રાહુલ બજાજ: એ ઉદ્યોગપતિ, જેઓ ખુદને સત્તાવિરોધી કહેતા હતા
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું શનિવારે પુણેમાં નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે બપોરે અઢી વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. એજન્સી પ્રમાણે રાહુલ બજાજને ન્યૂમોનિયા અને હૃદય સંબંધિત બીમારી હતી. તબિયત નાજુક થતાં તેઓ એક મહિનાથી હૉસ્પિટલમાં દાખલ હતા.

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર લખ્યું કે, કૉમર્સ અને ઇન્ડસ્ટ્રીનાં ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ રાખવામાં આવશે. સાથે જ કૉમ્યુનિટી સર્વિસ માટે પણ તેમને યાદ રાખવામાં આવશે.
રાહુલ બજાજે લાંબા સમય સુધી દેશના સૌથી જૂના ઔદ્યોગિક પરિવારોમાંના એક બજાજ ગ્રૂપનું નેતૃત્વ કરશે. તેઓ ઉદ્યોગ જગતના બેખૌફ અવાજ તરીકે જાણીતા હતા. તમામ મુદ્દા પર તેઓ સ્પષ્ટપણે બોલવામાં વિશ્વાસ રાખતા હતા.
રાહુલ બજાજનો જન્મ 30 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ 40 વર્ષથી વધારે સમય સુધી બજાજ ગ્રૂપના ચૅરમૅન રહ્યા. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ચૅરમૅનપદેથી રાજીનામુ આપ્યા બાદ તેમને ચૅરમૅન ઍમિરેટ્સ બનાવવામાં આવ્યા હતા. 2001માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
રાહુલ બજાજ પોતાની નીડરપણા માટે જાણીતા છે. કૉર્પોરેટ ઇન્ડિયાની ચિંતા હોય કે દેશહિત સાથે જોડાયેલો મુદ્દો, તેઓ ક્યારેય મુક્તપણે વાત કરવાનું ચૂક્યા નથી. 'બિઝનેસ સ્ટૅન્ડર્ડ'ના એક અહેવાલ પ્રમાણે, રાહુલ બજાજે ઇકૉનૉમિક ટાઇમ્સ દ્વારા આયોજિત એક સમારોહમાં કહ્યું હતું કે તેઓ જન્મજાત સત્તા-પ્રતિષ્ઠાન વિરોધી છે. ભાજપ, એનસીપી અને શિવસેનાના સમર્થનથી વર્ષ 2006માં રાહુલ બજાજ અપક્ષના ઉમેદવાર તરીકે રાજ્યસભા પહોંચ્યા હતા. જોકે, તેમણે ગૃહમંત્રી અમિત શાહની સામે કહ્યું હતું કે, "લોકો (ઉદ્યોગપતિઓ) તમારા (મોદી સરકાર)થી ડરે છે. જ્યારે યુપીએ-2ની સરકાર હતી, ત્યારે અમે કોઈની પણ આલોચના કરી શકતા હતા, પણ હવે અમને વિશ્વાસ નથી કે જો અમે ખુલ્લેઆમ આલોચના કરીએ તો તમે તેને પસંદ કરશો."

જ્યારે નેશનલ ઍન્થમ બની ગયુ હતું 'હમારા બજાજ'

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ બજાજે પોતાની કાર્યક્ષમતાથી પોતાના ગ્રૂપને ઑટો ઇન્ડસ્ટ્રીમાં મોખરાના સ્થાન સુધી પહોંચાડ્યું હતું. તેમના નેતૃત્વમાં બજાજ સ્કૂટરને અપાર લોકપ્રિયતા મળી. આ સ્કૂટરનું વિજ્ઞાપન 'હમારા બજાજ' નેશનલ ઍન્થમ જેવું બની ગયું હતું. આ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક બની ગયું હતું.
બિઝનેસ સ્ટૅન્ડર્ડ પ્રમાણે, 1970ના દાયકામાં જ્યારે ઇટાલીની કંપની પિયાજીયોએ બજાજનું લાઇસન્સ રિન્યૂ ન કર્યું તો તેમણે પોતાની બ્રાન્ડ ચેતક અને સુપર અંતર્ગત સ્કૂટર બનાવવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લાઇસન્સ-પરમિટરાજનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે લાઇસન્સ-પરમિટ સિસ્ટમનો પણ વિરોધ કર્યો હતો. લાઇસન્સના કારણે 70-80ના દાયકામાં સ્કૂટર બૂક કરાવ્યા બાદ ડિલિવરી માટે વર્ષો રાહ જોવી પડતી હતી. રાહુલ બજાજ તેની વિરુદ્ધ બોલ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "જો દેશવાસીઓની જરૂરિયાતનો સામાન બનાવવા માટે મારે જેલ પણ જવું પડે તો જઈશ."
વરિષ્ઠ પત્રકાર ટીકે અરુણે બીબીસી હિન્દીને જણાવ્યું કે ભલે બજાજે લાઇસન્સ પરમિટ રાજનો વિરોધ કર્યો હોય પણ તેઓ દેશી ઉદ્યોગના તેટલા જ મોટા પક્ષમાં હતા.
અરુણ કહે છે, "1992-94માં થયેલા ઇન્ડસ્ટ્રી રિફૉર્મ વિરુદ્ધ રાહુલ બજાજ ખૂલીને બોલ્યા હતા. તેમનો તર્ક હતો કે તેનાથી ભારતીય ઇન્ડસ્ટ્રીને ધક્કો વાગશે અને દેશી કંપનીઓ માટે પ્રતિસ્પર્ધા મુશ્કેલ થઈ જશે."

રાહુલનું નામ અને ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, PHOTO DEVISION
જ્યારે રાહુલ બજાજનો જન્મ થયો તો ઇન્દિરા ગાંધી કૉંગ્રેસ નેતા કમલનયન બજાજ (તેમના પિતા)ના ઘરે પહોંચ્યાં હતાં અને તેમની પત્નીને ફરિયાદ કરી કે તેમણે તેમની પાસેથી એક કિંમતી વસ્તુ લઈ લીધી છે. એ હતું નામ 'રાહુલ' જે જવાહરલાલ નહેરુને ખૂબ પસંદ હતું અને તેમણે આ નામ ઇન્દિરાના પુત્ર માટે વિચારીને રાખ્યું હતું, પરંતુ નહેરુએ આ નામ પોતાની સામે જન્મેલા કમલનયન બજાજના પુત્રને આપી દીધું.
કહેવામાં આવે છે કે બાદમાં ઇંદિરા ગાંધીએ રાજીવ ગાંધીના પુત્રનું નામ રાહુલ એટલે જ રાખ્યું હતું. કારણ કે, તે નહેરુને ખૂબ પસંદ હતું.

સીઇઓ પદ મેળવનારા સૌથી યુવા ભારતીય

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના પિતા કમલનયન બજાજની જેમ રાહુલ બજાજે પણ વિદેશથી અભ્યાસ કર્યો હતો.
દિલ્હી વિશ્વવિદ્યાલયની સૅન્ટ સ્ટીફન કૉલેજમાંથી ઇકૉનૉમિક્સ ઑનર્સ કર્યા બાદ રાહુલ બજાજે અંદાજે ત્રણ વર્ષ સુધી બજાજ ઇલેક્ટ્રિકલ્સ કંપનીમાં ટ્રેનિંગ લીધી હતી. આ દરમિયાન તેમણે બૉમ્બે યુનિવર્સિટીમાંથી વકીલાતનો અભ્યાસ પણ કર્યો હતો.
રાહુલ બજાજે 60ના દાયકામાં અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1968માં 30 વર્ષની ઉંમરે જ્યારે રાહુલ બજાજે 'બજાજ ઑટો લિમિટેડ'નું સીઈઓ પદ સંભાળ્યું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે, તેઓ આ પદ મેળવનારા પ્રથમ ભારતીય છે.
તેઓ દાવો કરે છે કે, બજાજ ચેતક (સ્કૂટર) અને બાદમાં બજાજ પલ્સર (બાઇક) જેવા ઉત્પાદનોએ બજારમાં તેમની બ્રાન્ડની વિશ્વસનીયતાને વધારી અને તે જ કારણથી કંપની 1965માં ત્રણ કરોડના ટર્નઓવરથી 2008માં અંદાજે દસ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી.
રાહુલ બજાજને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. રાહુલ બજાજ એક વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતીય ઉદ્યોગ પરિસંઘ એટલે કે સીઆઇઆઇ, સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબિલ મૅન્યુફૅક્ચર્સ (સિયામ)ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

સફળતાનો શ્રેય પત્નીને આપતા હતા બજાજ

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને વર્ષ 2016માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં રાહુલ બજાજે કહ્યું હતું કે, 1961માં જ્યારે રૂપા અને મારાં લગ્ન થયાં તો ભારતના તમામ મારવાડી-રાજસ્થાની ઉદ્યોગપતિ પરિવારોમાં તે પહેલા લવ મૅરેજ હતા.
રૂપા મહારાષ્ટ્રનાં બ્રાહ્મણ હતાં. તેમના પિતા સિવિલ સર્વન્ટ હતા અને અમારો વેપારી પરિવાર હતા તો બન્ને પરિવારોમાં તાલમેલ મળવો મુશ્કેલ હતો. પણ હું રૂપાનું ખૂબ સન્માન કરું છું. કારણ કે તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું.

સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, "શ્રી રાહુલ બજાજજી હંમેશાં ઉદ્યોગ જગતમાં માટે તેમના નોંધનીય યોગદાન માટે યાદ રહેશે. તેઓ સમાજસેવા માટે હંમેશાં તત્પર હતા અને ખૂબ સરસ વાર્તાકાર હતા. તેમના નિધનથી દુઃખ થયું. તેમના પરિવાર અને મિત્રોને સહાનુભૂતિ. ઓમ શાંતિ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાહુલ બજાજનાં યોગદાનને યાદ કરતાં તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું કે, "યશસ્વી, ઉદ્યોગકાર, સમાજસેવી અને બજાજના પૂર્વ ચૅરમૅન રાહુલ બજાજજીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ, પદ્મ ભૂષણથી સન્માનિત રાહુલજી સાથે મારા અનેક વર્ષોથી વ્યક્તિગત સંબંધ રહ્યા છે. છેલ્લા પાંચ દશકોથી બજાજ ગ્રૂપનું નેતૃત્વ કરનારા રાહુલજીનું ઉદ્યોગજગતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારજનોને સાંત્વના આપે. ઓમ શાંતિ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આરપીજી ગ્રૂપના ચૅરમૅન હર્ષ ગોયેન્કાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ભારતીય ઉદ્યોગ જગતની કરોડરજ્જુ તૂટી ગઈ છે. મારા પરમ મિત્ર, સ્પષ્ટવક્તા અને દૂરંદેશ આજે આપણી વચ્ચે નથી રહ્યા. એક દાયકાનો અંત આવ્યો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ભાજપમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને લખ્યું હતું કે,"શ્રી રાહુલ બજાજનું નિધન એક મોટી ખોટ છે. તેમણે ટુવ્હિલરની એક બ્રાન્ડ બનાવી હતી અને રાજ્યસભામાં પણ ખૂબ સારી રીતે કામ કર્યું હતું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













