બ્રુસેલૉસિસ : ચીનમાં લોકો ફરીથી બીમાર કેમ પડી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ વિશ્વ કોરોના વાઇરસના કેરનો સામનો કરી રહ્યું છે જે ચીનના વુહાનથી દુનિયાભરમાં ફેલાયો હતો, ત્યાં હવે બીજી તરફ ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત ગેન્સુ પ્રાંતના લાન્ઝોઉ શહેરમાં અસંખ્ય લોકો એક નવીન તરેહનું સંક્રમણ થયું છે.
આ સંક્રમણ બ્રુસેલૉસિસ બૅક્ટેરિયા ફેલાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને ઝપેટમાં લઈ રહ્યા છે.
ચીનના સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ' ગેન્સુ પ્રાંતના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને ટાંકીને જણાવે કે આ બૅક્ટેરિયાથી લગભગ 3,245 લોકો સંક્રમિત થયા છે.
ગત સોમવારે 21 હજાર લોકોનાં પરીક્ષણ કરાયાં, જેમાં પ્રાથમિક ધોરણે 4646 લોકો પૉઝિટિવ જણાયા.જોકે આ સંખ્યા અપેક્ષાથી વધુ હોઈ શકે છે અને હાલ એના ફેલાવવાને લઈને વહીવટી તંત્ર અને સામાન્ય લોકો ચિંતિત છે. અખબારના રિપોર્ટ અનુસાર 11 સરકારી સંસ્થાઓને વિનામૂલ્યે ટેસ્ટ અને સારવાર માટે હૉસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે.

શું છે બ્રુસેલૉસિસ અને તે કેવી રીતે ફેલાય છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બ્રુસેલૉસિસ એક બૅક્ટેરિયાથી થતી બીમારી છે જે મુખ્ય રીતે ગાય, ઘેટાં-બકરાં, ભૂંડ અને કૂતરાંઓને સંક્રમિત કરે છે.
માણસોમાં પણ એનું સંક્રમણ થઈ શકે છે જો તે સંક્રમિત પશુના સંપર્કમાં આવે. જેમ કે સંક્રમિત પશુઉત્પાદનોને ખાવા-પીવાથી અથવા હવામાં હાજર બૅક્ટેરિયા શ્વાસ લેવાથી મનુષ્યમાં પહોંચી જાય.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે મોટે ભાગે આ બીમારી સંક્રમિત જાનવરોના પૅશ્ચ્યુરાઇઝ થયા વિનાના દૂધ અથવા પનીર આરોગવાથી માણસોમાં આવી રહી છે.
માણસથી માણસમાં ખૂબ જ ઓછું સંક્રમણ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર આ બીમારી દુનિયાના અનેક દેશોમાં નોંધાતી રહી છે. એની સારવાર શક્ય છે. એક-દોઢ મહિના સુધી દવાઓ લેવી પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લક્ષણો અને ફેલાવો

ઇમેજ સ્રોત, WILLIAM CAMPBELL
બીમારીનાં લક્ષણ દેખાવામાં એક અઠવાડિયાથી લઈને બે મહિના લાગી શકે છે, પરંતુ ઘણી વાર બેથી ચાર અઠવાડિયાંમાં લક્ષણ દેખાવા લાગે છે. એનાં લક્ષણ છે તાવ, પરસેવો થવો, થાક, ભૂખ ન લાગવી, માથું દુખવું, વજન ઘટવું અને માંસપેશીઓમાં દુખાવો.
અનેક લક્ષણો લાંબા સમય સુધી રહી શકે છે અને કેટલાંક ક્યારેય નથી દેખાતાં. જેમ કે વારેવારે તાવ, સાંધામાં દુખાવો, અંડકોષમાં સોજો, હૃદય અથવા લીવરમાં સોજો, માનસિક લક્ષણો, થાક, ડિપ્રેશન વગેરે. અનેક વાર હળવાં લક્ષણો જણાય છે.આ બૅક્ટેરિયા પાછલા વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં એક ફૅક્ટરીમાંથી થયેલા ગળતર પછી ફેલાયા હતા. આ બૅક્ટેરિયાની સારવાર માટે બનનારી બ્રુસેલૉસિસ વૅક્સિનના ઉત્પાદનમાં ઍક્સ્પાયર થઈ ચૂકેલા જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને કારણે બૅક્ટેરિયાથી સંક્રમિત ઍરોસોલ્સનું હવામાં લીકેજ થઈ ગયું.
જણાવાઈ રહ્યું છે કે અહીં પાસે લાન્ઝાઉ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં હવાના માધ્યમથી સંક્રમણ લોકોમાં ફેલાયું અને આ બીમારીની શરૂઆત થઈ.

તે પછી શું કાર્યવાહી કરવામાં આવી?

ઇમેજ સ્રોત, PORNCHAI KITTIWONGSAKUL
ન્યૂઝ એજન્સી એએનઆઈએ લાન્ઝાઉ હેલ્થ કમિશનના હવાલેથી જણાવ્યું છે કે આ બીમારીના ફેલાયાના મહિનાઓ પછી પ્રાંતીય અને મ્યુનિસિપલ અધિકારીઓએ ફૅક્ટરીમાંથી થયેલા ગળતરને લઈને તપાસ શરૂ કરી. જાન્યુઆરી સુધી આ ફૅકટરીના વૅક્સિન-ઉત્પાદનનું લાયસન્સ રદ કરી દેવાયું.
ફૅક્ટરીમાં કુલ સાત પશુઓની દવાઓ માટે મંજૂરી રદ કરી દેવાઈ. એએનઆઈ અનુસાર ફૅક્ટરીએ ફેબ્રુઆરીમાં સાર્વજનિક રીતે માફી માગી અને કહ્યું તેણે આ આ મામલે જવાબદાર મળી આવેલા આઠ લોકોને કડક સજા આપી છે.
ચીનમાં હન્તા વાઇરસ પણ પોતાની અસર છોડી ચૂક્યો છે
આ જ વર્ષે ગ્લોબલ ટાઇમ્સે સમાચાર આપ્યા હતા કે ચીનના યુનાન પ્રાંતમાં હન્તા વાઇરસને કારણે 23 માર્ચે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. હન્તા વાઇરસ ઉંદરથી ફેલાય છે. જો કોઈ વ્યક્તિ ઉંદરનાં મળ-મૂત્ર અથવા લાળને સ્પર્શ કર્યા બાદ પોતાના ચહેરા ઉપર હાથ લગાવે છે તો એના હન્તા વાયરસથી સંક્રમિત થવાની આશંકા વધી જાય છે.
જોકે સામાન્ય રીતે હન્તા વાઇરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જતો નથી. હન્તાના સંક્રમણની જાણ થવામાં એકથી આઠ અઠવાડિયાંનો સમય લાગી શકે છે.
જો કોઈ વ્યક્તિ હન્તા સંક્રમિત છે તો એને તાવ, દુખાવો, શરદી, શરીરમાં દુખાવો, ઊલટી જેવી પરેશાની થઈ શકે છે.
હન્તા સંક્રમિત વ્યક્તિની સ્થિતિ બગડવાથી ફેફસાંમાં પાણી ભરાવું અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે.
જાન્યુઆરી 2019માં હન્તાથી સંક્રમિત 9 લોકોનાં પેટાગોનિયામાં મૃત્યુ થઈ ગયાં હતાં. તે પછી પર્યટકોને સાવધ પણ કરવામાં આવ્યા હતા. ત્યારના અનુમાન અનુસાર આ વાઇરસથી સંક્રમિત લોકોના 60 કેસ સામે આવ્યા હતા જેમાં 50ને ક્વૉરેન્ટીન રખાયા હતા.
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનનું માનીએ તો હન્તા વાયરસમાં મૃત્યુદર 38 ટકા હોય છે અને આ બીમારીની કોઈ ચોક્ક્સ સારવાર નથી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












