આખરે અમેરિકનોને બંદૂકથી આટલો પ્રેમ કેમ છે?

ઇમેજ સ્રોત, MARK RALSTON/AFP/GETTY IMAGES
અમેરિકાના લાસ વેગાસમાં એક મ્યૂઝીક કૉન્સર્ટમાં થયેલા ગોળીબારમાં 59 લોકોનાં મોત થયા છે અને 527 લોકોનાં ઘાયલ થયાં છે.
ગોળીબારની અમેરિકામાં આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓથી અમેરિકા પહેલા પણ લોહીલોહાણ થઈ ચૂક્યું છે.
જૂન 2016માં ઓરલેન્ડોની એક નાઈટ ક્લબમાં થયેલા ગોળીબારમાં 49 લોકોનાં મોત થયાં હતાં.
આ પહેલાં ડિસેમ્બર 2015માં કેલિફોર્નિયામાં બનેલી આવી જ ઘટનામાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ બધી જ ઘટનાઓ માટે અમેરિકાના ગન કલ્ચરને જવાબદાર ગણવામાં આવે છે. અમેરિકામાં કોઈને કોઈ ખૂણેથી ગોળીબારની ખબર આવવી સામાન્ય બાબત છે.

ઇમેજ સ્રોત, REUTERS/LUCY NICHOLSON
દેશમાં સતત ગોળીબારની ઘટનાઓ બનવા છતાં બંદૂક પર નિયંત્રણ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
તેના માટે ઘણી વખત નેશનલ રાઈફલ એસોસિએશન (NRA) ને જવાબદાર માનવામાં આવે છે.
એનઆરએએ બંદૂકના પક્ષમાં જૂથબંધી કરી મૂકી છે અને તે જ જમીની સ્તર પર ખૂબ પ્રભાવશાળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીએ એક વર્ષ પહેલા 2016માં આ બંદૂક કલ્ચર પર કેટલાક વિશેષજ્ઞો સાથે વાત કરી હતી અને એ જાણવા પ્રયાસ કર્યો હતો કે નેશનલ રાઈલ એસોસિએશન પાસે આટલું પ્રભત્વ ધરાવતું કેમ બન્યું.

ઇમેજ સ્રોત, Getty Images
વારેન કાસિડી, NRAના પૂર્વ કાર્યકારી ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે 1871માં ગૃહયુદ્ધના તુરંત બાદ નેશનલ રાઈફલ એસોસિએશન બની હતી.
20મી સદીના શરૂઆતના અડધા ભાગ સુધી એ માત્ર નિશાનબાજોનું સંગઠન માનવામાં આવતું હતું જે એક રીતે શિકારીઓ અને સંગ્રાહકો માટે ઘર જેવું હતું.
પહેલા જેક કેનેડી, પછી માર્ટિન લૂથર કિંગ અને બૉબી કેનેડીની હત્યા બાદ અમેરિકામાં રાજનૈતિક ગતિવિધિઓ તેજ થઈ ગઈ.
ત્યારબાદ ખરેખર એક રાજનૈતિક આંદોલનની શરૂઆત થઈ. અમારે સક્રીય થવું પડ્યું કેમ કે કાયદાની હાજરી દેખાવા લાગી હતી.
આ સિવાય વર્ષ 1968ના બંદૂક નિયંત્રણ કાયદા અંતર્ગત લાઈસન્સ ધરાવતા વધુ ડીલરની જરૂર હતી કે જેથી કરીને હથિયાર વેંચી શકાય.
સાંભળવામાં તો એ સારૂ લાગે છે પરંતુ તેણે કાયદાનું પાલન કરવા વાળા લોકોની મુશ્કેલી વધારી દીધી હતી.
NRAના કેટલાક ડાયરેક્ટર એવા હતા કે જેઓ રાજનૈતિક સંકટ વિરૂદ્ધ બોર્ડના સંયમી વલણથી ખુશ ન હતા.
કેટલાક લોકોએ સામે આવીને વિરોધ કર્યો તો કેટલાક લોકોએ તો રાજનીતિમાં પોતાના હાથ પણ ગંદા કરી નાખ્યા હતા.
ત્યારબાદ વર્ષ 1977માં વિદ્રોહ થયો હતો. ત્યારે અમે અમારા એજેન્ડા પર આવ્યા અને વાર્ષિક બેઠકમાં અમે અમારા પ્રસ્તાવ મૂક્યા હતા.
અમારામાંથી ઘણા લોકો કહેશે કે તે સમયે અમે એક રાજનૈતિક સંગઠન બની ગયા હતા.
આજે NRA યુવા શૂટરો માટે ટ્રેનિંગનું મોટું સ્થાન છે અને તે શિકારની પરંપરાને બચાવી રહ્યું છે. પરંતુ સાથે જ તેની પાસે ઊંચે સુધી રાજનૈતિક પહોંચ પણ છે.

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યોના સ્થાનિક સંઘ અમારી મોટી તાકાત છે. જેમ કેલિફોર્નિયા રાઈફલ એન્ડ પિસ્તોલ એસોસિએશન, માસ રાઈફલ એસોસિએશન, ગન ઓનર્સ એક્શન લીગ વગેરે.
આ સંગઠન ગત 50 વર્ષોથી પોતાની મરજી પ્રમાણે કામ કરે છે. અમે અમારા પ્રતિનિધિ મોકલીએ છીએ અને ચૂંટણી માટે પૈસા એકત્ર કરવામાં મદદ કરીએ છીએ.
બંદૂક રાખવાના અધિકાર મામલે તેમના વલણના આધારે સ્થાનિક ચૂંટણીના ઉમેદવારોને અમે ગ્રેડ આપીએ છીએ. ત્યારબાદ તેમના કાર્યકાળ પર અમારી નજર રહે છે.
તે સિટી કાઉન્સિલર હોય કે મેયર, ગવર્નર હોય કે પછી તે કોંગ્રેસ માટે લડી રહ્યો હોય.
અમે અમારા ઘણા પૈસા મતદાતાઓ પર ખર્ચ કરીએ છીએ. તમે કોઈ પણ સેનેટમાં પહોંચી ઉમેદવારને પૂછી શકો છો કે NRAએ કેવી રીતે તેમની મદદ કરી.
તેમને અમારા શહેર, અમારા રાજ્યમાંથી મત મળે છે અને એ જ અમારા કામ કરવાની રીત છે.


ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર કાર્લ બોગસ, લૉ પ્રોફેસર, રોજર વિલિયમ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે બીજા સંશોધનમાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ એક નિયમિત નાગરિક સેના સ્વતંત્ર રાજ્યની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.
લોકોના હથિયાર રાખવાના અધિકારનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
આ વાતનો મતલબ છે કે જો સંઘીય સરકાર નાગરિક સેનાને હથિયાર નથી આપતી તો લોકો આ કામ કરી શકે છે.
બીજા સંશોધન પર સુપ્રીમ કોર્ટમાં માત્ર ત્રણ કેસ દાખલ થયા છે.
બધામાં માનવામાં આવ્યું છે કે બીજુ સંશોધન નાગરિક સાથે જોડાયેલું છે અને સામૂહિક અધિકાર આપે છે, વ્યક્તિગત નહીં. વર્ષ 1960 સુધી માનવામાં આવે છે કે મામલાનો ઉકેલ આવી ગયો છે.
NRAએ તેને બદલવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. અમેરિકાની કાયદા સમીક્ષાઓમાં તેમણે ખૂબ લેખ લખાવ્યા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે બીજા સંશોધનને વ્યક્તિગત અધિકાર (હથિયાર રાખવા)ની મંજૂરી આપવી જોઈએ.
તેમણે વર્ષ 2008માં એક મોટી જંગ જીતી લીધી જ્યારે ધ ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયા વિરૂદ્ધ હેલર કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી વખત કહ્યું કે બીજુ સંશોધન વ્યક્તિગત અધિકારની મંજૂરી આપે છે.
સુપ્રીમ કોર્ટમાં નવ જજોની બેંચમાં જજ વિચારોના આધાર પર બે જૂથમાં વેંચાઈ ગયા હતા.
રૂઢિવાદીઓએ વ્યક્તિગત અધિકારોને હાં કહ્યું જ્યારે ઉદારવાદીઓએ સામૂહિક અધિકારોની વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
NRAએ વ્યક્તિગત અધિકારોના જે વિચારને પ્રચારિત કર્યા હતા તેણે આધુનિક રૂઢિવાદી આંદોલનનું સ્થાન લીધું હતું.
બંદૂકો પર નિયંત્રણમાં રાજનૈતિક બાધા અમેરિકી વોટર નથી. કદાચ 80 કે 90 ટકા અમેરિકી વધારે કડક કાયદાને હા કહેશે.
પરંતુ માત્ર એક બે ટકા મતદાતાઓના નાના એવા ગ્રુપના તીવ્ર વિરોધે તેનો મુદ્દો બનાવીને રાખ્યો છે.
એ લોકો ક્યારેય બંદૂકો પર નિયંત્રણની વાત કરવા વાળા ઉમેદવારને મત નહીં આપે.


ઇમેજ સ્રોત, Getty Images
રિચર્ડ ફેલ્ડમૈન, અધ્યક્ષ, ઈન્ડિપેન્ડેંટ ફાયરઆર્મ ઓનર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે NRAની અવિશ્વસનીય સફળતાને સમજવા માટે સૌથી સારી રીત છે કે આપણે થોડા પાછળ જઈએ.
જ્યારે આપણે બંદૂકોની વાત કરી રહ્યા હોઈએ, ત્યારે આપણે બીજા કોઈ વિષય પર પણ વાત કરી રહ્યા હોઈએ છીએ, બંદૂક ઝંડાથી અલગ એક સાંકેતિક મુદ્દો છે.
કરોડો અમેરિકીઓ માટે બંદૂક સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો એક સકારાત્મક અને પારંપરિક સંકેત છે.
જ્યારે સરકાર પોતાના નાગરિકોની રક્ષા નથી કરી શકતી અને આવા લોકોના અધિકારો પર અંકુશ લગાવવા માગે છે જેમણે ક્યારેય બંદૂકોનો દુરૂપયોગ નથી કર્યો તો એ લોકો ડરી જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
NRA એવી ચૂંટણીમાં ક્યારેય અસર નથી પાડી શકતું, જ્યારે અંતર ખૂબ વધારે હોય. પરંતુ જો અંતર ઓછું હોય તો પાંચ ટકા વોટરનું વલણ પણ હારને જીતમાં બદલી દે છે.
વર્ષ 1994માં જ્યારે રાષ્ટ્રપતિ ક્લિંટને અસૉલ્ટ હથિયારો પર પ્રતિબંધ લગાવ્યો તો મને યાદ છે કે મને પૂછવામાં આવ્યું હતું કે તમને હથિયારોની શું જરૂર છે.
મારો જવાબ હતો મને પહેલા ક્યારેય જરૂર નથી પડી પરંતુ જો સરકાર વિચારે છે કે હું તેને પ્રાપ્ત નથી કરી શકતો તો મને લાગે છે કે હું તેને લેવા ઇચ્છીશ.
હું અત્યારે જઈશ અને પ્રતિબંધો પહેલા આશરે 15 ખરીદીને આવીશ.
જ્યારે પણ કોઈ રાષ્ટ્રપતિ બંદૂકની ખરીદી પર રોક લગાવવાનો વિચાર કરે છે, લોકો વધુ હથિયાર ખરીદવા લાગે છે.


ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર બ્રાયન આંસ પૈટ્રિક, વિશેષજ્ઞ, ગન કલ્ચર કહેવા પ્રમાણે NRAએ પહેલું એવું ગ્રુપ હતું જે ઓનલાઈન હતું. તેની પાસે ઈમેઈલ બુલેટીન હતા. તેની લોકો વચ્ચે ઘણી અસર જોવા મળી હતી.
ઘણા લોકો ગન કલ્ચર વિશે ન્યૂયોર્ક ટાઈમ્સથી વધારે ફોરમમાં વાંચે છે. NRA પોતે ત્રણ પત્રિકાઓ છાપે છે.
તેમાંથી એક રાજનૈતિક છે, બીજી શિકારીઓ માટે છે અને ત્રીજી એ લોકો માટે કે જેઓ બસ ગોળીથી બચવા માગે છે.
NRA પાસે ઓછામાં ઓછા 50 લાખ લોકો એવા છે કે જેમને આ પત્રિકાઓ મળે છે.
આ સિવાય ઘણા નાના-નાના જૂથ છે, જેમ કે ટાર્ગેટ શૂટર્સ, વુમેન એન્ડ ગન ઓર્ગેનાઈઝેશન, ગે ગન રાઈટ્સ ગ્રુપ.
જો ન્યૂયોર્ક ટાઈમ્સ અને ગન કલ્ચર વિરૂદ્ધ તેની ઘેરાબંદી ન થતી તો કદાચ NRA આજે એટલુ શક્તિશાળી ન હોત.

ઇમેજ સ્રોત, Reuters
હું 10 વર્ષોનું કવરેજથી બતાવી શકું છું કે કવરેજ જેટલું નકારાત્મક હોય છે NRAને એટલા જ વધારે સભ્યો મળે છે.
તેનું કારણ એ છે કે અહીં ગન કલ્ચરને સામાજિક ક્રાંતિ સમજવામાં આવે છે. આ સામાજિક ક્રાંતિઓથી લોકોમાં ઓળખની ભાવના જાગે છે.
એવી ઓળખ કે જે કોઈ મુશ્કેલીથી જોડાયેલી હોય. એ જ સંઘર્ષ હોય છે અને તેનું પરિણામ એ હોય છે કે લોકો તેની સાથે ઊભા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












