કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં જેસલમેરમાં લગ્ન, પ્રેમકહાણી ક્યારે શરૂ થઈ?

કિયારા અને સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, Siddharth Malhotra

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા શેરશાહ ફિલ્મમાં સાથે જોવાં મળ્યાં હતાં.
  • રાજસ્થાનના જેસલમેરમાં બંને લગ્નસંબંધમાં જોડાશે એવા સમાચાર આવી રહ્યા છે.
  • કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેમના મિત્રો તથા પરિવારજનો જેસલમેર પહોંચી રહ્યા છે, તેવી તસવીરો મીડિયામાં શૅર કરાઈ રહી છે.
લાઇન

બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવા સમાચારો સમયાંતરે આવતા રહે છે, પણ હવે આ બધી અફવા પર મહોર લાગી ગઈ છે.

અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન કરી રહ્યાં છે. આ જોડી જેસલમેરના સૂર્યગઢ પૅલેસમાં લગ્ન કરશે.

લગ્નની તૈયારી માટે કિયારા અને જાણીતા ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જેસલમેર પહોંચી ગયા હતા.

સમાચાર અનુસાર, કિયારા અને સિદ્ધાર્થ લગ્નની સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી શાહરુખ ખાનના બૉડીગાર્ડ રહી ચકેલા યાસીન કરશે. લગ્ન સમારોહમાં પરિવારની સાથેસાથે કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, મીરા રાજપૂત જેવાં અંગત મિત્રો સામેલ થશે.

line

ફિલ્મ શેરશાહ દરમિયાન શરૂ થઈ પ્રેમકહાણી

કિયારા અને સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, Siddharth Malhotra

સિદ્ધાર્થ અને કિયારાનાં લગ્નને કવર કરવા મુંબઈથી અનેક ફોટોગ્રાફરો જેસલમેર પહોંચી ગયા છે. આ વાતનો ખુલાસો ખુદ જાણીતા ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે.

તેમણે લખ્યું, 'અમે કિયારા અને સિદ્ધાર્થનાં લગ્નને કવર કરવા જેસલમેર જઈ રહ્યા છીએ.'

મીડિયામાં હાલમાં બંનેનાં લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જોડી એકબીજાને ડેટ કરી રહ્યાં છે એ વાતનો ખુલાસો ત્યારે થયો ત્યારે દેશના બહાદુર આર્મી જવાન વિક્રમ બત્રાની જિંદગી પર બનેલી ફિલ્મ શેરશાહની સફળતા બાદ આ જોડી ખૂબ ચર્ચામાં આવી.

ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થએ વિક્રમ બત્રાનો રોલ નિભાવ્યો હતો, તો અભિનેત્રી કિયારાએ વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિંપલનો રોલ કર્યો હતો.

આ જોડી ઑનસ્ક્રીન સફળ થાય એ પહેલાં ફિલ્મના શૂટિંગ દરમિયાન જ સિદ્ધાર્થ અને કિયારાની રિયલ લાઇફ લવસ્ટોરી શરૂ થઈ ગઈ હતી.

અને ફિલ્મના રિલીઝ બાદ બધાની આ જોડી પર નજર પડી હતી.

line

કરણ જોહરના શો કૉફી વિથ કરણથી ઈશારો

કિયારા અને સિદ્ધાર્થ

ઇમેજ સ્રોત, ANI

સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના હોમ ટાઉન દિલ્હીમાં પરિવાર સાથે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે એવા સમાચારો આવ્યા હતા. જોકે ત્યાર બાદ મીડિયામાં તેમની તસવીરો પણ આવી કે તેઓ અને તેમના પરિવારજનો રાજસ્થાન પહોંચી ગયા છે. મીડિયામાં તેમનાં લગ્ન વિશે ઘણી વાર અટકળો આવી, પરંતુ આ કપલે ક્યારેય દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ જાહેર કર્યો નથી.

સિદ્ધાર્થ અને કિયારાને તેમના સંબંધો વિશે ઘણી વખત સવાલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમણે ક્યારેય મીડિયામાં કોઈ સ્પષ્ટતા કરી નહોતી અને ક્યારેય આ વિશે વાત કરી નથી.

તેમના પ્રેમ વિશે મીડિયામાં પહેલી વાર જ્યારે સિદ્ધાર્થ કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં આવ્યા હતા, ત્યારે કરણ વારંવાર સિદ્ધાર્થને કિયારાના નામથી ચીડવતા જોવા મળ્યા હતા.

તો જ્યારે કિયારા કૉફી વિથ કરણ શોમાં આવ્યાં ત્યારે તેમને પણ સિદ્ધાર્થનું નામ લઈને ચીડવતા જોવા મળ્યા હતા. આ એપિસોડ પછી જ બંનેના પ્રેમની ચર્ચા શરૂ થઈ હતી.

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'આ કપલ ખૂબ જ ક્યૂટ છે... ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણને સાચો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. બંને એકસાથે સુંદર લાગે છે.'

આ સાથે કંગનાએ સિદ્ધાર્થ અને કિયારાને પણ ટૅગ કર્યાં. કંગનાની આ ઇન્સ્ટા સ્ટોરી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. કંગના સિવાય અન્ય સ્ટાર્સ પણ આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યાં છે.

line

કલાકારોને સાથ લાવવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા

કિયારા

ઇમેજ સ્રોત, Ani

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કો-સ્ટાર્સ સાથે લગ્ન કરવાના વધી રહેલા ટ્રેન્ડ વિશે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર ભારતી દુબે કહે છે, "આ ટ્રેન્ડ દરેક સાથે જોડાયો છે. જાણીતી જોડીએ એકબીજા સાથે લગ્ન કર્યાં છે. પરંતુ સોશિયલ મીડિયાના કારણે આ ટ્રેન્ડ હવે વધ્યો છે. આ સોશિયલ મીડિયા જ તેમને સ્ટાર બનાવે છે અને તેમની જોડીને લોકપ્રિય પણ બનાવે છે."

"ઉદાહરણ તરીકે, બિગ બૉસ પછી કરણ કુન્દ્રા અને તેજસ્વિની પ્રકાશ. તો રણવીર અને દીપિકા હોય કે રણબીર - આલિયા કે વિકી કૌશલ અને કેટરિના- આજની પેઢીને લગ્ન પછી તેમની લોકપ્રિયતા ઘટશે કે નહીં તેની પરવા નથી અને હવે દર્શકોને પણ પરવા નથી. 90ના દાયકામાં આવું ચોક્કસ હતું, તેથી જ સ્ટાર્સ છુપાવીને લગ્ન કરતાં હતાં, પરંતુ આજે એવું નથી.

પોતાની વાત આગળ વધારતા ભારતી દુબે કહે છે, "લોકો તેમને ફિલ્મોમાં જુએ છે અને વાસ્તવિક જીવનમાં પણ એટલા જ પસંદ કરે છે. આ કલાકારોને સાથે લાવવામાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા મોટી ભૂમિકા ભજવે છે. જેમ કે જ્યારે પણ તેઓ સાથે આવે છે, ચાહકો તેમના વીડિયો વાઇરલ કરે છે, તેમને ઘણો પ્રેમ આપે છે, આથી તેઓ એક મજબૂત કપલ ​​લાગે છે."

"વધારે પડતું એક્સપોઝર પણ ન હોવું જોઈએ, તે ડરની વાત છે, નહીં તો બૉક્સ ઑફિસના લાભ સાથે તેમને બિઝનેસમાં પણ સફળતા મળે છે, કારણ કે જ્યારે તેઓ કપલ બને છે ત્યારે તેમને મોટી બ્રાન્ડ્સ અને ઘણી મોટી જાહેરાતો મળે છે. જેમ કે દીપિકા- રણવીર, વિરાટ-અનુષ્કા, કેટરિના-વિકી અને રણબીર-આલિયા, સૈફ-કરીના - તેમની પાસે ઘણી બ્રાન્ડ્સ છે. કલાકારોનાં લગ્નનો ટ્રેન્ડ આ કલાકારો માટે ખૂબ જ સકારાત્મક છે. આ તેમની માર્કેટ વેલ્યુ વધારે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન