ઉદયપુરમાં કનૈયાલાલ હત્યાકાંડ : રાજસ્થાનમાં કર્ફ્યુ હોવા છતાં લોકોની ભીડ કેમ એકઠી થઈ રહી છે?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ અને મોહરસિંહ મીણા
    • પદ, જયપુર અને ઉદયપુરથી

2 એપ્રિલના રોજ કરૌલી, 2 મેના રોજ જોધપુર અને 28 જૂનના રોજ ઉદયપુરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા.

દેખીતું છે કે પોતાનાં મધ્યકાલીન ઇતિહાસ અને સંસ્કૃતિ સિવાય શાંતિ માટે જાણીતું રાજસ્થાન હવે સતત મોટી ઘટનાઓને લઈને અચાનક ચર્ચા અને સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં આવી ગયું છે.

ઉદયપુરમાં કર્ફ્યુ વચ્ચે રથયાત્રાનું આયોજન
ઇમેજ કૅપ્શન, ઉદયપુરમાં કર્ફ્યુ વચ્ચે રથયાત્રાનું આયોજન

પરંતુ સતત ત્રણ મહિનામાં આ ત્રણ મોટી ઘટનાઓ છતાં રાજસ્થાન પ્રશાસનનું વલણ હજુ સુધી એટલું કડક નથી દેખાઈ રહ્યું જેટલું આવી પરિસ્થિતિમાં હોવું જોઈએ.

શું રાજ્યની સુરક્ષા કરતાં પણ વધુ જરૂરી કોઈ કાર્યક્રમ કે આયોજન હોઈ શકે છે જ્યાં હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થવા દેવામાં આવે?

line

ઉદયપુરમાં કલમ 144 લાગુ

કનૈયાલાલ હત્યાકાંડ બાદથી જ ઉદયપુર શહેરનાં સાત પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કનૈયાલાલ હત્યાકાંડ બાદથી જ ઉદયપુર શહેરનાં સાત પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

કનૈયાલાલ હત્યાકાંડ બાદથી જ ઉદયપુર શહેરનાં સાત પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કલમ 144 લાગુ છે અને દરેક સ્થળે પોલીસ તહેનાત છે.

કનૈયાલાલની હત્યાવાળી રાત્રિથી જ સમગ્ર રાજસ્થાનમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી અને ઉદયપુરમાં કર્ફ્યુ લાદી દેવાયો હતો.

આના બીજા દિવસે બપોરે ઉદયપુરના અશોકનગર વિસ્તારમાં કનૈયાલાલના અંતિમસંસ્કાર થવાના હતા. કર્ફ્યુ છતાં પ્રશાસન સામે, લગભગ 2000 લોકો મોટરસાઇકલ પર કનૈયાલાલના નામના નારા પોકારતા સ્મશાન પહોંચી ગયા હતા.

ત્યાંથી નીકળતા મેહરાજસિંહને બીબીસીએ પૂછ્યું, "શું કર્ફ્યુમાં છૂટછાટ છે?"

તેમનો જવાબ હતો, "એક રાજસ્થાનીની ક્રૂર હત્યા કરાઈ છે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાથી કોણ કોને રોકી શકશે?"

કનૈયાની હત્યાના ત્રીજા દિવસે પણ ઉદયપુરમાં કર્ફ્યુ હતો પરંતુ કેટલાંક સંગઠનોએ 30 જૂનના રોજ શહેરમાં એક 'મૌન જુલૂસ' કાઢવાની જાહેરાત એવા વાયદા સાથે કરી કે જુલૂસ માત્ર ટાઉન હૉલથી નીકળીને જિલ્લા કલેક્ટ્રેટ સુધી પહોંચીને ખતમ થઈ જશે.

અહીં કેટલાંક શરારતી તત્ત્વોએ જુલૂસ પર પથ્થરમારો પણ કર્યો. પોલીસે હળવો બળપ્રયોગ કરીને ભીડ પર નિયંત્રણ મેળવવું પડ્યું.

line

બદલો લેવાના નારા

આ જુલૂસમાં લોકો, ખાસ કરીને યુવાનો અને કેટલાંક મહિલાઓ, ધાર્મિક નારા પોકારી રહ્યાં હતાં અને કનૈયાલાલની હત્યાનો 'બદલો લેવાની' ધમકીઓ પણ આપી રહ્યાં હતાં
ઇમેજ કૅપ્શન, આ જુલૂસમાં લોકો, ખાસ કરીને યુવાનો અને કેટલાંક મહિલાઓ, ધાર્મિક નારા પોકારી રહ્યાં હતાં અને કનૈયાલાલની હત્યાનો 'બદલો લેવાની' ધમકીઓ પણ આપી રહ્યાં હતાં

હકીકત એ હતી કે આ જુલૂસમાં લોકો, ખાસ કરીને યુવાનો અને કેટલાંક મહિલાઓ ધાર્મિક નારા પોકારી રહ્યાં હતાં અને કનૈયાલાલની હત્યાનો 'બદલો લેવાની' ધમકીઓ પણ આપી રહ્યાં હતાં.

જુલૂસમાં ભાગ લેવા પહોંચેલ મૃગાક્ષીકુમારીએ કહ્યું, "કોઈ એવું ન સમજે કે અમે કાયર છીએ. જ્યારે-જ્યારે અમારાં ઘર, લોકો પર હુમલો થશે તેનો ત્રણ ગણો જવાબ પણ અપાશે."

નોંધનીય છે કે આ બધું ઉદયપુર કલેક્ટ્રેટની એકદમ સામેની સડક પર થઈ રહ્યું હતું અને 'મૌન જુલૂસ' નારા પોકારનાર એક સમૂહમાં તબદીલ થઈ ચૂક્યું હતું. ઉદયુપરમાં તે સમયે પણ કર્ફ્યુ હતો.

કોરોના વાઇરસના કારણે પાછલાં બે વર્ષથી ઉદયપુરમાં રથયાત્રા નહોતી યોજવામાં આવી. પરંતુ હવે આવા માહોલમાં શુક્રવારે ઉદયપુરમાં રથયાત્રા યોજવા માટે કર્ફ્યુ અને કલમ 144માં છૂટ આપવામાં આવી.

પ્રશ્ન ઉઠાવવો સ્વાભાવિક છે કે પોલીસ પ્રશાસનની કડકાઈ વચ્ચે આ તણાવપૂર્ણ માહોલમાં સતત હજારોની સંખ્યામાં સડકો પર ઊતરવું શું યોગ્ય છે?

જવાબ આપતાં ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટે બીબીસીને જણાવ્યું કે, "સુરક્ષાને લઈને પોલીસ સંપૂર્ણપણે કૉન્ફિડન્ટ છે. કલેક્ટર અને એસપી પણ શાંતિવ્યવસ્થા અને સુરક્ષા માટે તમામ ધર્મોના લોકો સાથે વાત કરીને યાત્રાને લઈને ભરોસો હતો. તેથી રથયાત્રાને લઈને પરવાનગી આપી દેવાઈ."

રાજેન્દ્ર ભટ્ટે કહ્યું, "પર્યાપ્ત પ્રમાણમાં પોલીસબળ તહેનાત છે. ડ્રોન વડે નજર રાખવામાં આવશે. જેટલા સમય સુધી અને જે માર્ગથી યાત્રા નીકળશે તે માર્ગ પર જ કર્ફ્યુ અને કલમ 144માં છૂટ આપવામાં આવી છે."

જોકે, બીબીસીને ટીમે રથયાત્રા સાથે ઘણા કલાક વિતાવ્યા. ડ્રોન તો ન દેખાયા અને કેટલા લોકો રથયાત્રામાં સામેલ થઈ શકે તેને લઈને પણ કોઈ પાબંદી ન જોવા મળી. લોકોનાં ટોળેટોળાં અલગઅલગ રસ્તાઓથી આવીને રથયાત્રામાં સામેલ થયાં.

line

પોલીસ પ્રશાસન પર સવાલ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજસ્થાન પ્રદેશની વાત હોય અને માત્ર ઉદયપુરમાં જ નહીં પરંતુ સાંપ્રદાયિક તાણ અને હિંસા જોઈ ચૂકેલા કેટલાક અન્ય જિલ્લામાં પણ પોલીસ પ્રશાસનના વલણ પર સવાલ ઊઠ્યા છે.

કરૌલી અને જોધપુરમાં સાંપ્રદાયિક હિંસા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, કલમ 144 લાદવામાં આવી અને ઇન્ટરનેટ બંધ કરાયું. બંને જગ્યાએ ઘણા દિવસો સુધી તણાવ જોવા મળ્યો. આ દરમિયાન પણ ભીડ ત્યાં સડકો પર ઊતરી પડી, વિરોધ અને ધરણાંપ્રદર્શન થયાં.

કરૌલીમાં રામનવમી પર શોભાયાત્રા સહિત ઘણા ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. પરંતુ જોધપુરમાં ઈદ પહેલાંની રાતે થયેલાં હુલ્લડો બાદ ઈદી નમાજની પરવાનગી આપી દેવાઈ, જેમાં હજારો લોકો એકઠા થયા.

અહીં ઈદની નમાજ બાદ ભીડ અનિયંત્રિત થઈ ગઈ અને આગચંપી, તોડફોડ અને પથ્થરમારાની ફરિયાદો દાખલ થઈ. આખરે આ ઘટનાઓ બાદ પોલીસે કર્ફ્યુ લાદવો પડ્યો.

હાલ સમગ્ર રાજસ્થાનમાં કલમ 144 લાગુ છે. જાણકારો જણાવે છે કે પહેલી વાર સમગ્ર રાજ્યમાં એક સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરવાનું ઉદાહરણ નોંધાયું છે.

આ દરમિયાન 27 જૂનના રોજ જોધપુરમાં અગ્નિપથના વિરોધમાં આક્રોશ રેલી યોજાઈ. જેમાં લગભગ 20 હજાર લોકો એકઠા થયા. આવી પરિસ્થિતિમાં કલમ 144 લાદવા અને તેનું પાલન કરાવવા અંગે સવાલ ઊઠ્યા છે.

કલમ 144 બાદ પણ રાજ્યના જયપુર, સીકર, જેસલમેર, પાલી, જોધપુર, ઉદયપુર સહિત મોટા ભાગના જિલ્લામાં મૌન જુલૂસ યોજવા અને વિરોધપ્રદર્શન માટે ભીડ એકઠી થઈ છે.

line

સરકાર નિશાના પર

બીજી તરફ રાજસ્થાનમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ કરૌલીમાં હુલ્લડો બાદ રામનવમીની શોભાયાત્રા પર પ્રતિબંધ લાદવા અને જોધપુરમાં તોફાન બાદ સવારે ઈદ પર લોકોને એકઠા થવાથી ન રોકવા અને બાદમાં હિંસા થવા પર કૉંગ્રેસની ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું.

ઉદયપુરમાં ગંભીર ઘટના છતાં તણાવપૂર્ણ માહોલમાં પણ રથયાત્રા યોજવા પાછળ રાજ્ય સરકાર પર વિપક્ષનું દબાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વરિષ્ઠ રાજકીય અને સામાજિક વિશ્લેષક પ્રતાપભાનુ મહેતાએ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં લખેલા લેખમાં આ વાત અંગે ચેતવણી પણ ઉચ્ચારી, "ભલે તે કોઈ પણ રાજકીય પક્ષ હોય. કનૈયાની હત્યા જેવા મામલા ફરી વાર ન બને તે માટે એક દૃઢ વિશ્વાસ જોઈએ જે સરકારના નિર્ણયોમાં દેખાય. ત્યારે જ કંઈક સાર્થક થઈ શકશે. નહીંતર રાજસ્થાનમાં પણ ચૂંટણી આવવાની છે."

બીજી તરફ રાજસ્થાન સરકારના કૅબિનેટમંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ કર્ફ્યુ અને કલમ 144 વચ્ચે તણાવગ્રસ્ત માહોલમાં હજારોની સંખ્યામાં સડક પર ઊતરેલા લોકોને લોકોનો વિરોધ ગણાવી રહ્યા છે.

મંત્રી ખાચરિયાવાસે બીબીસીને કહ્યું, "રથયાત્રા યોજવાથી કોઈ પ્રકારે માહોલ ખરાબ નહીં થાય."

તેમણે કહ્યું, "લોકો કનૈયાની હત્યાનો ખરેખર વિરોધ કરી રહ્યા છે કર્ફ્યુ પર તેની અસર નહીં પડે. આ ઘટનાના વિરોધમાં જેટલા પણ બંધ આયોજિત કરાયા તેમાં હિંદુ-મુસ્લિમોએ સ્વેચ્છાપૂર્વક તેનું સમર્થન કર્યું. મુખ્ય મંત્રી જાતે ઉદયપુરની મુલાકાત લઈ આવ્યા છે, જનતાને સરકાર પર વિશ્વાસ છે. પ્રદેશમાં કોઈ પણ પ્રકારે માહોલ ખરાબ નથી."

તણાવપૂર્ણ માહોલમાં ભારે સંખ્યામાં સડક પર ઊતરેલા લોકો અંગે વિપક્ષ ભાજપની રણનીતિ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.

કર્ફ્યુ દરમિયાન જગન્નાથ રથયાત્રાને પરવાનગી ન આપવા બાબતે ભાજપની વસુંધરા રાજે સરકારમાં ગૃહમંત્રી અને હાલ નેતા વિરોધપક્ષ ગુલાબચંદ કટારિયાએ બીબીસીને કહ્યું, "રથયાત્રા યોજવાની પરવાનગી અપાઈ છે. નારા ન પોકારવા અને અન્ય જે નિયમ મંજૂર કરાયા હતા તે આધારે જ રથયાત્રા યોજાઈ હતી. શું માત્ર હિંદુઓના તહેવારો માત્ર પર કર્ફ્યુ લાદી દેવો યોગ્ય છે?"

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2