ઇવાંકા ટ્રમ્પ વિશે તમે આ વાતો જાણો છો?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં દીકરી ઇવાંકા આજકાલ ભારતના પ્રવાસે આવ્યાં છે.
મંગળવારથી હૈદરાબાદમાં શરૂ થયેલી ત્રણ દિવસની ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટ(જીઈસી)માં ભાગ લેવા માટે ઇવાંકા ભારત આવ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પનાં સલાહકાર તરીકે પણ કાર્યરત ઈવાંકા જીઈસીમાં ટ્રમ્પ વહીવટીતંત્રના સીનિઅર અધિકારીઓ અને ઉદ્યોગસાહસિકોના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાનાં છે.
ઇવાંકા હૈદરાબાદ પહોંચે એ પહેલાં જ સ્થાનિક વહીવટીતંત્રે શહેરમાંથી તમામ ભિખારીઓને બહાર કાઢી મૂક્યા હોવાના સમાચાર અગાઉ આવ્યા હતા.
તમને આ પણ વાંચવું ગમશે
વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિનાં દીકરી ઇવાંકા 35 વર્ષનાં છે.
તેમને ડોનાલ્ડ ટ્રમ્પની આંખ અને કાન ગણવામાં આવે છે ત્યારે તેમનાં વિશેની કેટલીક અનોખી વાતો જાણી લો.

ડોનાલ્ડ ટ્રમ્પની એકમાત્ર દીકરી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પનાં એકમાત્ર દીકરી છે ઇવાંકા. તેમની મમ્મીનું નામ ઈવાના છે, જે ડોનાલ્ડ ટ્રમ્પનાં પહેલાં પત્ની છે.
ઇવાંકાનો જન્મ 1981ની 30 ઑક્ટોબરે થયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પહેલી પત્નીનાં બે બાળકો છે.
તેમાં ડોનાલ્ડ જૂનિઅર અને એરિકનો સમાવેશ થાય છે, જ્યારે બીજાં પત્ની મેલેનિયા સાથેનાં લગ્નજીવનમાં જન્મેલાં બે બાળકોમાં ટિફની અને બૈરનનો સમાવેશ થાય છે.

ઇવાંકા નામનો અર્થ

ઇમેજ સ્રોત, TWITTER/IVANKA
ઇવાંકાએ 2010માં એક ટ્વીટ કર્યું હતું અને તેમાં પોતાનાં નામનો અર્થ સમજાવ્યો હતો.
ઇવાંકાએ એ ટ્વીટમાં જણાવ્યું હતું, ''મારું અસલી નામ ઇવાના છે. ચેક ભાષામાં ઈવાંકાનું મૂળ નામ ઇવાના હોય છે.''

પપ્પા અને દીકરી એક જ કોલેજમાં ભણ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ઇવાંકાએ પ્રારંભિક શિક્ષણ મેનહટનની એલિટ ચૈપિન સ્કૂલમાં લીધું હતું.
એ પછી 15 વર્ષની વયે તેઓ કનેક્ટિકટમાં શોએટ રોઝમેરી હોલમાં ભણવા ગયાં હતાં.
સ્કૂલમાંના પોતાના દિવસો વિશે ઈવાંકાએ 2007માં આપેલા એક ઈન્ટર્વ્યૂમાં વાત કરી હતી.
ઇવાંકાએ જણાવ્યું હતું કે બોર્ડિંગ સ્કૂલમાં ભણીને તેઓ થાકી ગયાં હતાં.
સ્કૂલ તેમના માટે જેલસમાન હતી, કારણ કે તેમના બધા દોસ્તો ન્યૂ યોર્કમાં મસ્તી કરતા હતા.

બોર્ડિંગ સ્કૂલ છોડવા પસંદ કર્યું મોડેલિંગ

ઇમેજ સ્રોત, Getty Images
મોડેલિંગ વિશે ઈવાંકાએ જણાવ્યું હતું કે બોર્ડિંગ સ્કૂલમાંથી નીકળવા માટે તેમણે મોડેલિંગનો વિકલ્પ પસંદ કર્યો હતો.
બે વર્ષ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ઇવાંકાએ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન સ્કૂલ ઓફ ફાયનાન્સમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ પણ એ કોલેજમાં જ ભણ્યા છે.

જે-વાંકાની જોડી

ઇમેજ સ્રોત, Getty Images
ઇવાંકાએ અમેરિકન બિઝનેસમેન જેરેડ કુશ્નર સાથે 2009માં લગ્ન કર્યાં હતાં.
ઇવાંકા અને જેરેડ એક દાયકા કરતાં પણ વધુ સમયથી રિલેશનશીપમાં છે.
તેમની જોડીની પ્રેમથી 'જે-વાંકા' કહેવામાં આવે છે.

સગાઈ પછી રસોઈ કરતાં શિખ્યાં

ઇમેજ સ્રોત, Instagram/Ivanka
2012માં 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ' અખબારને આપેલી મુલાકાતમાં ઇવાંકાએ જણાવ્યું હતું કે સગાઈ થયા બાદ તેઓ રસોઈ કરતાં શિખ્યાં હતાં.
ઇવાંકાએ કહ્યું હતું, ''મને રાંધવાનું જરાય આવડતું ન હતું. હું ઈંડા બાફવાનું ગુગલ મારફત શીખી હતી."
"હું એવું માનતી હતી કે મારે મારા પતિ માટે જમવાનું બનાવતાં શીખવું જોઈએ, જેથી જેરડ થાકીને ઘરે આવે ત્યારે હું તેમને જાતે રાંધેલું ભોજન જમાડી શકું."
"અઠવાડિયામાં કમસેકમ એક વખત તો હું જાતે રાંધીને તેમને જમાડતી રહી છું.''

ત્રણ બાળકોની મમ્મી

ઇમેજ સ્રોત, Getty Images
ઇવાંકા અને જેરેડનાં ત્રણ બાળકો છે, જેમાં એક પુત્રી અને બે પુત્ર છે.
ઇવાંકાએ તેમના પુસ્તક ''વીમેન હુ વર્ક''માં લખ્યું હતું કે તેઓ તેમનાં બાળકોના ઉછેર માટે ઘણો સમય ફાળવે છે.
તેમણે લખ્યું હતું, ''હું રોજ લગભગ 20 મિનિટ મારી દીકરી જોસેફ જોડે તેની રમકડાની કાર સાથે રમું છું.
મારી મોટી દીકરી એરાબૈલાને પુસ્તકો પસંદ છે એટલે હું તેના માટે નોટ્સ બનાવું છું.
બીજો દીકરો થિયોડોર હજુ નાનો છે. તેથી તેના માટે હું રોજ બેથી ત્રણ બોટલ દૂધની વ્યવસ્થા જરૂર કરું છું, જેથી તેને રાતે ભૂખ ન લાગે.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












