સિંગાપુર: એ કામવાળીની કહાણી જેમણે અબજોપતિ માલિકને માત આપી

પારતી અને તેમના માલિક

ઇમેજ સ્રોત, PARTI LIYANI/GETTY

ઇમેજ કૅપ્શન, પારતી અને તેમના માલિક

તેઓ ઘરમાં કામ કરતાં એક સામાન્ય મહિલા હતાં, જે ઇન્ડોનેશિયાથી સિંગાપુર એક ધનિક પરિવારને ત્યાં કામ માટે પહોંચ્યાં હતાં.

અને એ પણ કોઈ સામાન્ય પરિવાર નહીં, પણ એક એવો પરિવાર જે સિંગાપુરની મોટી-મોટી કંપનીઓનો માલિક છે.

એક દિવસ આ પરિવારે મહિલા પર અંદાજે 115 કપડાં, કેટલીક મોંઘી હૅન્ડબૅગ, એક ડીવીડી પ્લેયર અને ઘડિયાળ ચોરવાનો આરોપ લગાવ્યો.

પરિવારે પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આ એક હાઈપ્રોફાઇલ કેસ બની ગયો.

જોકે આ મહિનાની શરૂઆતમાં જ પારતી લિયાનીને કોર્ટે છોડી મૂક્યાં છે.

કોર્ટના આદેશ બાદ પારતીએ કહ્યું, "હું બહુ ખુશ છું, હું અંતે આઝાદ છું. હું ચાર વર્ષથી લડતી હતી."

જોકે પારતીના કેસે સિંગાપુરની ન્યાયિક વ્યવસ્થા પર કેટલાક સવાલ ઊભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું ન્યાયિક વ્યવસ્થા પર પણ અસમાનતાનો પ્રભાવ છે? કેમ કે નીચલી કોર્ટે આ મામલે તેમને દોષી ઠેરવ્યાં હતાં.

line

મામલો આખો શું હતો?

પારતી અને તેમના વકીલ અનિલ બાલચંદાની

ઇમેજ સ્રોત, HOME/GRACE BAEY

ઇમેજ કૅપ્શન, પારતી અને તેમના વકીલ અનિલ બાલચંદાની

કહાણી 2007થી શરૂ થાય છે. ત્યારે પારતી લિયોનીએ લ્યૂ મોન લિયૉન્ગના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પરિવારમાં ઘણા સભ્યો હતા, જેમાંના એક લ્યૂના પુત્ર કાર્લ પણ હતા.

વર્ષ 2016માં કાર્લ લ્યૂ અને તેમના પરિવારે અલગ રહેવાનો નિર્ણય કર્યો અને તેઓ કોઈ અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા.

કોર્ટના દસ્તાવેજથી ખબર પડે છે કે પારતીને કાર્લ લ્યૂના નવા ઘર અને ઑફિસની સફાઈ કરવા ઘણી વાર કહેવાયું હતું. જોકે આ સિંગાપુરના શ્રમકાયદાનું ઉલ્લંઘન હતું અને પારતીએ તેની ફરિયાદ પણ માલિકોને કરી હતી.

કેટલાક મહિના બાદ લ્યૂ પરિવારે પારતીને કહ્યું કે 'તેમને ચોરીની શંકામાં નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યાં છે.'

જોકે પારતી અનુસાર, બાદમાં તેઓએ કાર્લ લ્યૂને કહ્યું હતું કે "હું જાણું છું કે મને નોકરીમાંથી કેમ કાઢવામાં આવી રહી છે. ખરેખર તમે નારાજ છો, કેમ કે મેં તમારું શૌચાલય સાફ કરવાની ના પાડી દીધી હતી."

line

એક ધમકીનો અંજામ

પારતીએ કોર્ટને જણાવ્યું કે પરિવારે ડીવીડી પ્લેયર ખરાબ થઈ જતા તેને ફેંકી દીધું હતું

ઇમેજ સ્રોત, HOME

ઇમેજ કૅપ્શન, પારતીએ કોર્ટને જણાવ્યું કે પરિવારે ડીવીડી પ્લેયર ખરાબ થઈ જતા તેને ફેંકી દીધું હતું

પારતીને બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાનો સામાન પેટીઓમાં ભરી લે, જેથી તેને ઇન્ડોનેશિયામાં પારતીના ઘરે પહોંચાડી શકાય. પૅકિંગ બાદ પારતી પોતાના ઘરે ઇન્ડોનેશિયા આવી ગયાં.

જોકે સામાન બાંધતી વખતે પારતીએ લ્યૂ પરિવારને ધમકી આપી હતી કે તે સિંગાપુર પ્રશાસનને બતાવશે કે તેમની પાસે કાર્લ લ્યૂનું ઘર સાફ કરાવડાવ્યું હતું.

પારતીના ગયા પછી લ્યૂ પરિવારે નક્કી કર્યું કે તેમના સામાનની તપાસ કરાય, અને કથિત તપાસ બાદ તેઓએ દાવો કર્યો કે તેમને પારતીના સામાનમાં પોતાનો કેટલોક સામાન મળ્યો. બાદમાં લ્યૂ મોન લિયૉન્ગ અને તેમના પુત્ર કાર્લ લ્યૂએ 30 ઑક્ટોબર, 2016માં પોલીસમાં પારતી સામે ફરિયાદ નોંધાવી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પારતી અનુસાર, તેમને આ અંગે કોઈ જાણકારી નહોતી. પાંચ અઠવાડિયાં પછી તેઓ નવા કામની શોધમાં ફરી સિંગાપુર આવ્યાં તો પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

જોકે હવે પારતીનું નામ એક ગુનાહિત કેસમાં સામેલ હતું. આથી તેઓ કામ કરી શકવાના નહોતાં. એવામાં તેમને પ્રવાસી શ્રમિકોના બસેરામાં શરણ લેવી પડી અને આર્થિક મદદ માટે તેઓ તેના પર નિર્ભર રહ્યાં.

પારતી પર જે સામાનની ચોરીનો આરોપ લાગ્યો હતો એની કિંમત એક અનુમાન પ્રમાણે, લગભગ 34 હજાર સિંગાપુર ડૉલર એટલે કે 18 લાખ રૂપિયાથી વધુ હતી.

line

બે વર્ષ બે મહિનાની જેલની સજા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સુનાવણી દરમિયાન પારતીએ દલીલ કરી કે જે સામાનને ચોરીનો સામનો કહેવાઈ રહ્યો છે, તેમાંથી કેટલોક તેમનો સામાન છે, કેટલોક સામાન એવો છે જે પરિવારે ફેંકી દીધો હતો અને કેટલોક સામાન એ છે જે તેઓએ પૅક જ નહોતો કર્યો.

વર્ષ 2019માં એક જિલ્લા ન્યાયાધીશે તેમને ચોરીનાં દોષી ઠેરવ્યાં અને તેના માટે પારતીને બે વર્ષ બે મહિનાની જેલની સજા સંભળાવી.

જોકે પારતીએ કોર્ટના આ નિર્ણય સામે અપીલ કરી અને સિંગાપુરની હાઈકોર્ટે આખરે આ મહિને તેમને છોડી મૂક્યાં.

જજે કહ્યું કે પરિવારે ખોટા ઇરાદાથી તેમની સામે આરોપ લગાવ્યા. સાથે જ તેઓએ પોલીસ, આરોપી પક્ષ અને એટલે સુધી કે જિલ્લા ન્યાયાધીશના આ કેસને હૅન્ડલ કરવાના વલણ પર સવાલ ઉઠાવ્યા.

જજે કહ્યું કે પરિવારે પોલીસ ફરિયાદ એટલા માટે નોંધાવી કે જેથી પારતીને કાર્લ લ્યૂના ઘરની સફાઈ કરવાની ફરિયાદથી રોકી શકાય.

જજે નોટિસ કર્યું કે જે ચીજોને ચોરવાનો પારતી પર આરોપ લગાવ્યો હતો, એ બધી ખરાબ હતી અને ખરાબ ચીજોની સામાન્ય રીતે ચોરી ન થાય.

આ કેસને લઈને સિંગાપુરમાં ઘણો હંગામો થયો. તેને 'ધનિક વિરુદ્ધ ગરીબ'ની લડાઈના રૂપમાં જોવામાં આવ્યો.

line

પ્રવાસી શ્રમિકોની ન્યાય સુધી કેટલી પહોંચ?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ કેસ પર સાર્વજનિક વિરોધ જોતા લ્યૂ મોન લિયૉન્ગે ઘણી કંપનીઓના ચૅરમૅનપદેથી નિવૃત્ત થવાની ઘોષણા કરી દીધી.

તેઓએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ હાઈકોર્ટના નિર્ણયનું સન્માન કરે છે અને તેમને સિંગાપુરની ન્યાયિક પ્રણાલિ પર પૂરો ભરોસો છે.

તેઓએ પોલીસ ફરિયાદના પોતાના નિર્ણયનો પણ બચાવ કર્યો. તેઓએ કહ્યું કે 'તેમને સાચે જ લાગ્યું હતું કે કંઈક ખોટું થયું છે અને એટલે તેમની એ ફરજ હતી કે તેઓ પોલીસને તેની જાણકારી આપે.'

આ કેસથી પોલીસ અને ન્યાયિક પ્રણાલિ પણ પર સવાલ ઊભા થયા છે. કાયદા અને ગૃહમંત્રી કે. શનમુગમે કહ્યું કે 'આ આખા ઘટનાક્રમમાં કંઈક તો ખોટું થયું છે.'

આ કેસે એ પણ દર્શાવ્યું છે કે પ્રવાસી મજૂરોની ન્યાય સુધી કેટલી પહોંચ છે.

પારતી સિંગાપુરમાં રહીને કેસ લડી શક્યાં, કેમ કે તેમને બિનસરકારી સંસ્થાઓની મદદ મળી અને તેમના વકીલ અનિલ બાલચંદાની પૈસા લીધા વિના તેમનો કેસ લડ્યા.

આ મામલે નિર્દોષ છૂટ્યા બાદ પારતીએ કહ્યું, "હું હવે ઘરે પરત ફરી રહી છું. મારી પરેશાનીઓ ખતમ થઈ ગઈ. હું લ્યૂ પરિવારને માફી આપું છું અને તેમને એ કહેવા માગું છું કે ફરી કોઈની સાથે આવું ન કરે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો