કેરળમાં 'લૉટરીના પૈસા માટે બે મહિલાનો માનવબલિ' અપાયો?

ઇમેજ સ્રોત, BBC/ARUN CHANDRA BOSE

(ચેતવણીઃ આ અહેવાલની કેટલીક વિગતો આપને વિચલિત કરી શકે છે)

કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં કથિત રીતે આર્થિક સમૃદ્ધિ માટે બે મહિલાનો બલિ ચડાવાયાનો મામલો સામે આવ્યો છે.
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે લૉટરીવિક્રેતા પદ્મા અને રોસલિનનું અપહરણ કરી લેવાયું હતું અને બાદમાં તેમની હત્યા કરી દેવાઈ.
આ મામલે કેરળના એર્નાકુલમના એક દંપતી સહિતના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કોચ્ચી પોલીસ કમિશનર સીએચ નાગરાજુએ જણાવ્યું કે બંને મહિલાના શરીરનાં તમામ અંગો મળી આવ્યાં છે. પીડિતાના શરીરનાં કેટલાંક અંગોને ત્રણ ખાડામાં દાટવામાં આવ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે કહ્યું કે "એવી આશંકા છે કે આરોપીઓએ મહિલાઓની હત્યા કર્યા બાદ શરીરનાં અંગો ખાધાં હશે. તેની તપાસ કરાઈ રહી છે, પરંતુ હજુ સુધી પુષ્ટિ થઈ નથી."
"મુખ્ય આરોપી શફી વિકૃત માનસિકતાવાળી વ્યક્તિ છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે શું આવા વધુ કિસ્સા બન્યા છે અને આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ."
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી શફીએ જાતીય શોષણ કર્યું છે કે કેમ. આ કેસ ઉપરાંત મુખ્ય આરોપી શફી સામે જુદા જુદા ગુનામાં 8 કેસ નોંધાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પોલીસનું કહેવું છે કે આ દંપતી આર્થિક તંગીમાં હતું.
ભગવલસિંહ કેરળના તિરુવલ્લાના પથાનમથિટ્ટાના રહેવાસી છે. તેઓ ટ્રેડીશનલ ફિઝિશિયન તરીકે જાણીતા છે. લૈલા તેમનાં પત્ની છે. આ દંપતી માનવબલિમાં રુચિ ધરાવતું હતું.
કેરળમાં 49 વર્ષીય રોસલિન લૉટરી ટિકિટ વેચતા હતા. તેમના સંબંધીઓ કહેતા હતા કે તેઓ જૂનમાં ગુમ થઈ ગયા હતા. 17 ઑગસ્ટે ઉત્તરપ્રદેશમાં રહેતી તેમની પુત્રીએ આ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જ્યારે પોલીસે આ અંગે તપાસ કરી ત્યારે ખબર પડી કે 52 વર્ષીય પદ્મા તામિલનાડુના ધરમપુરીનાં છે અને તેઓ એર્નાકુલમ રેલવેસ્ટેશનમાં લૉટરી ટિકિટ પણ વેચતાં હતાં, તેઓ 27 સપ્ટેમ્બરના રોજ ગુમ થયાં હતાં.
પોલીસે આ બંને મહિલાના ગુમ થયાના કેસની તપાસ ચાલુ રાખી હતી.
કડાવંથરા પોલીસે બીબીસી સાથે આ તપાસ અંગે વાત કરી હતી કે, "અમને સીસીટીવી ફૂટેજ પરથી ખબર પડી કે કોઈ પદ્માને ઉપાડી ગયું છે. અને તે વ્યક્તિનું નામ રાશિદ ઉર્ફે મોહમ્મદ શફી છે. તેણે તિરુવલ્લાના પથનમથિટ્ટાના ફિઝિશિયન ભગવલસિંહ અને તેની પત્ની લૈલા માટે પદ્માનું અપહરણ કર્યું હતું."
તેમને આર્થિક સમસ્યાઓ હતી. તેથી મોહમ્મદ શફીએ તેમની આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે માનવબલિનો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપી.
પોલીસે જણાવ્યું કે પદ્માને બલિ માટે દંપતીના ઘરે લઈ જવામાં આવી હતી.

પદ્મા કેરળ કેમ ગયાં?

કેરળના દક્ષિણ ઝોનના જનરલ ઇન્સ્પેક્ટર પ્રકાશે જણાવ્યું હતું કે "મોહમ્મદ શફીએ અલગ-અલગ સમયે એર્નાકુલમથી બે અલગ-અલગ મહિલાને દંપતીના ઘરે લાવવામાં મદદ કરી હતી. શરૂઆતમાં અમે માનતા હતા કે માનવબલિ માટે એક વ્યક્તિને લાવવામાં તેઓ મધ્યસ્થી રહ્યા હતા. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે વધુ એક મહિલાનો બલિ ચડાવાયો હતો અને શફી આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે."
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ મળ્યા છે.

ઇમેજ સ્રોત, ARUN CHANDRA BOSE
કોચ્ચી સિટી પોલીસ કમિશનર નાગાર્જુન ચક્કિલમે આ તપાસ અંગે વિગતવાર વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "પદ્મા કેવી રીતે ગુમ થઈ એ અંગે જ્યારે અમે તપાસ કરી, ત્યારે તેના છેલ્લા સેલફોન ટાવર લોકેશન પરથી જાણવા મળ્યું કે તેની સાથે છેલ્લે શફીએ વાત કરી હતી. તેથી અમે શફીની તપાસ કરી અને તેમણે સ્વીકાર કર્યો કે તિરુવલ્લામાં માનવબલિ માટે પદ્મા સહિત બે મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ અમે દંપતીની પૂછપરછ કરી. તેમણે માનવબલિમાં રોસલિન નામની બીજી મહિલાની હત્યા કરવાનો પણ સ્વીકાર કર્યો છે."
તપાસકર્તાઓ કહે છે કે આ કેસમાં વધુ વિગતો માટે આ હત્યાઓની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તપાસ હજુ ચાલુ છે.
તામિલનાડુના ધરમપુરીમાં રહેતા પદ્માના પતિ રંગને જણાવ્યું હતું કે, "મેં મારા પત્નીને રોજગારી માટે કેરળ મોકલ્યાં હતાં. જો મને આ અંગે પહેલાંથી જ ખબર હોત તો મેં તેમને મોકલ્યા જ ન હોત. હું વૃદ્ધ હોવાથી કામ કરી શકતો ન હતો, તેથી તે ત્યાં ગઈ હતી. પરંતુ તેનું આ રીતે મૃત્યુ થશે એ મે વિચાર્યુ ન હતું."
ઑગસ્ટમાં રોસલિનનાં પુત્રી મંજુ તેમનાં માતાની શોધમાં ઉત્તરપ્રદેશથી કેરળ આવ્યાં હતાં, ત્યારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મંજુ કહે છે કે, તેમણે તેમની માતાની હત્યાની વિગતો સમાચાર-મીડિયા દ્વારા જ જાણી હતી.
બંને મહિલાઓના મૃતદેહો ટુકડા-ટુકડામાં મળ્યા હતા તેથી પરિવારજનો પણ તેમને ઓળખી શક્યા નહોતા. બંનેના મૃતદેહોને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન કહે છે કે આ ઘટના માનવતા પર કંલક છે. તેમણે કહ્યું કે કેરળ જેવા રાજ્યમાં અંધવિશ્વાસના નામે હત્યાઓ એ અકલ્પનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે.

આરોપી કોણ છે?

ઇમેજ સ્રોત, BBC/ARUN CHANDRA BOSE
પદ્મા અને રોસાલિ નામનાં બે મહિલાઓ તામિલનાડુના ધરમાપુરમથી આવ્યાં હતાં. તેઓ કોચીમાં રહેતાં હતાં. 49 વર્ષનાં રોસાલિ થ્રિસુર જિલ્લાનાં હતાં અને કલડી નામના ગામમાં રહેતાં હતાં.
પદ્માના પુત્રે સપ્ટેમ્બર મહિનામાં પોતાનાં માતાના ગાયબ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
પદ્મા ફેબ્રુઆરી મહિનાથી કોચીમાં એક રૂમમાં રહેતાં હતાં. તેમનાં બહેન પલનિઅમ્માએ બીબીસીને જણાવ્યું કે તેઓ એકલાં રહેતાં હતાં પરંતુ મને રોજ ફોન કરતાં હતાં.
જોકે પલનિઅમ્માને બહેનના કૉલ આવતા બંધ થઈ ગયા તેથી તેમણે તેમની ઘરે જવાનું નક્કી કર્યું. તેમણે બીબીસીને જણાવ્યું કે, "હું જ્યારે ત્યાં ગઈ ત્યારે ઘર બંધ હતું. અને બહેનનો ફોન બંધ હતો" .
પોલીસે પદ્માના ફોનની લોકેશન ટ્રેસ કરી, ફોન પથનમથિત્તા પાસે 113 કિલોમિટર દૂર કોચીમાં મળ્યો. ત્યારે જ પોલીસે જોયું તે તેમણે આરોપી શફીના અનેક કૉલ રિસીવ કર્યા હતા.
શફીના કૉલ રેકૉર્ડ્સથી પોલીસે જાણ્યું કે તે ભગવલસિંહના સંપર્કમાં હતો.
જોકે પોલીસ તપાસ પછી ભગવલસિંહે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભગવલસિંહ, તેમનાં પત્ની અને શફીએ મળીને રોસાલી નામનાં મહિલાની જૂનમાં હત્યા કરી હતી.
પોલીસ ઇન્સપેક્ટર પી પ્રકાશે કહ્યું કે, "મર્ડરનો આ કેસ ખૂબ જ વિચિત્ર છે".
"અમે તપાસ કરી રહ્યા છીએ કે મર્ડર ક્યારે થયાં હતાં. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે શું આ રીતે અન્ય મર્ડર પણ કરવામાં આવ્યાં હતાં કે નહીં".

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













