તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા TMKUC : સતત વિવાદો વચ્ચે ઘેરાયા બાદ પણ શોએ પૂરા કર્યા 3600 એપિસોડ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઇમેજ સ્રોત, MANISH SHUKLA

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી માટે
લાઇન
  • પાછલાં 15 વર્ષ સતત ચાલી રહેલ કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની લોકપ્રિયતા સાથે શો સાથે જોડાયેલા વિવાદો પણ સામે આવી રહ્યા છે
  • પાછલા ઘણા સમયથી શોનાં કેટલાંક મુખ્ય કલાકારો શો છોડીને ચાલ્યા ગયા હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી, જોકે હવે મેકરોએ આ ખોટ ભરવાનું ધારી લીધું છે
  • આગામી સમયમાં શોમાં જૂનાં પાત્રોની નવી ઍન્ટ્રી થઈ શકે છે
  • તાજેતરમાં શોને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો હતો, શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવતા કલાકાર શૈલેશ લોઢાએ મેકર પર પોતાનું લાખો રૂપિયાનું પેમેન્ટ અટકાવ્યાનો આરોપ મૂક્યો હતો
  • આ આરોપને મેકરોએ રદિયો આપતાં ક્લોઝર માટે શૈલેશને સહકાર આપવા જણાવ્યું હતું
લાઇન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતીય ટેલિવિઝનનો સૌથી સફળ અને દર્શકોનો સૌથી મનગમતા શોમાંથી એક રહ્યો છે.

આ શો લગભગ 15 વર્ષોથી દર્શકોનું મનોરંજન પૂરું પાડતો આવ્યો છે. આ વર્ષોમાં ઘણા નવા કલાકાર આ શો સાથે જોડાયા છે, તો સામે ઘણા કલાકારોએ આ શોને અલવિદા પણ કહી છે.

શોમાં થયેલા ઘણા ફેરફારોને લઈને શોની ટીઆરપી પર અસર થતી જોવા મળી છે, પરંતુ હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા શક્ય દરેક પ્રયત્ન કરી રહ્યા હોઈ, તેથી શો માટે નિર્માતા ફરી એક વાર જૂનાં પાત્રોની નવી ઍન્ટ્રી કરાવવા જઈ રહ્યા છે. શોમાં થોડા સમયમાં નવા ટપ્પૂ અને ટપ્પૂનાં માતા એટલે કે દયાબહેનની ઍન્ટ્રી થશે.

line

જલદી જ દયાબહેન અને ટપ્પૂની ન્ટ્રી થશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ

ઇમેજ સ્રોત, RAJ_ANADKAT

શોની ટીઆરપીનો ખ્યાલ રાખતા 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં જલદી જ દયાબહેન અને ટપ્પૂની ઍન્ટ્રી થશે.

જોકે તેમની શોધ હજુ સુધી પૂર્ણ થઈ નથી, પરંતુ શોના નિર્માતા રાત-દિવસ આ બંને કલાકારો માટે ઑડિશન પર ઑડિશન લઈ રહ્યા છે. આ પાત્રો માટે રાત-દિવસ ઑડિશન ચાલી રહ્યાં છે, તેમજ શોમાં જૂનાં પાત્રોની ઍન્ટ્રી થઈ પણ ચૂકી છે.

શોમાં બાવરીના પાત્રની રિઍન્ટ્રી થઈ છે. આ પાત્ર માટે અભિનેત્રી નવીના વાડેકરની પસંદગી કરાઈ છે.

નવીના વાડેકર અંગે શોના નિર્માતા અસિતકુમાર મોદી કહે છે કે, "હું બાવરીના પાત્ર માટે એક નવો અને માસૂમ ચહેરો શોધતો હતો અને સૌભાગ્યથી અમે જેની શોધ કરી રહ્યા હતા એ મળી ગયું છે."

શોમાં બાવરીના આવતાં જ સેટમાંથી બાવરી અને બાઘાની તસવીરો પણ વાઇરલ થવા લાગી છે અને સાથે જ ઉત્સાહ સાથે શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

line

શૈલે લોઢાએ શોના મૅકર પર લગાવ્યા આરોપ

શૈલેશ લોઢા

ઇમેજ સ્રોત, Getty Images

એક બાજુ શોનાં પાત્રો માટે કલાકારોની શોધ ચાલી રહી છે, ત્યારે ફરી એકવાર શો સાથે જોડાયેલો વધુ એક વિવાદ ઊભો થઈ ગયો છે. હવે આ નવો વિવાદ શૈલેશ લોઢાને લઈને આવ્યો છે.

તાજેતરમાં જ શૈલેશ લોઢાએ શો ના મેકરો પર એવો આરોપ લગાડ્યાની વાત સામે આવી હતી કે શોના મૅકરોએ તેમના શો છોડ્યાના છ મહિના પછી પણ તેમના બાકી નીકળતા લાખો રૂપિયાની ચુકવણી કરી નથી.

આ અંગે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોજેક્ટ હેડ સુહેલ રમાનીનું નિવેદન સામે આવ્યું છે જે અંગે તેઓ કહે છે કે, "કોઈ પણ કલાકારનું પેમેન્ટ અટકાવ્યું નથી. શૈલેશ લોઢાનો આરોપ ખોટો છે."

આ આરોપને નકારી કાઢતાં તેમણે નિવેદનમાં કહ્યું કે, "દરેક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા અને અમારું બાકી પેમેન્ટ લેવા માટે ઘણી વાર ઇમેઇલ અને ફોન કર્યા પછી પણ શૈલેશ લોઢા હસ્તાક્ષર કરવા ઑફિસ આવ્યા નથી."

"જ્યારે તમે કોઈ કંપની અથવા શો છોડો છો, ત્યારે હંમેશાં એક સત્તાવાર પ્રક્રિયા હોય છે, જેને પૂર્ણ કરવાની આવશ્યકતા હોય છે. દરેક કલાકાર, કર્મચારી અથવા ટેકનિશિયને આ પ્રક્રિયા અનુસરવાની હોય છે. કોઈ પણ કંપની તેના વગર પેમેન્ટ નહીં કરે."

line

કોઈ પણ કંપનીને ખોટી રીતે બદનામ કરવું અયોગ્ય'

ગોકુલધામ

ઇમેજ સ્રોત, MANISH SHUKLA

'તારક મેહતા કા ઉલટા ચશ્મા'ના પ્રોડક્શન હાઉસના નજીકનાં સૂત્રોએ જણાવ્યું છે કે, "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લાં 15 વર્ષથી દર્શકો પાસેથી પ્રેમ અને પ્રશંસા મેળવી રહ્યો છે. જોકે ક્યારેક અસંતુષ્ટ લોકો ખોટી માહિતી ફેલાવવાના પ્રયત્નો કરે છે. દરેક કંપનીની એક સિસ્ટમ હોય છે."

"જ્યારે પણ કોઈ કર્મચારી અથવા કલાકાર પૂર્ણ અને અંતિમ પેમેન્ટ લેવા માટે જાય છે, ત્યારે તેમણે આ સિસ્ટમ અનુસરવાની હોય છે. કંપનીએ આજ સુધી કોઈ પણ કલાકારનું પેમેન્ટ બાકી રાખ્યું નથી. અધૂરી જાણકારીના આધારે કોઈ પણ કંપનીને બદનામ કરવું એ અયોગ્ય અને અનૈતિક છે."

તેમણે લાંબા ગાળા સુધી શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાના આરોપોના જવાબમાં આગળ જણાવ્યું કે, "શૈલેશ લોઢા અને અન્ય કલાકાર પ્રોડક્શન હાઉસના પરિવારની જેમ રહ્યા છે. અમે સંબંધિત વ્યક્તિના સન્માન માટે તેમના સિરિયલ છોડવાની વાતે મૌન જાળવેલું છે. જ્યારે કોઈ કલાકાર આ પ્રકારનો વ્યવહાર કરે છે, ત્યારે આ ઘણું દુખદ અને પીડાદાયક હોય છે."

"શોમાંથી મળેલાં સંબંધ અને લોકપ્રિયતાને ભૂલી જવાં એ અયોગ્ય છે. પેમેન્ટ કોઈ મુદ્દો નથી. તેમને તેમનું બાકી પેમેન્ટ મળી જશે, પરંતુ તેમણે ક્લોઝર કરવા અને કાગળો પર હસ્તાક્ષર કરવાની જરૂર છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની પ્રતિષ્ઠા અને સદ્ભાવના છે. કંપનીએ પેમેન્ટની ચુકવણીમાં એક દિવસનો પણ વિલંબ કર્યો નથી. જો એવું હોય તો પ્રોડક્શન સાથે કોઈ કલાકાર કામ ન કરે."

"આટલા લાંબા સમય સુધી ચાલનારા દૈનિક શોમાં કામ કરતા દરેક કલાકારને શિસ્તમાં રહેવું પડે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એક દૈનિક શો છે અને શોની ગુણવત્તા બનાવી રાખવા માટે ટીમ 24 કલાક કામ કરે છે."

line

3600થી વધુ એપિસોડ સાથે રન જેઠા રન ગેમ થઈ લૉન્

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ઇમેજ સ્રોત, NEHA MEHTA/INSTAGRAM

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સૌથી લાંબા ચાલનારા શોમાંથી એક છે. જે પહેલાં 2008માં પ્રસારિત થયો હતો અને હવે 3600થી વધુ એપિસોડ સાથે તેના 15મા વર્ષમાં છે.

તેમના પ્રમુખ શો સિવાય નીલા ફિલ્મ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ આ શોને યૂટ્યૂબ પર મરાઠીમાં 'ગુકુલધામચી દુનિયાદારી' અને તેલુગુમાં 'તારક મામા અયો રામા' તરીકે સ્ટ્રીમ કરે છે. અસિતકુમાર મોદી દ્વારા દરેક શો લખવામાં અને બનાવવામાં આવ્યા છે.

એટલું જ નહીં તાજેતરમાં જ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'એ તેમની નવી ગેમ પણ લોન્ચ કરી છે, જેનું નામ રન જેઠા રન છે. આટલા ઓછા સમયમાં આ ગેમને લોકો પસંદ પણ કરી રહ્યા છે.

યૂટ્યૂબ પર 'તારક મેહતા કા ચશ્માટનું બાળગીત પણ શરૂ કરી દીધું છે. આવું પહેલી વાર બન્યું છે કે કોઈ શોની સફળતા એટલી બધી વધી ગઈ હોય કે તેના નામથી આટલું બધું લોન્ચ કરવામાં આવ્યું હોય.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન