You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનનો દાવો 'ભારતમાંથી તેમના વિસ્તારમાં સુપરસોનિક ઑબ્જેક્ટ આવ્યો', ભારતે શું જવાબ આપ્યો?
પાકિસ્તાનની સેનાએ ગુરુવારે દાવો કર્યો કે ભારત તરફથી એક સુપરસૉનિક ઑબ્જેક્ટ પાકિસ્તાન આવ્યો હતો અને પાકિસ્તાનના વિસ્તારમાં ક્રૅશ થઈ ગયો.
હવે ભારતના સંરક્ષણમંત્રાલયે આ દાવા પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયનું કહેવું છે કે ટેકનિકલ સમસ્યાને કારણે મિસાઇલ ફાયર થઈ હતી. હવે સરકારે આ મામલામાં ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
સંરક્ષણમંત્રાલયે કહ્યું છે કે, '' નવ માર્ચ 2022ના નિયમિત જાળવણી દરમિયાન, એક ટેકનિકલ સમસ્યાને કારણે અચાનક મિસાઇલ ફાયર થઈ ગઈ છે. ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને એક ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.''
સંરક્ષણમંત્રાલયે આગળ કહ્યું કે જાણવા મળ્યું છે કે મિસાઇલ પાકિસ્તાનના ક્ષેત્રમાં પડી ગઈ છે.
મંત્રાલયે કહ્યું કે, ''ઘટના પર ખેદ છે ત્યારે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.''
આની પહેલાં પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે સુપરસૉનિક ઑબ્જેક્ટ આપમેળે પડ્યો હતો અને પાકિસ્તાનની વાયુસેના તેની તપાસ કરી રહી છે.
પાકિસ્તાનની સેનાએ કહ્યું હતું કે આ પૅસેન્જર ઉડાણો માટે બહુ ખતરનાક વાત છે. પાકિસ્તાનની સેનાએ આ મામલામાં ભારત પાસેથી જવાબ માગ્યો હતો.
પાકિસ્તાનનો દાવો : ભારતમાંથી તેમના વિસ્તારમાં સુપરસોનિક ઑબ્જેક્ટ આવ્યો
પાકિસ્તાનની સેનાએ ગુરુવારે દાવો કર્યો છે કે ઘણી ઊંચાઈથી એક સુપરસોનિક ઑબ્જેક્ટ ભારતથી આવીને પાકિસ્તાનની હદમાં ક્રૅશ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાને કહ્યું કે આ ઑબ્જેક્ટ જાતે જ પડ્યો છે પરંતુ પાકિસ્તાનની વાયુસેના તેના પર નજર રાખી રહી હતી.
પાકિસ્તાનની સેનાએ કહ્યું કે આ પૅસેન્જર ફ્લાઇટ્સ માટે ખતરનાક હતું. પાકિસ્તાને આ વિશે ભારત પાસેથી જવાબ પણ માગ્યો છે.
પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન એટલે કે આઈએસપીઆરના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇખ્તિયારે કહ્યું, "નવ માર્ચે ભારતીય ક્ષેત્રમાંથી પૂર ઝડપે એક ઊડતું ઑબ્જેક્ટ આવ્યો હતો."
"જે પાકિસ્તાનના મિયાં ચન્નુ પાસે જોવા મળ્યો હતો અને તેનાથી સામાન્ય લોકોને નુક્સાન થયું છે."
"ઑબ્જેક્ટના આગામનથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયું છે. પાકિસ્તાની ઍરફોર્સ પહેલેથી તેના પર નજર રાખી રહી હતી. આ ભારતના સિરસાથી આવ્યો હતો."
મેજર જનરલ ઇખ્તિયાર પ્રમાણે આ ઑબ્જેક્ટ અંદાજે ત્રણ મિનિટ સુધી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં રહ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો