દુનિયાના તમામ લોકો ઘાસફૂસ ખાવા લાગે તો...

    • લેેખક, ____
    • પદ, સોફિયા સ્મિથ ગલેર

2050 સુધીમાં તમામ લોકો સંપૂર્ણ શાકાહારી થઈ જાય તો વિશ્વમાં દર વર્ષે થતા મૃત્યુ આંકની સંખ્યામાં લગભગ સિત્તેર લાખ જેટલો ઘટાડો નોંધાઈ શકે.

તેમાં પણ જો વસ્ત્રો, ખોરાક અને અન્ય હેતુસર પ્રાણીઓ પર કરવામાં આવતા અત્યાચાર બંધ થઈ જાય તો આ આંકડો એંસી લાખની સંખ્યાને પણ આંબી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઓક્સફોર્ડ સ્કૂલના ફ્યુચર ઓફ ફુડ પ્રોગ્રામના રિસર્ચ ફેલો માર્કો સ્પ્રિંગમેનના જણાવ્યા અનુસાર ખોરાક માટે જવાબદાર ઊત્સર્જન 60% ઘટી શકે.

પ્રાણીમાંથી મેળવાતું લાલ માંસ મિથેન ઊત્પન્ન કરતું હોય છે. તેને ખોરાકમાંથી દૂર કરવામાં આવે તો હંમેશા આ હાનિકારક તત્વથી છૂટકારો મળી શકે છે.

ખેડુતો અને પશુપાલન પર અસર

જો કે વિકાસશીલ દેશોના ખેડુતોને આનાથી ખરેખર માઠી અસર પહોંચી શકે છે.

આફ્રિકાના સહારા નજીક આવેલી સાહેલ જેવી બીનઉપજાઉ જમીન જ પશુ ઊછેર માટે વાપરી શકાશે.

વળી જો માંસનું અસ્ત્તિત્વ જ નહીં રહે તો ઢોરઢાંખર પાળીને વિચરણ કરતી પ્રજાતીએ એક જ સ્થળે સ્થાઈ થવાની ફરજ પડશે અને તેઓ તેમની સાંસ્કૃતિક ઓળખ ગુમાવી દેશે.

રહેણાંક જગ્યાઓમાં લીલોતરી અને જંગલોનું સર્જન થવાથી જળવાયુ પરિવર્તનની ગતિ ધીમી થઈ જશે એટલે આપણે ગુમાવેલી બાયો-ડાયવર્સિટી પણ પાછી મળશે.

વળી પહેલા ઢોરઢાંખરને તેમના માંસ માટે મારી નાંખવામાં આવતા હતા તે પણ અટકી જશે.

રોજગારી પર અસર

હાલ મોટાભાગના લોકો પશુઓ સંબંધિત વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે.

તેમને નવા વ્યવસાય માટે ફરીથી તાલિમ આપવી પડશે. કૃષિ, જંગલોનું પુનઃસર્જન, બાયો-એનર્જી ક્ષેત્રમાં તેઓને તાલીમ આપવી પડી શકે.

જો આમ નહીં કરી શકીએ તો ખૂબ મોટા પાયે લોકો બેકાર થશે જેથી મોટું સામાજિક અસંતુલન સર્જાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આની મોટી અસર થશે.

જો કે પશુઓ ઘાસચારો ચરતાં હોવાથી ઘણા વર્ષોથી તેમની આ પ્રકૃતિ જમીનોના આકાર લેવા પાછળ જવાબદાર રહી છે પણ જો તેઓ આવું નહીં કરે તો બાયો-ડાયવર્સીટી પર જોખમ સર્જાશે.

આથી કેટલાક ખેડૂતોને તેઓ પશુઓનું સંવર્ધન કરવાનું ચાલુ રાખે તેના માટે પૈસા ચૂકવવા પડી શકે છે.

ટર્કી યુનિવર્સીટી ઓફ કેમ્બ્રિજના બેન ફલનના અનુસાર માંસ નહિ હોવાથી ટર્કીવાસી તેમની પરંપરા ગુમાવી શકે છે.

વિશ્વભરમાં લગ્ન અને ઉજવણીના પ્રસંગે ઘણા સમુદાય એકબીજાને માંસની ભેટ આપે છે.

આરોગ્ય પર શું અસર થઈ શકે?

બેન ફલન કહે છે કે આવા કારણોસર જ માંસ ખાવા પર નિયંત્રણ લાવવાના પ્રયત્નો કરવા પાછળ ખચકાટ રહે છે.

જો કે માંસ નહીં હોવાથી હૃદય સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને કેટલાક પ્રકારના કેન્સરના રોગ થવાની શક્યતાઓ ઘટી જશે.

તેનાથી દવાઓના બિલમાં 2-3%નો ઘટાડો થતા લોકોને તેની રાહત મળશે.

પરંતુ આપણે માંસની જગ્યાએ પોષણક્ષમ વૈકલ્પિક ખોરાક તૈયાર કરવા પડે. ખાસ કરીને એવા બહુમતી લોકો માટે જેઓ કુપોષણનો શિકાર બન્યા છે.

કેમ કે પ્રાણી જ માંસમાં અનાજ અને ચોખા કરતા વધુ પોષકતત્વો-કૅલરી હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો