શું હિંદુ દીકરીને મુસ્લિમ માતાની સંપત્તિમાં હક ન મળે? આ વિશે કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, LAKSHMIPRASAD S/GETTYIMAGES
ગુજરાતમાં અમદવાદની એક કોર્ટે મુસ્લિમ માતાના નિવૃત્તિના લાભમાં હિંદુ દીકરીઓનો દાવો ખારિજ કર્યો છે.
આ મહિલાની ત્રણ દીકરીઓએ કોર્ટમાં દાવો કર્યો હતો કે પિતાના મૃત્યુ બાદ તેમનાં માતાને રહેમરાહે નોકરી મળી હતી.
તેથી તેમનાં માતાને નિવૃત્તિ બાદ મળનારા લાભમાં પણ તેમનો અધિકાર છે.
આ છોકરીઓએ વકીલ બી. પી. ગુપ્તા અમદાવાદથી આ વાત અંગે જાણકારી આપતાં કહે છે કે છોકરીઓની તરફથી માતાની નિવૃત્તિના લાભોમાં દાવો કરાયો હતો.

- શું મુસ્લિમ માતાનાં હિંદુ દીકરીઓને ઉત્તરાધિકાર ન મળે?
- આ પ્રશ્ન ઉઠાવતો મામલો અમદાવાદની કોર્ટમાં આવ્યો, ત્યારે જજે શું કહ્યું?
- સાથે જ જાણો કે મુસ્લિમ અને હિંદુ ધર્મમાં વારસા અંગેના નિયમો શું છે?
- કોણ વારસદાર ગણાય અને કોણ નહીં

તેમણે આગળ જણાવ્યું કે, "સ્થાનિક કોર્ટે આ અંગે કહ્યું કે તમારાં માતા મુસ્લિમ હતાં અને તેમનો દીકરો પણ મુસ્લિમ છે તેથી તેના પર હક દીકરાનો છે કારણ કે નિવૃત્તિ બાદ પણ સંપત્તિ માતાની હતી, તેથી એ દીકરાને જ આપવામાં આવે."
અહીં જણાવી દઈએ કે આ મહિલાએ પોતાના સર્વિસ રેકર્ડમાં પોતાના દીકરાને નૉમિની બનાવ્યો હતો.
વકીલ બી. પી. ગુપ્તાનું કહેવું હતું કે કોર્ટે નૉમિની વિશે જરૂર કહ્યું પરંતુ એવું પણ જણાવ્યું કે બાળકો હિંદુ અને માતા મુસ્લિમ છે તેથી તેઓ આ મહિલાનાં દીકરીઓ હોવા છતાં, કાયદેસરનાં વારસ નથી.

શું છે મામલો?

ઇમેજ સ્રોત, BOONCHAI WEDMAKAWAND
આ મામલે વકીલ બી. પી. ગુપ્તાએ જણાવ્યું કે આ મહિલાના પતિ એક પબ્લિક સૅક્ટરમાં કામ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનાં બે દીકરી હતાં અને જ્યારે આ મહિલા ગર્ભવતી હતાં તે સમયે તેમના પતિનું મૃત્યુ થઈ ગયું. આ મહિલાને અનુકંપાના આધારે તેમના પતિના સ્થાને એ જ પબ્લિક સૅક્ટરમાં નોકરી મળી.
પરંતુ આ બાદ મહિલાએ ઘર છોડી દીધું અને તેમની દીકરીઓનું ધ્યાન દાદા-દાદીએ રાખ્યું.
વકીલ જણાવે છે કે, "ત્યારબાદ આ મહિલાએ ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો અને એક મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં."
આ લગ્નથી તેમને દીકરો થયો. તે બાદ વર્ષ 1990માં ત્રણ દીકરીઓ તરફથી તેમને ત્યાગવાને લઈને અને ભરણપોષણ માટેનો દાવો કરાયો અને મામલો તેઓ જીતી ગયાં.
વર્ષ 2009માં માતાનું મૃત્યુ થઈ ગયું અને તેમણે સર્વિસ બુકમાં પોતાનાં દીકરાને નૉમિની બનાવ્યા હતા.
તે બાદ દીકરીઓ તરફથી માતાને નિવૃત્તિના લાભ, પ્રૉવિડન્ટ ફંડ, ગ્રૅચ્યુઇટી, વીમો અને અન્ય લાભને લઈને દાવો કરાયો અને કહેવાયું કે તેઓ તેમનાં બાયૉલૉજિકલ દીકરીઓ છે અને પ્રથમ શ્રેણીનાં ઉત્તરાધિકારી છે.

ઇમેજ સ્રોત, PETER DAZELEY/GETTYIMAGES
સાથે જ ત્રણેય દીકરીઓએ પોતાનાં માતાએ ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો એ વાતને અને દીકરાને ઉત્તરાધિકારી બનાવાયો એ વાતને પડકારી.
આના પર કોર્ટે તેમના દાવાને ખારિજ કરતાં કહ્યું કે મહિલાએ ધર્માંતરણ, લગ્નના રજિસ્ટ્રેશન અને સર્વિસ રેકૉર્ડમાં નૉમિની બનાવવાની બાબતને યોગ્ય ગણાવી.
સાથે જ કોર્ટનું કહેવું હતું કે જો મૃતક મુસ્લિમ છે, તો તેમનો પ્રથમ શ્રેણીનો ઉત્તરાધિકારી બિનમુસ્લિમ ન હોઈ શકે.
કોર્ટમાં અપાયેલ નિર્ણય અંગે જાણકારી આપતાં વકીલ બી. પી. ગુપ્તા જણાવે છે કે, "એક મૃતક મુસલમાનનો ઉત્તરાધિકારી મુસ્લિમ જ હોઈ શકે. સાથે જ આ મામલામાં મહિલાએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે અને તેમનાં દીકરીઓ હિંદુ છે. જોકે વાદી મૃતકનાં વારસ છે પરંતુ તેમને વારસો મેળવવાનો કોઈ હક નથી."
કોર્ટે આ મામલે ગુજરાત હાઇકોર્ટના નયના ફિરોઝખાન પઠાણ ઉર્ફે નસીમ ફિરોઝખાન પઠાણ કેસનો સંદર્ભ લીધો, જેમાં કહેવાયું હતું કે મુસ્લિમો પર મુસ્લિમ પર્સનલ લૉ લાગુ થાય છે.
તેમજ કોર્ટે કહ્યું કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ અનુસાર પણ એક હિંદુ દીકરીનો મુસ્લિમ માતાની સંપત્તિ પર કોઈ અધિકાર નથી.
ભારતના જાણીતા બંધારણના જાણકાર પ્રોફેસર ફૈઝાન મુસ્તફાનું કહેવું છે કે ધર્માંતરણ થવા પર, સંબંધ જ ખતમ માની લેવાય છે.
તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે, "ધારો કે માતા જો હિંદુ હોય અને દીકરીઓ મુસ્લિમ બની જાય, તો પણ દીકરીઓને સંપત્તિનો અધિકાર નથી હોતો."

મુસ્લિમ લૉ અને હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 સંપત્તિમાં અધિકાર પર શું કહે છે?

ઇમેજ સ્રોત, DEV IMAGES/GETTYIMAGES
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956માં પિતાની સંપત્તિ પર દીકરીને અધિકાર અપાયા છે.
આ કાયદો હિંદુ ધર્મ સિવાય, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પર લાગુ થાય છે.
અમુક વ્યક્તિના મૃત્યુ બાદ તેની સંપત્તિ કેવી રીતે વિભાજિત થશે, તે આ કાયદામાં જણાવ્યું છે, તેમજ આના સૅક્શન 14માં મહિલાઓને આ અધિકાર અપાયા છે.
જોકે આ પહેલાં જો કોઈ વ્યક્તિ પોતાના વસિયતનામામાં છોકરી કે મહિલાને ભાગ ન આપે, તો આવી પરિસ્થિતિમાં એ છોકરી કે મહિલાને પૈતૃક સંપત્તિમાં પુરુષોની સરખામણીએ ઓછા અધિકાર મળ્યા હતા.
તે બાદ હિંદુ ઉત્તરાધિકાર (સંશોધન) અધિનિયમ, 2005 લાવવામાં આવ્યો અને તેના સૅક્શન 6માં સંશોધન કરાયું.
આ સંશોધન લાવીને સંપત્તિમાં દીકરી અને પુત્રીને સમાન અધિકાર અપાયા.
સાથે જ એવું પણ કહેવાયું કે જો પિતાનું મૃત્યુ 2005 અગાઉ થયું હોય, તો પણ મહિલાને સંપત્તિમાં અધિકાર મળશે.
પરંતુ જો વારસ શીખ, બૌદ્ધ અને જૈન ધર્મ છોડીને કોઈ અન્ય ધર્મ અપનાવી લે તો તેને પણ સંપત્તિમાં કોઈ અધિકાર નહીં મળે.

પરંતુ સંપત્તિમાં શું આવે છે?
સંપત્તિમાં સ્થાવર અને જંગમ બંને મિલકતો આવી જાય છે. આ સંપત્તિમાં પૈતૃક સંપત્તિ અને એ સંપત્તિ સામેલ હોય છે, જે વ્યક્તિએ જાતે ખરીદી હોય છે. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956માં સૅક્શન 14 હેઠળ મહિલાઓને અધિકાર અપાયા,
પરંતુ આ લાગુ થાય એના માટે એ જરૂરી છે કે મહિલાનો સંપત્તિમાં કાં તો માલિકી હક હોય, વસિયતમાં નામ સામેલ હોય કે પછી સ્ત્રીધન તરીકે લગ્ન પહેલાં કે પછી મળી હોય કે કોઈ એવી સંપત્તિ, જે મહિલાએ જાતે મેળવી હોય.
જો પિતાના મૃત્યુ વગર વસિયત બનાવવામાં આવે, તો મહિલાને પૈતૃક સંપત્તિમાં જે અધિકાર છે, એવી જ રીતે એ વ્યક્તિ દ્વારા બનાવાયેલ સંપત્તિમાં પણ અધિકાર મળશે.
જો કોઈ મહિલાનું મૃત્યુ વસિયતનામું બનાવ્યા વગર થઈ જાય તો?
કાયદામાં જોગવાઈ છે કે જો મહિલાએ સંપત્તિ પિતા મારફતે મેળવી હોય તો આવી પરિસ્થિતિમાં તેનાં બાળકોને અપાશે.
જો આ મહિલાનાં પોતાનાં બાળકો નથી, તો આવી સ્થિતિમાં સંપત્તિ હાલના પિતાના અન્ય ઉત્તરાધિકારીને મળી જશે અને જો આ સંપત્તિ તેમને તેમના પતિ મારફતે મળી હોય તો સંપત્તિ પતિના ઉત્તરાધિકારીને મળી જશે.
આવી સ્થિતિમાં કાયદાના જાણકારો કહે છે કે દરેક વ્યક્તિએ વસિયતનામું બનાવવું જોઈએ.

મુસ્લિમ લૉમાં વારસાને લઈને શું કહેવાયું છે?

ઇમેજ સ્રોત, SAMERE FAHIM PHOTOGRAPHY/GETTYIMAGES
મુસ્લિમ લૉ વિશે સમજાવતાં ફૈઝાન મુસ્તફા જણાવે છે કે અહીં સંપત્તિ બે ભાગમાં વહેંચાશે.
એટલે કે દીકરાનો શૅર બમણો હોય છે અને દીકરીને અડધો ભાગ અપાય છે.
માની લો કે કોઈ વ્યક્તિનો એક દીકરો અને એક દીકરી છે અને સંપત્તિના ત્રણ ભાગ થયા તો તેમાં બે ભાગ છોકરાને અપાશે અને એક ભાગ દીકરીને મળશે.
તેઓ જણાવે છે કે ઇસ્લામમાં પૈતૃક સંપત્તિ નથી મનાતી અને ઇસ્લામ એવો પ્રથમ ધર્મ છે જ્યાં દીકરીને ઉત્તરાધિકારી માનવામાં આવી છે.
ઇસ્લામમાં એવું પણ કહેવાયું છે કે મહિલાને પોતાના પિતા, પતિ અને દીકરાની સંપત્તિમાં પણ ભાગ મળશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં- Facebook પર અહીં , Instagram પર અહીં , YouTube પર અહીં , Twitter પર ફૉલો કરવા અહીં ક્લિક કરો.














