ભારતમાં બાળકો સાથે બળાત્કારના કેસો કેમ વધી રહ્યા છે?

બાળક

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (NCRB)ના નવા રિપોર્ટ પ્રમાણે 2021માં જ્યાં 18 વર્ષ કરતાં વધુ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના કુલ 28,644 કેસ નોંધાયાં હતાં, જ્યારે સગીરાઓ સાથે બળાત્કારની કુલ 36,069 ઘટનાઓ ઘટી છે
  • છેલ્લા પાંચ વર્ષના આંકડા જણાવે છે કે 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના કેસોની સરખામણીએ સગીરાઓ સાથે બળાત્કારની ઘટનાઓ સતત વધી છે
  • બાળ અધિકાર માટે કામ કરતા કર્મશીલોનું કહેવું છે કે આ મામલાના રિપોર્ટિંગમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે તેનું કારણ પૉક્સો કાયદો અને તેનું વધુ સારી રીતે ક્રિયાન્વયન છે
  • પૉક્સો ઍક્ટ લાગુ થતાં પહેલાં સગીરાઓ સાથે થતાં બળાત્કાર આઈપીસીની કલમ 376 અંતર્ગત જ નોંધાવામાં આવતા હતા
  • પૉક્સો કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાળક માને છે એટલે આ કાયદાની સંમતિની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી
  • પૉક્સો ઍક્ટમાં પહેલાં મૃત્યુદંડ ન હતો. હવે તેમાં મૃત્યુદંડની જોગવાઈ છે. અને પૉક્સોની શબ્દાવલી પ્રમાણે જે આજીવન કારાવાસ દોષિતની બાકી બચેલા જીવન સુધી છે. તો જો પૉક્સો અંતર્ગત આજીવન કેદ થઈ છે તો દોષિત જીવિત જેલની બહાર નહીં આવે
  • આ પ્રકારના કેસ વધવા પાછળ બાળકોની પૉર્નોગ્રાફી સુધીની પહોંચ પણ એક કારણ છે
લાઇન

વર્ષ 2021માં ભારતમાં સગીરાઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો (NCRB)ના નવા રિપોર્ટ પ્રમાણે 2021માં 18 વર્ષ કરતાં વધુ ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના કુલ 28,644 કેસ નોંધાયા હતાં, જ્યારે સગીરાઓ સાથે બળાત્કારની કુલ 36,069 ઘટનાઓ ઘટી છે.

આ 36,069 ઘટનાઓનો એક મોટો ભાગ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ ઍક્ટ (પૉક્સો) અંતર્ગત નોંધાયો હતો, જ્યારે બાકીના ભારતીય દંડ સંહિતાની કલમ અંતર્ગત નોંધવામાં આવ્યા હતા.

છેલ્લાં પાંચ વર્ષના આંકડા જણાવે છે કે 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ સાથે બળાત્કારના કેસોની સરખામણીએ સગીરાઓ સાથે બળાત્કારની ઘટનાઓ સતત વધી છે.

line

આ આંકડાનો મતલબ શું છે?

એનસીઆરબીના રિપોર્ટમાં પ્રકાશિત આંકડાને સમજવાને લઈને એક ચેતવણી આપવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે એવી ધારણા ભ્રામક છે કે આંકડામાં વધારો અપરાધમાં વૃદ્ધિ તરફ ઇશારો કરે છે.

line

સગીરાઓ સાથે બળાત્કારના વધતા કેસોને કેવી રીતે જોવા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વકીલ અનંત અસ્થાના બાળકોના અધિકારો સાથે જોડાયેલા મામલા પર કામ કરે છે. તેમનું કહેવું છે કે આ મામલાના રિપોર્ટિંગમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે, તેનું કારણ ન માત્ર પૉક્સો કાયદો (નું લાગુ થવું) છે, પરંતુ તેનું વધુ સારી રીતે અમલીકરણ પણ છે.

પૉક્સો વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ બાળકોને જાતીય શોષણ અને અશ્લીલતા સાથે જોડાયેલા અપરાધોથી બચાવવાનો હતો.

આ કાયદા અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને બાળક માનવામાં આવી છે અને બાળકો વિરુદ્ધ અપરાધો માટે કડક સજાનું પ્રાવધાન છે. આ કાયદો બાળકો વિરુદ્ધ અપરાધોને 'જેન્ડર ન્યુટ્રલ' પણ બનાવે છે, જેનો મતલબ છે કે આ કાયદો છોકરીઓ અને છોકરા બંને વિરુદ્ધ થયેલા અપરાધોની નોંધ લે છે.

પૉક્સો ઍક્ટ લાગુ થતાં પહેલાં સગીરાઓ સાથે થતા બળાત્કાર આઈપીસીની કલમ 376 અંતર્ગત જ નોંધાવામાં આવતા હતા.

વકીલ અનંત અસ્થાના કહે છે કે, "છેલ્લાં પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જ્યુડિશિયલ અને પ્રશાસનિક સ્તરે આ કાયદો લાગુ થઈ શકે એ માટે શક્ય તમામ પ્રયાસ થયા છે."

"તેની અસર એ થઈ કે પહેલાં જે ઘણા બધા મામલે કોઈ વિચારતું પણ ન હતું તે હવે રિપોર્ટ થાય છે. તેનું કારણ એ છે કે સિસ્ટમ પહેલાંની સરખામણીએ વધુ સારી રીતે કામ કરી રહી છે અને સમાજમાં જાગરૂકતા વધી છે. કેટલાંક વર્ષો પહેલાં સુધી પૉક્સો જેવા કાયદા વિશે લોકો જાણતા પણ ન હતા."

અનંત અસ્થાના કહે છે કે પૉક્સો કાયદા માટે ઘણી સંસ્થાઓ જાગરૂકતા અભિયાન ચલાવે છે. તેઓ કહે છે, "આ કાયદા વિશે જાગરૂકતા ફેલાઈ છે અને ભરોસો ઉત્પન્ન થયો છે કે પોલીસ પાસે જઈશું તો ન્યાય મળશે."

line

'સહેલાઈથી મળતી ઑનલાઇન સામગ્રી, પૉર્નોગ્રાફી ચિંતાનો વિષય'

આ પ્રકારના કેસ વધવા પાછળ બાળકોની પૉર્નોગ્રાફી સુધીની પહોંચ પણ એક કારણ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ પ્રકારના કેસ વધવા પાછળ પૉર્નોગ્રાફી સુધીની પહોંચ પણ એક કારણ છે

ભારતી અલી સામાજિક કાર્યકર્તા છે અને હક સેન્ટર ફૉર ચાઇલ્ડ રાઇટ્સ નામની એક સંસ્થાનાં સહ-સંસ્થાપક છે.

ભારતી અલી કહે છે કે, "એવું ન કહી શકાય કે આંકડા વધે છે કેમ કે કેસ વધારે રિપોર્ટ થાય છે. ઘટનાઓ પણ વધી છે. આ કદાચ બંને વાતોનું મિશ્રણ છે."

ભારતી અલી કહે છે, "બાળકોની સોશિયલ મીડિયા સુધીની પહોંચ અને જે રીતે તેઓ મિત્રો બનાવે છે, તેની સાથે જોડાયેલા ઘણા પ્રકારના મુદ્દા છે. સાચી વાત છે કે આપણાં બાળકો ઘણી બધી શંકાસ્પદ સામગ્રી અને સંબંધોના સંપર્કમાં આવે છે, જે ઑનલાઇન શરૂ થાય છે અને અપમાનજનક સ્થિતિમાં બદલાઈ જાય છે."

તેઓ કહે છે કે, "તમે વિચારશો કે મહામારી દરમિયાન લૉકડાઉનના સમયે મોટાભાગના લોકો પોતાનાં ઘરોમાં હતાં, એટલે ઘટનાઓ ઓછી ઘટી હશે. પરંતુ એવું થયું નથી."

"જ્યારે બાળકો ઘરે હતાં, ત્યારે પણ જાતીય શોષણની ઘટનાઓ ઘટી હતી. માહિતી પ્રમાણે ઘણા બધા દુર્વ્યવ્હાર એવા લોકો કરે છે, જે બાળકોના સંબંધી, ઓળખીતા કે સ્નેહીજન હોય છે અને મોટાભાગે તેમના પરિવારોમાંથી જ હોય છે."

line

સંમતિની ઉંમર વધારવી પણ એક કારણ?

પૉક્સો કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાળક માને છે એટલે આ કાયદાની સંમતિની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૉક્સો કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાળક માને છે એટલે આ કાયદાની સંમતિની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી

પૉક્સો કાયદો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બાળક માને છે એટલે આ કાયદાની સંમતિની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી.

ભારતી અલી કહે છે કે પૉક્સો ઍક્ટ અંતર્ગત નોંધાઈ રહેલા બળાત્કારના મામલાની સંખ્યા વધવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે કેમ કે સંમતિની ઉંમરને 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરી દેવાઈ છે.

તેઓ કહે છે કે, "સંમતિની ઉંમર વધારવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારતમાં બાળવિવાહના કેસો પણ પૉક્સો ઍક્ટ અંતર્ગત નોંધવામાં આવે છે."

"આજના સમયમાં યુવાનો સંમતિથી સેક્સ કરી રહ્યા છે અને ઘણા કેસોમાં યુવાનો વચ્ચે પ્રેમસંબંધોને માતાપિતા અપરાધ તરીકે રિપોર્ટ કરી દે છે અને તેના કારણે પણ આંકડા વધે છે."

ભારતી અલી કહે છે કે પૉક્સો કોર્ટોમાં આશરે 25-30 ટકા કેસો રૉમેન્ટિક સંબંધોના જ હોય છે અને તેમાં બાળવિવાહના કેસો પણ જોડાવા લાગ્યા છે.

line

ચાઇલ્ડ રેપના કેટલાક કેસ પૉક્સો અંતર્ગત કેમ નોંધાઈ રહ્યા નથી?

વર્ષ 2021માં સગીરાઓ સાથે બળાત્કારની કુલ 36,069 ઘટનાઓમાંથી 33,036 કેસ પૉક્સો અંતર્ગત નોંધાયા હતા અને બાકી 3,033 કેસ ઇન્ડિયન પીનલ કોડની કલમ 376 હેઠળ નોંધવામાં આવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2021માં સગીરાઓ સાથે બળાત્કારની કુલ 36,069 ઘટનાઓમાંથી 33,036 કેસ પૉક્સો અંતર્ગત નોંધાયા હતા અને બાકી 3,033 કેસ ઇન્ડિયન પીનલ કોડની કલમ 376 હેઠળ નોંધવામાં આવ્યા હતા

આંકડાને ધ્યાનથી જોઈએ તો જાણવા મળે છે કે જ્યાં એક તરફ સગીરાઓ સાથે બળાત્કારના કેસોને પૉક્સો કાયદા અંતર્ગત નોંધવામાં આવ્યા છે, ત્યાં જ બીજી તરફ એવા કેસોને આઈપીસીની કલમ 376 હેઠળ પણ નોંધવામાં આવ્યા છે.

વર્ષ 2021માં સગીરા સાથે બળાત્કારની કુલ 36,069 ઘટનામાંથી 33,036 કેસ પૉક્સો અંતર્ગત નોંધાયા હતા અને બાકી 3,033 કેસ ઇન્ડિયન પીનલ કોડની કલમ 376 હેઠળ નોંધવામાં આવ્યા હતા.

એવું શા માટે છે? એનસીઆરબીનાં પૂર્વ ડાયરેક્ટર શારદા પ્રસાદ કહે છે, "આ વાતનું એક કારણ એ જાણકારીનો અભાવ છે, પૉક્સો ઍક્ટનું પ્રાવધાન લગાવીને કેસ મજબૂત કરી શકાય."

તેમનું કહેવું છે કે આઈપીસીની કલમ 376 અંતર્ગત સગીરાઓના બળાત્કારના મામલા નોંધવામાં કોઈ મનાઈ નથી, પરંતુ ઘણું બધું પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પર નિર્ભર હોય છે.

તેઓ કહે છે, "પૉક્સો લગાવવાથી કેસ વધારે મજબૂત બની જાય છે. તો ઘણા મામલે એ શક્યતા પણ રહે છે કે ફરિયાદી આગ્રહ રાખે તો પૉક્સો લગાવી દેવામાં આવે અથવા આરોપીના પ્રભાવના પગલે પૉક્સોનું પ્રાવધાન ન લગાવવામાં આવે."

વકીલ અનંતકુમાર અસ્થાના શારદા પ્રસાદની વાત સાથે સહમત છે.

તેઓ કહે છે, "પૉક્સો ઍક્ટમાં પહેલાં મૃત્યુદંડ ન હતો. હવે તેમાં મૃત્યુદંડની જોગવાઈ છે અને પૉક્સોની શબ્દાવલી પ્રમાણે જે આજીવન કારાવાસ દોષિતની બાકી બચેલા જીવન સુધી છે. તો જો પૉક્સો અંતર્ગત આજીવન કેદ થઈ છે, તો દોષિત જીવિત જેલની બહાર નહીં આવે."

અસ્થાના પ્રમાણે પૉક્સોની જોગવાઈ લગાવવા કે ન લગાવવા માટે એટલે પણ દબાણ કરવામાં આવે છે કેમ કે આ એક કાયદો છે જેમાં જામીન મળવા અઘરા છે.

"જ્યાં સુધી જુબાની ન લેવામાં આવે અને જ્યાં સુધી જજને એમ ન લાગે કે ફરિયાદ ખોટી છે ત્યાં સુધી જામીનનો સવાલ જ ઊભો થતો નથી."

line

પોલીસની વિશ્વસનીયતા પર સવાલ?

ગુજરાત પોલીસની ફાઇલ તસવીર, પ્રતીકાત્મક ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસની ફાઇલ તસવીર, પ્રતીકાત્મક ઉપયોગ

અનુજા કપૂર એક વકીલ અને ક્રિમિનલ સાઇકૉલૉજિસ્ટ છે. તેઓ કહે છે, "જો સગીરા સાથે બળાત્કાર થયો હોય અને પૉક્સો ઍક્ટ લગાવવામાં આવ્યો ન હોય તો એ પોલીસની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે છે. પોલીસે એ વાતની નોંધ લેવી પડશે કે જ્યારે કોઈ બાળક સાથે બળાત્કાર થાય, તો પૉક્સો ઍક્ટ લગાવવો જરૂરી છે."

સાથે જ તેઓ એ પણ કહે છે કે મોટાભાગના પોલીસસ્ટેશનોમાં અધિકારીઓને એટલી જ ખબર હોય છે કે બળાત્કારના કેસોમાં આઈપીસીની કલમ 376 લગાવવાની છે. તેઓ કહે છે કે સગીરાઓ સાથે બળાત્કારના મામલા પૉક્સો ઍક્ટ અંતર્ગત ન નોંધવા માટે ઘણી વખત કોર્ટમાં પોલીસે ઠપકો સાંભળવો પડે છે.

અનંતકુમાર અસ્થાના પણ માને છે કે સગીરાઓના બળાત્કારના મામલે પૉક્સો ઍક્ટ લગાવવા કે ન લગાવવા વિશે પોલીસની ખૂબ મોટી ભૂમિકા હોય છે.

તેઓ કહે છે, "જો પોલીસ એમ કહી દે કે ફરિયાદી સગીરા છે તો પૉક્સો લાગી જશે. જો પોલીસ કહી દે કે તેમને લાગતું નથી કે ફરિયાદી સગીર હોય તો કેસ આઈપીસીની કલમ 376 અંતર્ગત નોંધાશે, પરંતુ જ્યારે કોર્ટ ઉંમરની તપાસ કરાવી લે અને સાબિત થાય કે ફરિયાદી સગીરા છે તો પૉક્સો ઍક્ટની કલમો જોડવામાં આવશે."

line

આંકડા બીજું શું સૂચવે છે?

વીડિયો કૅપ્શન, એક ઑનલાઇન કમ્યૂનિટી પર ગુપ્ત રીતે શેર થઈ રહી છે વાંધાજનક તસવીરો અને વીડિયો.... - INDIA

સગીરાઓ સાથે બળાત્કારના જે મામલા પૉક્સો કાયદા અંતર્ગત નોંધવામાં આવ્યા છે, એમાં સૌથી વધારે કેસ મધ્ય પ્રદેશ (3,512 કેસ), મહારાષ્ટ્ર (3,480 કેસ), તામિલનાડુ (3,435 કેસ), ઉત્તર પ્રદેશ (2,747 કેસ), કર્ણાટક (2090 કેસ) અને ગુજરાત (2060 કેસ)માં નોંધાયા હતા.

કેટલાંક એવાં પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં પૉક્સો ઍક્ટ અંતર્ગત બળાત્કારનો એક પણ કેસ નોંધાયો નથી. તેવાં રાજ્યોમાં ગોવા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ચંડિગઢ અને લદ્દાખ સામેલ છે. પરંતુ આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આઈપીસીની કલમ 376 અંતર્ગત બળાત્કારના ઘણા મામલા નોંધાયા છે.

રસપ્રદ વાત એ પણ છે કે રાજસ્થાનમાં પૉક્સો કાયદા અંતર્ગત બળાત્કારનો એક પણ મામલો નોંધાયો નથી, પરંતુ આઈપીસીની કલમ 376 અંતર્ગત સૌથી વધારે કેસ (6,337 કેસ) આ રાજ્યમાં નોંધાયા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન