વેદાંતા-ફૉક્સકોન વિવાદ : શા માટે મહારાષ્ટ્ર અને ગુજરાત વારંવાર આમનેસામને આવી જાય છે?

વેદાંતા ફૉક્સકોન વિવાદ

ઇમેજ સ્રોત, Facebook

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
line
  • વેદાંતા-ફૉક્સકોન પ્રોજેક્ટ માટે ગુજરાત પહેલાં મહારાષ્ટ્રની થઈ હતી પસંદગી
  • અંતિમ તબક્કા સુધી પહોંચેલો પ્રોજેક્ટ અંતે ગુજરાતને મળતા રાજકીય વિવાદ
  • વેદાંતાના ચૅરમેને ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં પણ રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી
  • વારંવાર ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી થતી હોવા પાછળનું કારણ શું?
line

"આજે ઇતિહાસ બની રહ્યો છે. હું કહેતા ખુશી અનુભવી રહ્યો છું કે વેદાંતા-ફૉક્સકોન સેમિકંડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં બનશે. વેદાંતાનું 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતની આત્મનિર્ભર સિલિકૉન વૅલીને હકીકત બનાવશે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વેદાંતા ગ્રૂપના ચૅરમેન અનિલ અગ્રવાલે 13 સપ્ટેમ્બરે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા બાદ આ ટ્વીટ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને ગુજરાતમાં સેમિકંડક્ટર પ્રોજેક્ટને આવકાર્યો હતો.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

મહારાષ્ટ્રના વિપક્ષના નેતાઓનો આરોપ છે કે વેદાંતા ગ્રૂપ અને તાઇવાનની કંપની ફૉક્સકોનના સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ યુનિટની પહેલાં મહારાષ્ટ્રમાં સ્થાપના થવાની હતી. જેની છેલ્લી ઘડીએ ગુજરાતમાં સ્થાપના કરવાની જાહેરાત કરાઈ છે.

આ જાહેરાત બાદ મહારાષ્ટ્રમાં વિપક્ષની પાર્ટીઓ ભાજપ સમર્થિત સરકારની ટીકા કરી રહી છે અને કહી રહી છે કે આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો હોત અને રોજગારીનું પણ સર્જન થયું હોત.

જોકે, આ પહેલી વખત નથી જ્યારે મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાતને કોઈ પ્રોજેક્ટ મળ્યો હોય અને મહારાષ્ટ્રના નેતાઓએ ભાજપ દ્વારા ગુજરાતને લાભ અપાતો હોવાના આક્ષેપ કર્યા હોય.

line

'ગુજરાત સ્પર્ધામાં ક્યાંય હતું જ નહીં'

વેદાંતા ફૉક્સકોન વિવાદ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ

સેમિકંડક્ટર પ્લાન્ટ ગુજરાતના ફાળે આવ્યા બાદ તાજેતરમાં જ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા નાના પટોલેએ નિવેદન આપ્યું હતું કે 'હવે જો મુંબઈ પણ ગુજરાતનો ભાગ બની જાય તો નવાઈ નહીં.'

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પણ ભાજપ અને ગુજરાત પર પ્રહાર કર્યા છે. અહેવાલમાં સામનાના લેખને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે,

"ભાજપે એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવવા માટે એક શરત મૂકી હતી અને તે શરત અંતર્ગત જ આ થયું છે. આ અમારો આરોપ નથી પણ ચુકાદો છે. જે રીતે ફડણવીસ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ હબને મુંબઈથી ગુજરાત લઈ ગયા. તે જ રીતે શિંદેએ વેદાંતા-ફૉક્સકોન ડીલને ગુજરાત તરફ જવા દીધી. આજે માત્ર આ એક ડીલ છે, આવતીકાલે આખુ મુંબઈ આપી દેશે."

ઠાકરે સરકાર દરમિયાન મહારાષ્ટ્ર વેદાંતા-ફૉક્સકોન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ પ્રોગ્રામ સાથે ચર્ચામાં હતું. મહારાષ્ટ્ર સરકાર તરફથી પૂર્વ ઉદ્યોગમંત્રી સુભાષ દેસાઈ વાટાઘાટ કરી રહ્યા હતા.

આ પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "આ પ્રોજેક્ટ માહિતી અને ટેકનૉલૉજી સંબંધિત હોવાથી તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સ્પર્ધામાં હતા, ગુજરાત સ્પર્ધામાં ક્યાંય હતું જ નહીં. તો અચાનક કંપનીએ ગુજરાત સરકાર સાથે કરાર કેવી રીતે કર્યો?"

ત્યાર બાદ પૂર્વ પ્રવાસનમંત્રી આદિત્ય ઠાકરેએ પત્રકારપરિષદ યોજીને શિંદે સરકારની ટીકા કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તેમણે ટ્વીટ કર્યું હતું કે "આ પ્રોજેક્ટ અન્ય રાજ્યોમાં ગયો તેનું દુ:ખ નથી. પરંતુ એ વાતનું આશ્ચર્ય છે કે આ પ્રોજેક્ટ આપણા રાજ્યમાં કેમ ન આવ્યો?"

તેમણે વધુમાં લખ્યું, "હાલની સરકાર રાજનીતિમાં વ્યસ્ત છે અને ઘરે-ઘરે ફરે છે. વહીવટ, કાયદો અને વ્યવસ્થા પર કોઈનું નિયંત્રણ નથી. મારી સરકારને વિનંતી છે કે પિસ્તોલો કાઢવાનું, ધક્કા મારવાનું અને ગુંડાગીરી કરવાનું બંધ કરો અને આવા મોટા ઉદ્યોગોને રાજ્યમાં લાવો. જેથી બેરોજગાર યુવાનોને રોજગારી મળી શકે."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, "વેદાંતા-ફૉક્સકોન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું કુલ રોકાણ 1.58 લાખ કરોડનું છે. આ પ્રોજેક્ટ પૂણે નજીક તાલેગાંવમાં બનવાનો હતો. તો પછી મહારાષ્ટ્રમાંથી રોજગાર સંભાવનાની આ વિશાળ તક છટકી કેવી રીતે ગઈ?"

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ભાજપ સાથે ગઠબંધન કરે તેવી ચર્ચા વચ્ચે તેમણે કહ્યું, "આ અંગે રાજનીતિ વગર વિચારવું જોઈએ. આ મુદ્દો ગંભીર હોવાથી તેની તપાસ થવી જોઈએ. રોકાણકારો માટે મહારાષ્ટ્ર પ્રાથમિકતા ધરાવતું રાજ્ય હતું. આ રીતે રાજ્યમાંથી રિવર્સ ઇન્વેસ્ટમૅન્ટ શરૂ થવું સારી બાબત નથી. આપણે રાજકારણથી આગળ વધીને આ મુદ્દાને જોવો જોઈએ."

ત્યારે એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે, " આ પ્રોજેક્ટ ગુજરાતને રાજકીય દબાણને કારણે મળ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ આ નિર્ણય લીધો છે અને મહારાષ્ટ્રને રોકાણ તથા રોજગોરીથી વંચિત રાખવામાં આવ્યું છે."

ત્યારે વેદાંતાના ચૅરમૅન અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે, "વેદાંતા-ફૉક્સકૉન વ્યાવસાયિક તરીકે કરોડોના રોકાણ માટે પ્રોજેક્ટ સાઇટની સમીક્ષા કરી રહ્યા હતા. આ વૈજ્ઞાનિક અને નાણાકીય પ્રક્રિયા છે જે વર્ષો સુધી ચાલે છે. અમે બે વર્ષ પહેલાં આ પ્રક્રિયા ચાલુ કરી હતી. "

તેમણે વધુમાં લખ્યું કે,"આંતરિક અને બાહરની એજન્સીઓની અમારી ટીમે કેટલાંક રાજ્યોની યાદી તૈયાર કરી હતી જેમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ જેવાં રાજ્યો હતાં. છેલ્લાં બે વર્ષથી અમે આ રાજ્યો અને કેન્દ્રની સરકાર સાથે સંપર્કમાં હતા તથા અમને તેમના તરફથી સારો સહયોગ મળ્યો હતો."

"અમારી અપેક્ષાઓ સાથે મેળ આવતાં ગુજરાતને અમે થોડા મહિના પહેલાં પસંદ કર્યું હતું. પરંતુ જુલાઈમાં મહારાષ્ટ્રના નેતૃત્વ સાથે બેઠકમાં તેમણે સ્પર્ધાત્મક ઑફર આપીને અન્ય રાજ્યોને રેસમાંથી બહાર કરવાના પ્રયત્ન કર્યા. અમારે એક જગ્યાએથી શરૂઆત કરવાની હતી અને વ્યાવસાયિક અને સ્વતંત્ર સલાહ અનુસાર અમે ગુજરાતને પસંદ કર્યું હતું."

"અબજો ડૉલરનું લાંબા ગાળાનું આ રોકાણ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની દિશા બદલી નાખશે. અમે સમગ્ર ભારતમાં એક ઇકોસિસ્ટમ ઊભી કરીશું અને મહારાષ્ટ્રમાં પણ રોકાણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ગુજરાતમાં કરેલી શરૂઆત બાદ મહારાષ્ટ્ર આગળ વધવાની ચાવી છે."

line

મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી હતી?

વેદાંતા ફૉક્સકોન વિવાદ

ઇમેજ સ્રોત, MIDC/TWITTER

વેદાંતા-ફૉક્સકોન સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ પ્રોજેક્ટની સ્થાપના માટે પહેલાં મહારાષ્ટ્રમાં તાલેગાંવની પસંદગી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં બનાવવાનો પ્રસ્તાવ હતો. જેની પાછળ 1.50 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના હતી.

પ્રથમ તબક્કામાં એક લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે ડિસ્પ્લે ફૅબ્રિકેશન, બીજા તબક્કામાં 63 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકંડક્ટર્સ મૅન્યુફૅક્ચિંગ અને ત્રીજા તબક્કામાં 3800 કરોડ રૂપિયાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન હતું.

અગાઉ મહાવિકાસ અઘાડીની સરકાર દરમિયાન કંપની સાથે વાટાઘાટો થતી હતી. ત્યારે સત્તાપલટો થયા બાદ નવા મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

જોકે, બાદમાં આ પ્રોજેક્ટ ગુજરાતને મળ્યો હોવાનું 13 સપ્ટેમ્બરે જાહેર થયું હતું.

line

'વડા પ્રધાન મોદીએ વધુ સારા પ્રોજેક્ટનો વાયદો કર્યો'

વેદાંતા ફૉક્સકોન વિવાદ

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી ઉદય સામંત

એનડીટીવીના અહેવાલ મુજબ, ચોતરફથી ટીકા અને વિરોધ બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગમંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ આ અંગે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી. જેમાં વડા પ્રધાને મહારાષ્ટ્રને વધુ સારો પ્રોજેક્ટ આપવાની વાત કરી હતી.

આ નિવેદન બાદ રાત્રે વેદાંતા ગ્રૂપના ચૅરમેન અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું હતું કે તેઓ ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

તેમણે કહ્યું, "ગુજરાતમાં સેમિકંડક્ટર મૅન્યુફૅક્ચરિંગ યુનિટ સ્થાપવાનો નિર્ણય સ્વતંત્ર વ્યાવસાયિક સલાહના આધારે લેવાયો છે. મહારાષ્ટ્રના નેતૃત્વ સાથે જુલાઈ મહિનામાં થયેલી બેઠકમાં સ્પર્ધાત્મક ઑફર મળી હતી પણ અમારે ક્યાંકથી તો શરૂઆત કરવાની જ હતી. ગુજરાત અમારી તમામ અપેક્ષાઓને પૂર્ણ કરતું હતું. જેથી અમે ગુજરાતની પસંદગી કરી."

line

વારંવાર ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી કેમ?

વેદાંતા ફૉક્સકોન વિવાદ

ઇમેજ સ્રોત, KUNAL PATIL/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે

બીબીસી મરાઠીના સંવાદદાતા દીપાલી જગતાપે આ મુદ્દાને લઈને થઈ રહેલા રાજકારણ વિશે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અભય દેશપાંડેએ કહ્યું, "આ મુદ્દો રાજકીય રીતે ઘણો મોટો છે. કંપનીને અધિકાર છે કે તેને ક્યા રાજ્યમાં પોતાનો ઉદ્યોગ શરૂ કરવો છે. આ પ્રકારના નિર્ણયો મળતા લાભ અને નફા અંગે વિચારીને લેવામાં આવે છે પણ પ્રશ્ન એ છે કે અંતિમ તબક્કા સુધી પહોંચી ગયેલો આ પ્રોજેક્ટ છેલ્લી ઘડીએ ગુજરાતને કેમ મળ્યો?"

નિષ્ણાતો એમ પણ કહે છે કે મહારાષ્ટ્રમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કોરોના દરમિયાન રાજ્યની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને બેરોજગારીનો દર પણ વધ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના હાથમાંથી આટલો મોટો પ્રોજેક્ટ જતો રહેવો સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

અભય દેશપાંડેએ વધુમાં કહ્યું, "આ પહેલી વખત નથી જ્યારે મહારાષ્ટ્રના કોઈ પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા હોય. મુંબઈને ડાઉનપ્લે કરવાની વાત ઘણા સમયથી થઈ રહી છે. બુલેટ ટ્રેન હોય કે પછી આર્થિક રાજધાની ગુજરાત ખસેડવાની વાત હોય. તેની અસર ચૂંટણીમાં સત્તાધારી પક્ષને પડી શકે છે."

વેદાંતા ફૉક્સકોન વિવાદ

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે

વારંવાર ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી અંગે વર્ષોથી મહારાષ્ટ્રના રાજકારણનું રિપોર્ટિંગ કરતાં સંતોષ પ્રધાને બીબીસી ગુજરાતીને અગાઉ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર એકસાથે જુદાં પડ્યાં હોવાથી તેમની સરખામણી થવી યોગ્ય છે.

તેમણે કહ્યું હતું કે માત્ર શિવસેના અને એનસીપી જ નહીં, ભાજપ પણ ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી કરતું આવ્યું છે. તેમણે જણાવ્યું, "જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા ત્યારે મહારાષ્ટ્ર એફડીઆઈમાં દેશભરમાં પહેલા ક્રમાંકે હતું. ત્યારે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે એફડીઆઈમાં મહારાષ્ટ્ર ગુજરાતથી આગળ છે."

મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર અને શિવસેના પર પુસ્તક 'જય મહારાષ્ટ્ર' લખનારા પ્રકાશ અકોલકરે અગાઉ જણાવ્યું હતું કે "મોદીસાહેબે જે રીતે મુંબઈને સાઇડલાઈન કરીને ગુજરાતને પ્રોત્સાહન આપ્યું છે. તેથી મહારાષ્ટ્રની પ્રજામાં રોષ છે અને જો શિવસેના તેનો વિરોધ ન કરે તો તેમની વોટબૅન્ક પર પણ અસર પડી શકે છે. જેના કારણે તેઓ વિરોધ કરવા ગુજરાતને ટાંકીને નિવેદનો આપે છે. મારા મત પ્રમાણે આ વિરોધ યોગ્ય પણ છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન