You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મલાલા ભણવા આવી ઑક્સફોર્ડ યુનિવર્સિટી, પહેલા લેક્ચરમાં આપી હાજરી
ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે રાત દિવસ મહેનત કરવી પડે છે.
પણ ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હોય છે કે જેમની સફર મલાલા યુસુફઝઈ જેવી હોય છે.
દુનિયાની પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનારી મલાલા યુસુફઝઈની એક તસવીર ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પોતાના પહેલા લેક્ચર વિશે વાત કરી હતી.
આ એ જ મલાલા છે કે જેમને પાંચ વર્ષ પહેલા આતંકીઓએ માથા પર ગોળી મારી દીધી હતી.
તેની પાછળ કારણ હતું કે મલાલા યુસુફઝઈ છોકરીઓના શિક્ષણનો એક અવાજ બની હતી.
20 વર્ષીય મલાલા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફી, પૉલિટીક્સ અને ઇકોનોમિક્સની શિક્ષા મેળવી રહી છે.
મલાલાએ ઓગષ્ટ 2017માં જ લેડી માર્ગરેટ હૉલ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મલાલાને વર્ષ 2012માં માથા પર ગોળી મારી દેવામાં આવી હતી જ્યારે તેમણે તાલિબાનના શાસન હેઠળ જીવન અંગે એક ડાયરી લખી હતી.
પોતાના ટ્વીટમાં મલાલા કહે છે, "આજથી પાંચ વર્ષ પહેલા મને છોકરીઓની શિક્ષા પર બોલવાના કારણે ગોળી મારી દેવામાં આવી હતી. આજે હું ઑક્સફર્ડમાં મારું પહેલું લેક્ચર અટેન્ડ કરી રહી છું."
મલાલાએ ટ્વીટ કર્યું કે થોડી જ મિનિટમાં દુનિયાભરના લોકોએ તસવીરને શેર કરી હતી અને મલાલાને શુભકામનાઓ પાઠવી હતી.
ટ્વિટર પર શુભકામનાઓનો વરસાદ
એક ટ્વિટર યુઝરે લખ્યું, "ભવિષ્ય માટે શુભકામનાઓ. તમે દરેક છોકરી માટે ખૂબ જ પ્રેરણાદાયી છો."
વધુ એક ટ્વિટર યુઝરે ટ્વીટ કર્યું, "ખૂબ ખૂબ શુભેચ્છા મલાલા.
તમે દરેક મહિલા અને દુનિયાભરના અમારા જેવા લોકો માટે એક આશાના દિપ સમાન છો. યુનિવર્સિટીમાં ખૂબ મજા કરો."
મહત્વનું છે કે પોતાના પર થયેલા જીવલેણ હુમલા બાદ મલાલા પોતાના પરિવાર સાથે યુકેના બર્મિંઘમ રહેવા આવી ગયા હતા.
મલાલાની વૈશ્વિક સ્તરે ઓળખ ત્યારે બની જ્યારે તેમણે છોકરીઓની શિક્ષાનો મુદ્દો ઉઠાવ્યો.
વર્ષ 2017માં UNએ મલાલાને શાંતિદૂત તરીકે સન્માનિત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો