You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતમાં કોમી રમખાણોમાં ભાજપના રાજમાં વધારો થયો? કૉંગ્રેસના શાસનમાં શું હતી સ્થિતિ?
છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં સાંપ્રદાયિક હિંસાનાં સંખ્યાબંધ મામલા જોવા મળ્યાં છે. ગુજરાતમાં ખંભાત અને વડોદરા, જ્યારે દિલ્હીમાં જહાંગીરપુરીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા ચર્ચાનો વિષય છે.
જહાંગીરપુરીમાં થયેલી સાંપ્રદાયિક હિંસામાં સાત પોલીસકર્મીઓ સહિત કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જોકે, હાલમાં જોવા મળી રહેલી સાંપ્રદાયિક હિંસા પરથી પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભારતમાં કોમી રમખાણોની સંખ્યા વધી રહી છે?
આંકડા શું કહે છે?
ભારતમાં વર્ષ 2020માં કોમી રમખાણોની કુલ 857 ઘટનાઓ નોંધાઈ હતી. જે વર્ષ 2019 કરતાં 94 ટકા વધારે છે.
દિલ્હીમાં વર્ષ 2014થી 2019 દરમિયાન કોમી રમખાણોના માત્ર બે કિસ્સા નોંધાયા હતાં. જોકે, 2020માં કોમી રમખાણોના 502 કેસ માત્ર દિલ્હીમાં જ નોંધાતા રાષ્ટ્રીય આંકડામાં મોટો ઊછાળો જોવા મળ્યો હતો.
તાજેતરમાં ગૃહ મંત્રાલયે સંસદમાં કહ્યું કે ભારતમાં 2016થી 2020 દરમિયાન 3,399 સાંપ્રદાયિક અને ધાર્મિક હુલ્લડો થયા છે.
આ માહિતી એનસીઆરબીના આંકડા સાથે મળતી આવે છે. એનસીઆરબી મુજબ ભારતમાં 2014થી 2020 વચ્ચે કોમી રમખાણોના 5,417 કેસ નોંધાયા હતાં.
ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2014 સુધી એનસીઆરબી દ્વારા રમખાણોને કૅટેગરીમાં વહેંચાતા ન હોવાથી ભાજપ અને કૉંગ્રેસના શાસનમાં તેને જુદા તારવવા શક્ય નથી.
જોકે, ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા 2006થી 2012 દરમિયાનનાં છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે બન્ને પાર્ટીઓના શાસન દરમિયાન કેટલા રમખાણો થયા છે.
આંકડા પ્રમાણે સાંપ્રદાયિક હિંસાના 943 બનાવ સાથે વર્ષ 2008 કૉંગ્રેસ માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું હતું.
જ્યારે ભાજપ સત્તામાં આવ્યું તે વર્ષે (2014) કુલ 1,227 સાંપ્રદાયિક હિંસાના બનાવ બન્યાં હતાં.
કૉંગ્રેસના છ વર્ષના શાસન (2006થી 2012) દરમિયાન સાંપ્રદાયિક હિંસાની 5,142 ઘટના ઘટી હતી. જ્યારે ભાજપના છ વર્ષના શાસન (2014થી 2016)માં આવી 5,417 ઘટનાઓ નોંધાઈ છે.
ભારતમાં વર્ષ 2020 સુધી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં ઘટાડો થતો જોવા મળ્યો છે, પણ ઘટનાઓ ઓછી થતા ભોગ બનનારઓની સંખ્યા ઘટે તે પણ સાચું નથી.
વર્ષ 2018માં સાંપ્રદાયિક હિંસાની માત્ર 512 ઘટના નોંધાઈ હતી. જોકે તેમાં ભોગ બનનારા લોકોની સંખ્યા 812 હતી. તેવી જ રીતે 2019 અને 2020માં પણ ઘટનાઓ સામે ભોગ બનનારાઓની સંખ્યા વધારે હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો