ રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
માત્ર ભારતમાં જ નહીં, પાડોશી રાષ્ટ્રોમાં પણ ગુજરાતની ચૂંટણીઓ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ચીનની નજર કેમ?
ચીનની સામ્યવાદી પાર્ટીનાં મુખપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'માં તાજેતરમાં છપાયેલો એક લેખ આ ઉત્કંઠાના અણસાર આપે છે.
અખબારના લેખમાં જણાવાયું છે, "ભારતનાં ગુજરાત રાજ્યમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચીનનાં અનેક નિષ્ણાતની નજર તેની ઉપર છે. ચૂંટણીનાં પરિણામ સોમવારે આવશે."
"ગુજરાતની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સુધારાના એજન્ડા અંગે ભારતીય મતદારોનું વલણ સ્પષ્ટ થશે."
"ભારત તથા ચીન વચ્ચે રાજકીય નિકટતા વધી રહી છે, ત્યારે ચીન માટે ગંભીર ચિંતાની બાબત છે."
વાંચો, 'ગ્લોબલ ટાઇમ્સે' શું લખ્યું
"મોદીની ભારતીય જનતા પાર્ટી પરાજયથી બચવા માટે ભારે પ્રયાસ કરી રહી છે.
"વર્ષ 2014માં મોદી વડાપ્રધાન બન્યા, તે પહેલાં 13 વર્ષ સુધી આ રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા હતા."
"મોદીના 'મેક ઇન ઇન્ડિયા' જેવા અભિયાન તથા જીએસટી જેવા આર્થિક સુધારાને 'ગુજરાતના વિકાસ મૉડલ'ને આગળ ધપાવનારા ઠેરવવામાં આવે છે."
"મોદીએ કહ્યું હતું કે તેઓ દેશભરમાં આ મૉડલને (ગુજરાત મૉડલ) લાગુ કરશે."
"જોકે, નરેન્દ્ર મોદીના આર્થિક સુધારાની અન્ય રાજકીય પક્ષો તથા કેટલાક અર્થશાસ્ત્રીઓએ ટીકા કરી છે."
"છતાંય 'ગુજરાત મૉડલ'ની સમીક્ષા કરવા માટે ગુજરાતની જનતા જ સુયોગ્ય છે."
ચીનની કંપનીઓ પર અસર
"ચૂંટણીનું જે કંઈ પરિણામ આવે પરંતુ મોદીના સુધારાવાદી એજન્ડા અંગે જનતાના અભિપ્રાય પર તેની ભારે અસર થશે."
"ભારતમાં ચીનનું રોકાણ વધ્યું છે. વર્ષ 2016માં ભારતમાં ચીનનું સીધું રોકાણ ગત વર્ષોની સરખામણીએ ઘણું વધ્યું છે."
"ભારતમાં આર્થિક સુધારાની સીધી અસર ભારતમાં કાર્યરત શિયોમી અને ઑપ્પૉ જેવી કંપનીઓ પર પડશે."
"જો ભાજપ ગુજરાતની ચૂંટણીઓમાં ભારે વિજય હાંસલ કરે તો મોદી સરકાર આર્થિક સુધારાની દિશામાં આક્રમક રીતે આગળ વધશે."
"ભારતની જેમ જ ચીનની કંપનીઓને પણ પરિવર્તન જોવા મળશે."
જો ભાજપ હારે તો શું થશે?
"પરંતુ જો બીજી શક્યતા ચકાસવામાં આવે અને ગુજરાતમાં ભાજપનો પરાજય થાય તો મોદીએ શરૂ કરેલા આર્થિક સુધારાને મોટો ઝટકો લાગશે."
"એવી પણ શક્યતા છે કે ગુજરાતમાં ભાજપના પરાજયની અસર અન્ય રાજ્યોના મતદાતાઓ પર પણ પડશે."
"કોઈ મોટી અસરથી બચવા માટે મોદીના આર્થિક સુધારાને અધવચ્ચે ત્યજી દેવામાં આવશે."
"જો ભાજપ ગુજરાતમાં ચૂંટણી જીતી જાય, પરંતુ તેની બહુમતી ઓછી થાય તો ભારતના આર્થિક સુધારા પર સંકટનાં વાદળ છવાય તેવી શક્યતા છે."
પરિણામો પર નજર રાખવાની વાત
"ગુજરાતમાં ભાજપના પરાજયની આશંકાએ બજારમાં ભય ભારતના આર્થિક સુધારામાં પીછેહઠ તરફ નિર્દેશ કરે છે."
"લોકોને એ વાત પર શંકા છે કે આ આર્થિક સુધારાનો લાભ દેશના નાના વેપારીઓ તથા સામાન્ય જનતાને નથી મળ્યો."
"સરકારે રસ્તો કાઢવો જોઇએ, જેથી કરીને આર્થિક સુધારાને સામાન્ય જનતાનું પણ સમર્થન હાંસલ થાય."
"ચીને ગુજરાતમાં ભાજપની સ્થિતિ પર ચાંપતી નજર રાખવી જોઇએ."
"ભારતમાં કાર્યરત ચીની કંપનીઓએ લાંબાગાળાની આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફાર તથા આગામી અઠવાડિયે ચૂંટણી પરિણામો બાદ ભારતનાં આર્થિક બજારોમાં મોટી ઉથલપાથલ માટે તૈયાર રહેવું જોઇએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો