દિલ્હી : કૉંગ્રેસનું મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, દેશભરમાંથી કાર્યકરો હાજર પ્રેસ રિવ્યૂ

કૉંગ્રેસ દ્વારા રવિવારે મોંઘવારી મુદ્દે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે વિરોધપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારથી મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ વિરોધપ્રદર્શનનું આયોજન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના ઉચ્ચ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સવારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે આ વિરોધપ્રદર્શન ચૂંટણીને અનુલક્ષીને નહીં પરંતુ કેન્દ્રમાં બેસેલી અસંવેદનશીલ સરકારનું દેશમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અને મોંઘવારી તરફ ધ્યાન દોરવા માટે છે.

વિરોધપ્રદર્શન શરૂ થયું ત્યારથી એવા અહેવાલો હતા કે પોલીસ દ્વારા વિરોધપ્રદર્શન માટે આવી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે.

જોકે, દિલ્હી પોલીસે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે એક પણ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી નથી. જુદીજુદી જગ્યાઓએ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા રામલીલા મેદાન લઈ જવામાં આવી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રવિવારના આ વિરોધપ્રદર્શનમાં દિલ્હી સિવાય હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાંથી કૉંગ્રેસના કાર્યકર્તાઓ ભાગ લેવા માટે આવ્યા છે.

line

ગુજરાતમાં ગત પાંચ વર્ષમાં ક્રાઇમ રેટ ઘટી ગયો?

ગુજરાતમાં ગુનાખોરી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં એનસીઆરબી દ્વારા ભારતમાં ક્રાઇમ-2021નો ડેટા રજૂ કરાયો છે. બાદમાં શનિવારે ગુજરાત સરકારે માહિતી આપી હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2016માં ક્રાઇમ રેટ 16.5 હતો, જે વર્ષ 2019માં 11.9 થયો હતો.

અહેવાલ મુજબ, સરકારે ક્રાઇમ રેટ ઘટવા પાછળ 'વિશ્વાસ સીસીટીવી સર્વેલન્સ પ્રોજૅક્ટ' અને ગુજસીટોક, લૅન્ડ ગ્રેબિંગ ઍક્ટ જેવા કાયદાને શ્રેય આપ્યું છે.

એનસીઆરબીના ડેટાને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું પાછળ છે.

આ પ્રકારના ગંભીર ગુનાઓમાં દેશનાં કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 31માં સ્થાને છે.

line

ચાઇનીઝ લોન ઍપ મામલે ઈડીના પેટીએમ સહિતની કંપનીઓ પર દરોડા

ચાઇનીઝ લોન ઍપ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં ઇન્સ્ટન્ટ લોન આપનારી ચાઇનીઝ ઍપ્લિકેશનો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આ મામલે ઈડી બૅંગ્લુરુસ્થિત રેઝરપે, પેટીએમ અને કૅશફ્રીની ઑફિસો પર દરોડા પાડી રહ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ઈડીએ બૅંગ્લુરુમાં શુક્રવારે છ સ્થળોએ તપાસ શરૂ કરી હતી. જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી.

ઈડીએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે દરોડા દરમિયાન 17 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે.

આ પૈસા લોન ઍપ્લિકેશન ચલાવનારા લોકોના ઍકાઉન્ટમાં હતા. આ સંસ્થાઓ પર આરોપ છે કે તેઓ ભારતીય લોકોના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે અને નકલી ડાયરેક્ટર બનાવે છે પણ હકીકતે કંપની ચલાવનારા લોકો ચીનના નાગરિક હોય છે.

આ ચાઇનીઝ કંપનીઓ પોતાનો ગેરકાયદે ધંધો અલગ-અલગ પ્રકારની પેમેન્ટ ગૅટવે કંપનીઓ દ્વારા કરે છે.

ઈડીએ જણાવ્યું કે બૅંગ્લુરુ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછી 18 ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ચાઇનીઝ ઍપ પર લોન આપીને હેરાન કરવાનો આરોપ છે. આ આધાર પર ઈડીએ મની લૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

line

નાસાનું આર્ટેમિસ-1 અભિયાન ફરી એક વખત સ્થગિત

નાસા આર્ટેમિસ-1

અમેરિકન આંતરિક્ષ એજન્સી નાસાનું ચંદ્ર પર રૉકેટ મોકલવાનું આર્ટેમિસ-1 અભિયાન બીજી વખત સ્થગિત કરવામાં આવ્યું છે.

શનિવારે રૉકેટ લૉન્ચ કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ ફ્યુલ લિકેજના કારણે અભિયાનને સ્થગિત કરવામાં આવ્યું.

ઍન્જીનિયર્સ હવે રૉકેટની તપાસ કરવા માગે છે અને તેમાં થનારું રિપેરિંગ હવે લૉન્ચ પેડની જગ્યાએ વર્કશોપમાં થઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કેટલાંક અઠવાડિયાં લાગી શકે છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં ઑક્ટોબરના મધ્યમાં જ લૉન્ચનો ત્રીજો પ્રયાસ હાથ ધરવામાં આવી શકે છે.

સ્પેસ લૉન્ચ સિસ્ટમ નાસા દ્વારા વિકસિત કરવામાં આવેલ સૌથી શક્તિશાળી રૉકેટ છે. આ રૉકેટ દ્વારા 50 વર્ષ બાદ ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે.

આ રૉકેટને લૉન્ચ થવા માટે તેમાં રહેલા ચાર ઍન્જિનોમાં 30 લાખ લીટર અત્યંત ઠંડા પ્રવાહી હાઇડ્રોજન અને ઑક્સિજનથી ઉત્પન્ન થનારી ઊર્જાની જરૂર પડે છે.

નાસાએ આ અગાઉ સોમવારે પણ રૉકેટ લૉન્ચ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સફળ ન થઈ શક્યો હતો કારણ કે ચાર ઍન્જિનોમાં તાપમાન ઠીક નહોતું.

બાદમાં તપાસ કર્યા પછી ખબર પડી હતી કે એક સૅન્સર દ્વારા ખોટી માહિતી મોકલાઈ રહી હતી. ચારેય ઍન્જિન લૉન્ચ થવા માટે સંપૂર્ણપણે તૈયાર હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન