You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમ સિંહનું નિધન
સમાજવાદી પાર્ટીના સ્થાપક નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે સોમવારે સવારે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ઉત્તર પ્રદેશમાં નેતાજીના હુલામણા નામથી જાણીતા મુલાયમ સિંહને 22 ઑગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરને કારણે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં ખાસ સુધારો ન થતાં તેમને પહેલી ઑક્ટોબરના રોજ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના ટ્વીટ પ્રમાણે તેમના પુત્ર અને યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કહ્યું છે કે, 'મારા આદણીય પિતાજી અને બધાના નેતાજી નથી રહ્યા.'
તેઓ ગત બીજી ઑક્ટોબરથી ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં ભરતી હતા.
રવિવારના મેદાંતા હૉસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મુલાયમસિંહ યાદવની તબિયત નાજુક છે અને તેમને જીવનરક્ષક દવાઓ પર જીવી રહ્યા છે.
વડા પ્રધાને શ્રદ્ધાંજલિ આપી
મુલાયમસિંહ યાદવના નિધનના સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારતના ટોચના નેતાઓ અને રાજકીય દળો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું કે, "મુલાયલમસિંહ યાવદજીએ યુપી અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ ઇમર્જેન્સી વખતે લોકશાહીના મુખ્ય સિપાહી હતા. રક્ષામંત્રી તરીકે તેમણે મજબૂત ભારત માટે કામ કર્યું. સંસદમાં તેમનાં કથનો વ્યાવહારિક હતાં જેમાં તેઓ દેશના હિતોને ધ્યાનમાં રાખતા હતા."
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું કે, "ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી નેતા મુલાયમસિંહ યાદવના નિધનના દુ:ખદ સમાચાર મળ્યા. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણમાં સ્થાન આપે અને તેમના બધા પ્રશંસકો અને પરિજનોને અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો