એવાં જહાજો જે બદલી નાખશે સમુદ્રની સફર !

    • લેેખક, ક્રિસ બ્રાઉનિક
    • પદ, બીબીસી ન્યૂઝ

આજે આપણે બધા જ મશીનોથી ઘેરાયેલા છીએ. દરેક કામ જે મનુષ્ય કરી શકતો હતો તે આજે મશીન કરે છે.

ઉદાહરણ તરીકે ડ્રાઈવરલેસ કારને જ જોઈ લો. દુનિયાભરમાં ઘણી એવી કંપનીઓ છે કે જે ડ્રાઈવરલેસ કાર ચલાવવાના અલગ અલગ પ્રયોગ કરી રહી છે.

અમેરિકા તો ડ્રાઈવરલેસ બસ અને ટ્રકનું પણ ટ્રાયલ કરી રહ્યું છે.

અહીં સુધી તો વાત ઠીક છે. પણ હવે હદ તો ત્યાં પાર થઈ ગઈ કે કંપનીઓ એવા જહાજ પર પ્રયોગ કરવા લાગી છે કે જે કોઈની મદદ વગર ચાલી શકે.

તમને આ પણ વાંચવું ગમશે

એવી જ એક કંપની છે ફિનલેન્ડની વાર્ટસિલા. ઓગષ્ટ મહિનામાં આ કંપનીના એક એન્જિનીયરે અમેરિકાના કેલિફોર્નિયામાં બેસીને સ્કૉટલેન્ડ પાસે એક જહાજને ચલાવ્યું હતું.

આ એન્જિનીયરે GPS અને બીજી નવી ટેકનિકની મદદથી જહાજને તમામ ખતરાથી બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યું હતું.

જહાજને હવે નહીં પડે કેપ્ટનની જરૂર !

વાર્ટસિલાનું માનવું છે કે ભવિષ્ય માટે આપણે આ પ્રકારના સ્માર્ટ જહાજ બનાવવા જ પડશે.

તેનાથી જહાજના માલિકોને ખબર પડશે કે તેમના જહાજ સમુદ્રની અંદર ક્યાં છે, કઈ ગતિથી આગળ વધી રહ્યા છે.

વાત માત્ર ત્યાં સુધી સીમિત નથી રહેતી. વાર્ટસિલાના જહાજને તો એન્જિનીયર રિમોટથી ચલાવી રહ્યા હતા.

હવે એવા જહાજ બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે જેને કમ્પ્યુટરના માધ્યમથી ચલાવવામાં આવે.

એટલે કે આગામી ભવિષ્યમાં જહાજને ચલાવવા માટે કેપ્ટનની જરૂર નહીં પડે.

આ વાત કેટલી અગત્યની છે તે જાણતા પહેલા જહાજનું મહત્વ સમજવું પડશે.

આજે દુનિયાભરમાં મોટા પાયે વેપારનું માધ્યમ પાણીનો રસ્તો અને મોટા મોટા જહાજ છે.

ડીઝલથી ચાલતા જહાજ સમુદ્રના મોજા પર ચાલતા સામાન દુનિયાના એક ખુણામાંથી બીજા ખુણામાં પહોંચાડે છે.

સમગ્ર દુનિયાની કારની સરખામણીએ પ્રદૂષણ

જહાજ દ્વારા પ્રદૂષણ પણ ખૂબ ફેલાય છે. તમે એ જાણીને હેરાન થશો કે દુનિયાના 15 સૌથી મોટા જહાજ મળીને એટલું પ્રદૂષણ ફેલાવે છે જેટલું દુનિયાભરની કાર મળીને ફેલાવે છે.

ગત એક શતકમાં જહાજ બનાવવામાં કોઈ નવી ટેકનિકનો ઉપયોગ થયો નથી.

તેવામાં આ સેક્ટરમાં સુધારાની આશા જોવા મળે છે અને તેની જરૂર પણ છે.

જો આપણે ટેકનિકના ઉપયોગથી સ્વચાલિત હલકા જહાજ બનાવીને તેમને સફળતાપૂર્વક ચલાવી શકીએ છીએ, તો અર્થવ્યવસ્થા અને દુનિયાની આબોહવા માટે તે ખૂબ મોટી ઉપલબ્ધિ હશે.

નોર્વેની એક કંપની કૉન્ગ્સબર્ગે તો સંપૂર્ણપણે ઑટોમેટીક જહાજ પર પ્રયોગ પણ શરૂ કરી દીધા છે.

કૉન્ગ્સબર્ગે ધ હ્રોન અને યારા બિર્કલેન્ડ નામથી બે જહાજ બનાવવાની શરૂઆત કરી છે, જે સંપૂર્ણપણે ઓટોમેટીક હશે.

બિર્કલેન્ડ 80 મીટર લાંબુ માલવાહક જહાજ હશે. આ જહાજ સંપૂર્ણપણે વીજળીથી ચાલશે અને વર્ષ 2018ના અંત સુધી સમુદ્રમાં ઊતારી શકાશે.

કંપનીના ડાયરેક્ટર પીટર ડ્યૂ કહે છે કે આ જહાજમાં એટલા ભવ્ય સેન્સર લગાવવામાં આવ્યા છે કે જો સમુદ્રમાં તેની સામે એક તરતી બીયરની બોટલ પણ આવી તો તે તેનાથી પણ બચીને નીકળવાનો પ્રયાસ કરશે.

જહાજમાં એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે તેના સેન્સર જળચર પ્રાણીઓ અને બીયરની બોટલ કે શિલા વચ્ચે તફાવત જાણી શકશે.

તેવામાં જહાજ માટે સમુદ્રમાં કેપ્ટન વગર ચાલવું ખૂબ સહેલુ બની જશે.

પરંતુ તેમાં સૌથી મોટી સમસ્યા એ છે કે હજુ દુનિયાના સમુદ્રી નિયમ ઑટોમેટીક જહાજની પરવાનગી નથી આપતા.

બ્રિટેનની સાઉથૈમ્પટન યુનિવર્સિટીએ અંદાજ લગાવ્યો છે કે સ્વચાલિત જહાજને જલદી સમુદ્રમાં ઊતારવામાં આવશે.

તેના માટે સમુદ્રી નિયમ કાયદા બદલવાની જરૂર પડશે.

ગ્લાસ ફાબરથી બનશે જહાજ

પીટર ડ્યૂ કહે છે કે કોઈ એક દેશની સમુદ્રી સીમાની અંદર તો ઑટોમેટીક જહાજ ચલાવવા સહેલાં હશે. કેમ કે તેના માટે એક દેશે પોતાના કાયદા બદલવા પડશે.

પરંતુ સમગ્ર દુનિયા માટે એક કાયદો બનાવતા થોડો સમય લાગશે.

ત્યાં સુધી કંપનીઓ પોતાના દેશની સમુદ્રી હદમાં આ પ્રકારના ઑટોમેટીક જહાજને ચલાવીને નવી ટેકનિક પર પ્રયોગ કરી શકે છે.

જે જહાજ હજારો ટન તેલ લઈને સફર કરે છે, તેમને હળવા બનાવવા તો મુશ્કેલ કામ છે. કેમ કે તેનાથી ખતરો વધશે.

પરંતુ બીજા જહાજોને ગ્લાસ ફાઇબરની મદદથી હળવા બનાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.

યુરોપીયન યુનિયને હાલ જ ફાઇબરશીપ નામે એક પ્રોજેક્ટની શરૂઆત કરી છે.

આ પ્રોજેક્ટમાં કાર્ગો એટલે કે માલવાહક જહાજની સામે અને નીચેનો ભાગ ફાઇબરથી બનાવવાનો પ્રયાસ કરાશે.

સાથે જ એ ધ્યાન પણ રાખવામાં આવશે કે તેમની મજબૂતી પર અસર ન પડે.

એવા જહાજ કે જે 50 મીટર કરતા વધારે લાંબા હોય છે, તેમને આ ફાઇબરશીપ પ્રોજેક્ટ અંતર્ગત બનાવાશે.

જો કે ભારે માલવાહક જહાજ હજુ પણ સ્ટીલથી જ બનાવવામાં આવશે.

આ જ રીતે જાપાનની કંપની ઇકો મરીન પાવર જહાજો પર એવા સાધન લગાવી રહી છે, જેમાં સોલર પેનલ હોય.

તેની મદદથી પોતાના ચાલવા માટે પણ જહાજ જાતે જ વીજળી ઉત્પન્ન કરી શકશે.

કંપનીના ડાયરેક્ટર ગ્રેગ એટકિંસન કહે છે કે ટેકનિક સુધરી રહી છે. ખર્ચ ઓછા થઈ રહ્યા છે. તેવામાં સોલર પેનલ લગાવવાથી ઘણા પૈસા બચી શકશે.

3D પ્રિન્ટિંગ ટેકનિક

એટ્કિંસન કહે છે કે સોલર પેનલ અને જહાજ પર પવનચક્કી લગાવીને મોટા જહાજ પોતાની જરૂરિયાત મુજબ 80% ઇંધણ જાતે જ બનાવી શકે છે.

આ સિવાય ડીઝલ જેવા ઇંધણનો ઉપયોગ તો થતો જ રહેશે.

ઇકો મરીન કંપની આ જ પ્રકારના માલવાહક જહાજનું જલદી પરિક્ષણ કરશે.

એવા જ જહાજ બનાવવાની દુનિયાભરની પણ અલગ અલગ કંપનીઓ તૈયારી કરી રહી છે.

પરંતુ તેમાં સૌથી મોટી સમસ્યા નવી ટેકનિકની આવી રહી છે. તેના માટે ભારે ખર્ચની જરૂર છે અને સાથે ખતરો પણ છે.

કેમ કે સમુદ્રમાં તોફાનમાં ફસાઈ જવા પર સોલર પેનલ વાળા સાધન જહાજને નુકસાન પણ પહોંચાડી શકે છે.

જહાજ બનાવવા માટે 3D પ્રિન્ટિંગ ટેકનિકની મદદ પણ લેવામાં આવી રહી છે.

હાલ જ જહાજના કેટલાક ભાગને બનાવવા માટે નેધરલેન્ડની એક કંપનીએ 3D પ્રિન્ટિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.

તેનો ફાયદો એ થશે કે સમુદ્રમાં કોઈ ભાગ તૂટી પડવા પર જહાજ પર જ 3D પ્રિન્ટિંગની મદદથી તેને તુરંત બનાવી શકાશે.

તેનાથી જહાજ ફસાઈ નહીં જાય. તેમનો રિપેરીંગ ખર્ચ પણ ઓછો થઈ જશે.

જો આ બધા ટેકનિકલ પ્રયોગ સફળ થાય છે, તો દુનિયામાં જહાજનો વેપાર સંપૂર્ણપણે બદલાઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો