You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોશિઅલ : 'ઈવીએમ નહીં ચૂંટણી પંચ જ હેક થઈ ગયું'
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ બધી જ પાર્ટીઓનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં કેદ થયેલું છે.
ચૂંટણીના જંગમાં વિવિધ પાર્ટીઓ અને તેમના ઉમેદવારોની સાથે જ ચૂંટણી પંચ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિવિધ જગ્યાઓએ ઈવીએમ મશીન બ્લૂટૂથ સાથે કનેક્ટ થતું હોવાની ચર્ચાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ મુદ્દે સોશિઅલ મીડિયા પર યૂઝર્સે સક્રિય રીતે તેમના મત રજુ કર્યા હતા.
ઝુનૈદ રહેમાન નામનાં યૂઝરે એક કાર્ટૂન શેર કરતા જણાવ્યું, ''ચૂંટણી પંચ કેન્દ્ર સરકારની કઠપૂતળી બની ગયું છે.''
પોલી સરકાર નામનાં યૂઝરે ટ્વીટ કર્યું હતું, ''ઈવીએમ હેક નથી થયું... ચૂંટણી પંચ હેક થઈ ગયું''
આરતી નામનાં યૂઝરે ટ્વીટ કર્યું, ''વિકાસ આ છે - ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા થી ઇલેક્શન કમિશન ઑફ મોદી બની જવું''
અચ્છે દિન નામનાં યૂઝરે ટ્વીટ કરી હતી કે, ''ગુજરાત ચૂંટણીનું પરિણામ ભલે જે કાંઈ હોય, પરંતુ સૌથી મોટો પરાજય ચૂંટણી પંચનો થયો છે. પહેલા ચૂંટણીની તારીખોમાં ઢીલ કરી, પછી મોદીની રેલીઓ અને કોંગ્રેસને નોટિસ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અતુલ ગાયકવાડ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે, ''મહેરબાની કરીને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાનું નામ બદલીને ઇલેક્શન કમિશન ઑફ મોદી રાખી દો.''
જોકે, કેટલાક યૂઝર્સે ચૂંટણી પંચના સમર્થનમાં પણ ટ્વીટ કર્યા હતા.
સિદ્ધાંત ત્રિપાઠી નામનાં યૂઝરે ટ્વીટ કર્યું, ''ઈસીઆઈ મર્યું નથી, ખબર નહીં કેમ લોકો આરઆઈપી લખી રહ્યાં છે. ચૂંટણી બાદ આવી પ્રતિક્રિયા અપ્રાસંગિક અને આધાર વગરની છે.''
બીજેપી નેતા જીવીએલ નરસિંહ્મારાવે વર્ષ 2009નો એક લેખ શેર કર્યો હતો, જેમાં તે સમયના ઇલેક્શન કમિશનર નવીન ચાવલાનો કોંગ્રેસ સાથે અંગત સંબંધ હોવાની વાત જણાવવામાં આવી હતી.
તેમણે ટ્વીટ કર્યું, ''કોંગ્રેસને આવાં જ ઇલેક્શન કમિશનર પસંદ છે શું? રાહુલ તમે અને તમારા માતાએ 10 વર્ષ સુધી વડા પ્રધાનની ઓફિસને જ કઠપૂતળી બનાવી દીધી હતી. તમાશો કરવો તમારું કામ છે. પરાજયને સ્વીકારવા માટે કંઇક સારાં કારણો શોધો.''
પ્રવિંદા સાહૂએ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને બે ટ્વીટને એક સાથે દેખાડતી તસવીર સાથે ટ્વીટ કર્યું, ''પહેલી તસવીર ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણી બાદ રણદીપ સુરજેવાલાના ઈસીઆઈ વિશે વિચાર, બીજી તસવીર: અહેમદ પટેલ ગુજરાતમાંથી રાજ્યસભા સીટ જીત્યાં બાદ સુરજેવાલાના ઈસીઆઈ વિશે વિચાર.''
ઇટાલિયન વહૂ નામનાં યૂઝરે ટ્વીટ કર્યું, જો કોંગ્રેસ જીતે તો ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ, અને જો હારે તો ચૂંટણી પંચ ભ્રષ્ટ થઈ જાય છે. જીતે તો ઈવીએમ બરાબર અને હારે તો ઈવીએમ ખરાબ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો