IPL Auction 2022: હરાજીના બીજા દિવસે સૌથી વધુ 11.50 કરોડમાં વેચાયા ઇંગ્લૅન્ડના ખેલાડી લિવિંગસ્ટોન
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 15મી સિઝન માટે ખેલાડીઓની બીજા અને અંતિમ દિવસની હરાજી ચાલી રહી છે.

ઇમેજ સ્રોત, Gareth Copley
પહેલા દિવસે જ્યાં વિદેશી ખેલાડીઓ કરતાં દેશી ખેલાડીઓ ચમક્યા. ત્યાં બીજા દિવસે વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. ઇંગ્લિશ ક્રિકેટર લાયમ લિવિંગસ્ટોન બીજા દિવસે સૌથી મોંઘા ખેલાડી રહ્યા છે. લિવિંગસ્ટોનને પંજાબ કિંગ્સે 11.5 કરોડમાં ખરીદ્યા છે. લિવિંગસ્ટોનને પોતાની ટીમમાં સામેલ કર્યા બાદ પંજાબે વેસ્ટ ઇન્ડિઝના ઑલ-રાઉન્ડર ખેલાડી ઓડિયન સ્મિથને છ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હરાજીના બીજા દિવસની શરૂઆત દક્ષિણ આફ્રિકન ક્રિકેટર ઍડન માક્રમથી થઈ. જેમને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યા. ભારતીય બૅટર અજિંક્ય રહાણેને કોલકાતા નાઇટ રાઇડર્સે એક કરોડ રૂપિયામાં ખરીદ્યા. ત્યાર બાદ મનદીપ સિંહને દિલ્હી કૅપિટલ્સે 1.10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા. ગુજરાત ટાઇટન્સે વિજય શંકરને 1.40 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યા.
દક્ષિણ આફ્રિકન ખેલાડી માર્કો જૅનસન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 4.2 કરોડમાં વેચાયા. ત્યાર બાદ ચેન્નઈએ શિવમ દુબેને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા. ભારતીય ક્રિકેટર ખલીલ અહમદને દિલ્હી કૅપિટલ્સે 5.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા. શ્રીલંકન બૉલર દુશ્મંતા ચમીરા બે કરોડ રૂપિયામાં વેચાયા. ચેતન સકારિયાને દિલ્હી કૅપિટલ્સે 4.2 કરોડ અને સંદીપ શર્માને પંજાબે 50 લાખ રૂપિયામાં ખરીદ્યા છે.

કોણ સૌથી મોંઘુ વેચાયું?

ઇમેજ સ્રોત, Getty Images
ઈશાન કિશન - 15.25 કરોડ રૂપિયા, મુંબઈ ઇન્ડિયન્સ
દીપક ચહર - 14 કરોડ રૂપિયા, ચેન્નઈ સુપર કિંગ્સ
શ્રેયસ અય્યર - 12.25 કરોડ રૂપિયા, કોલકાતા નાઇટ રાઇડર્સ
લાયમ લિવિંગસ્ટોન - 11.5 કરોડ રૂપિયા, પંજાબ કિંગ્સ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિકોલસ પૂરન - 10.75 કરોડ રૂપિયા, સનરાઇઝર્સ હૈદરાબાદ
શાર્દૂલ ઠાકુર - 10.75 કરોડ રૂપિયા, દિલ્હી કૅપિટલ્સ
વાનિંદુ હસરંગા - 10.75 કરોડ રૂપિયા, રૉયલ ચૅલેન્જર બૅંગ્લોર
હર્ષલ પટેલ - 10.5 કરોડ રૂપિયા, રૉયલ ચૅલેન્જર બૅંગ્લોર
પ્રસિદ્ધ કૃષ્ણા - 10 કરોડ રૂપિયા, રાજસ્થાન રૉયલ્સ
લોકી ફર્ગ્યુસન - 10 કરોડ રૂપિયા, ગુજરાત ટાઇટન્સ
આવેશ ખાન - 10 કરોડ રૂપિયા, લખનૌ સુપર જાયન્ટ્સ

બોલી લાગી પણ ખરીદનાર ન મળ્યા તેવા ખેલાડીઓ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ એક સમયના દિગ્ગજ ગણાતા ખેલાડીઓ એવા સુરેશ રૈના, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, શાકિબ અલ હસન, ઋદ્ધિમાન સહા, મોહમ્મદ નબી, અમીત મિશ્રા, ડેવિડ મિલર, ઇયૉન મૉર્ગન, માર્નસ લાબુસ્યગને, ઍરૉન ફિંચ, ઇશાંત શર્મા, ચેતેશ્વર પુજારા, સૌરભ તિવારી, જેમ્સ નીશમ, ક્રિસ જૉર્ડન અને લુંગીશાની ગીડી.

ઇશાન કિશન સૌથી મોંઘા ખેલાડી

ઇમેજ સ્રોત, BCCI/IPL
આઈપીએલની 15મી સિઝન માટે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયામાં અત્યાર સુધી ઈશાન કિશન અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી સાબિત થયા છે. ઈશાન કિશન માટે હરાજી ઘણી વાર સુધી ચાલી અને અંતે મુંબઈ ઇન્ડિયન્સે કિશને 15.25 કરોડમાં ખરીદ્યા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગઈ કાલે લિલામમાં વાનિંદુ હસરંગાને આરસીબીએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યા. તેમજ વૉશિંગટન સુદંરને 8.75 કરોડમાં સનરાઝર્સ હૈદરાબાદે ખરીદ્યા હતા.
આ હરાજીમાં વિશ્વભરના 590 ખેલાડીઓને સામેલ કરાયા છે.
બીસીસીઆઈ પાસે વિશ્વભરના કુલ એક હજાર 214 ખેલાડીઓનાં આવેદનો આવ્યાં હતાં. જે 590 ખેલાડીઓ નક્કી કરાયા તેમાંથી 370 ભારતીય છે, બાકીના વિદેશી છે.
લખનૌ અને અમદાવાદની ટીમ પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. હવે આઈપીએલમાં સામેલ ટીમોની સંખ્યા આઠથી વધારીને 10 કરી દેવાઈ છે.

કોને કેટલામાં ખરીદવામાં આવ્યા?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશેલા હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 10.75 કરોડમાં ખરીદ્યા છે.
IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર હર્ષલ પટેલમાં ચેન્નાઈ, મુંબઈ અને લખનૌ બધાએ રસ દાખવ્યો હતો, પરંતુ તેમને આરસીબીએ 10.5 કરોડ રુપિયામાં ખરીદી લીધા હતા.
દીપક હુડ્ડાને લખનૌએ 5.75 કરોડમાં ખરીદ્યા હતા.
શ્રેયસ અય્યર આજે આઈપીએલની વર્તમાન સિઝનમાં સૌથી મોંઘા વેચાયા છે. હરાજી પહેલાં જ બધાની નજર શ્રેયસ અય્યર પર હતી અને આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સ તેમને ખરીદવામાં મેદાન મારી ગઈ.
તેમની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી, બેંગલુરુ, કોલકાતાએ અય્યર માટે બોલી લગાવી અને બાદમાં કેકેઆરએ 12.25 કરોડમાં અય્યરને ખરીદી લીધા.
શ્રેયસ અય્યરની ગણના આઈપીએલના સૌથી સફળ બૅટ્સમૅનોમાં થાય છે, પરંતુ છેલ્લી બે સિઝનમાં શ્રેયસ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.
ગયા વર્ષે દિલ્હી કૅપિટલ્સે તેમને કપ્તાનપદેથી હટાવીને ઋષભ પંતને કપ્તાની સોંપી હતી. એવું માનવામાં આવતું હતું કે દિલ્હી કૅપિટલ્સ અય્યરને જાળવી રાખશે.
ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને ગુજરાત ટાઈટન્સની ટીમે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
શમી માટે આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બિડિંગમાં હોડ જામી હતી પરંતુ આખરે ગુજરાતે તેમને ખરીદી લીધા.
ત્યાર બાદ આફ્રિકન બૅટ્સમૅન ફાફ ડુ પ્લેસિસની ખરીદી પર ચેન્નાઈ અને આરસીબી વચ્ચે હોડ જામી જેમાં આરસીબીએ તેમને 7 કરોડ રૂપિયામાં ખરીદી લીધા.
ધવન બાદ પંજાબની ટીમે પણ દક્ષિણ આફ્રિકાના ખેલાડી કસિગો રબાડા પર તિજોરી લૂંટાવી હતી અને તેમને 9.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધા.
હરાજીના પ્રથમ દિવસે જ શિખર ધવનની બોલી લાગી. ધવનને પંજાબ કિંગ્સે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા. શિખર ધવનની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી.
આ ઉપરાંત પૅટ કમિન્સને કોલકાતા નાઇટ રાઇડર્સે 7.25 કરોડમાં ખરીદ્યા છે તો આર. અશ્વિનને રાજસ્થાન રૉયલ્સે 5 કરોડમાં ખરીદ્યા છે.

કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?

ઇમેજ સ્રોત, MATTHEW LEWIS-ICC
અફધાનિસ્તાનના 17, ઑસ્ટ્રેલિયાના 47, બાંગ્લાદેશના પાંચ, ઇંગ્લૅન્ડના 24, આયર્લૅન્ડના પાંચ, ન્યૂઝીલૅન્ડના 24, સાઉથ આફ્રિકાના 33, શ્રીલંકાના 23, વેસ્ટ ઇન્ડીઝના 34, નામિબિયાના 3 અને ઝિમ્બાબ્વે, નેપાળ, અમેરિકા અને સ્કૉટલૅન્ડના એક-એક ખેલાડીએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
48 ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા નક્કી કરી છે. 22 ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઇઝ દોઢ કરોડ રૂપિયા નક્કી કરી છે અને 34 ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા નક્કી કરી છે.
દક્ષિણ આફ્રિકાના 42 વર્ષની વયના સ્પિનર ઈમરાન તાહિર આ હરાજીમાં સૌથી મોટી વયના ખેલાડી છે, જ્યારે અફઘાનીસ્તાનના 17 વર્ષની વયના નૂર અહમદ હરાજીમાં ભાગ લેનાર સૌથી નાની વયના ખેલાડી છે.
દરેક ટીમ પાસે કેટલા પૈસા છે તેના પર બધો આધાર હોય છે. જે ટીમોએ તેમના અગાઉના પ્લેયર્સ પૈકીના ચારને જાળવી રાખ્યા હશે તેમની પાસે આ હરાજી માટે ઓછા પૈસા હશે.
આઈપીએલ ટીમો દ્વારા હરાજીમાં જંગી રોકાણ કરવામાં આવે છે.
ચેન્નાઈ સુપર કિંગ્ઝ રૂ. 48 કરોડનું, દિલ્હી રૂ. 47.5 કરોડનું, કોલકાતા રૂ. 48 કરોડનું, મુંબઈ રૂ. 48 કરોડનું, પંજાબ કિંગ્ઝ 72 કરોડનું, રાજસ્થાન રૉયલ્સ 62 કરોડનું, રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ રૂ. 57 કરોડનું અને સનરાઇઝર્સ હૈદરાબાદ 68 કરોડ રૂપિયાનું રોકાણ કરે છે.
ટીમ પંજાબ કિંગ્ઝ પાસે હરાજી માટે મોટા પ્રમાણમાં નાણાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે પણ સારી ટીમ બનાવવા માટે પૂરતાં નાણાં છે.
અન્ય ટીમોએ તેમના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે તેથી એ ટીમો પાસે આગામી હરાજીમાં ખર્ચવા માટે મર્યાદિત પ્રમાણમાં નાણાં હશે.

અમદાવાદ અને લખનૌની ઍન્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતની ટુર્નામેન્ટ માટે ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરવામાં આવી છે. લખનૌ અને અમદાવાદની ટીમો આ સીઝનમાં સૌપ્રથમ વખત ભાગ લેશે. બન્ને ટીમો ત્રણ-ત્રણ ખેલાડીઓ પસંદ કરી ચૂકી છે.
કે એલ રાહુલ લખનૌનું નેતૃત્વ કરશે, જ્યારે હાર્દિક પંડ્યા અમદાવાદની ટીમની કૅપ્ટનશિપ સંભાળશે. લખનૌની ટીમ રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઈનિસને પણ ખરીદી ચૂકી છે.
અમદાવાદની ટીમે રાશિદ ખાન અને શુભમન ગિલને ખરીદી લીધા છે.

ટીમોએ કેટલા પ્લેયર્સ જાળવી રાખ્યા છે?

ઇમેજ સ્રોત, BRENDON THORNE
પોતાની લાંબા ગાળાની વ્યૂહરચનાનો ભાગ હોય તેવા ખેલાડીઓને જાળવી રાખવાની તક આઈપીએલ ટીમોને મળે છે. દરેક ટીમ મહત્તમ ચાર ખેલાડીઓને રિટેઈન કરી શકે છે. એ ખેલાડીઓને હરાજી માટે ધ્યાનમાં લેવાતા નથી.
પંજાબ કિંગ્ઝે મયંક અગ્રવાલ અને અર્શદીપ સિંહને, ચેન્નાઈ સુપર કિંગ્ઝે મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા તથા મોઈન અલીને, મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ તથા જસપ્રીત બુમરાહને, કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ અય્યર, આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, તથા વરુણ ચક્રવર્તીને, સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસન, ઉમરાન મલિક તથા અબ્દુલ સમદને રિટેઇન કરી રાખ્યા છે.
રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલી, ગ્લેન મૅક્સવેલ તથા મોહમ્મદ સિરાજને, રાજસ્થાન રૉયલ્સે જૉસ બટલર, સંજુ સૅમસન તથા યશસ્વી જયસ્વાલને, જ્યારે દિલ્હી કૅપિટલ્સે રિષભ પંત, પૃથ્વી શો, અક્ષર પટેલ અને ઍન્રિક નૉર્જેને રિટેઈન કર્યા છે.

હરાજીમાં કોણ ગેરહાજર?

ઇમેજ સ્રોત, Getty Images
યુનિવર્સલ બૉસ ક્રિસ ગેઈલે આ વખતે હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.
સ્ફોટક બૅટિંગ માટે વિખ્યાત ક્રિસ ગેઈલની બૅટિંગ આ સીઝનમાં જોવા મળશે નહીં. ઇંગ્લૅન્ડની ટીમ માટે રમવાને પ્રાધાન્ય આપવાને કારણે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ આ સીઝનમાં નહીં રમે.
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિચેલ સ્ટાર્કે બાયોબબલનું કારણ આપીને આ વખતે હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.
અગાઉ પંજાબ અને ચેન્નઈની ટીમો માટે રમી ચૂકેલા સેમ કરન ઈજાને કારણે હઠી ગયા છે. ન્યૂઝીલૅન્ડના તેજસ્વી ફાસ્ટ બૉલર કાયલે જેમિસનનું નામ હરાજી માટે ઉપલબ્ધ ખેલાડીઓની યાદીમાં નથી.

આ વખતે મૅચો ક્યાં રમાશે?
કોરોનાના પ્રભાવને કારણે ભારતમાં આઈપીએલ યોજવાનું કામ એક મોટો પડકાર છે. કોઈ એક જ શહેરમાં તમામ મૅચો રમાડવામાં આવે તો ટીમોએ પ્રવાસ કરવો પડતો નથી અને ચેપ લાગવાની શક્યતા પણ ઓછી હોય છે.
આ વાતને ધ્યાનમાં રાખીને આ વર્ષની આઈપીએલ ટુર્નામેન્ટ મુંબઈમાં જ યોજાવાની શક્યતા છે. આઈપીએલના મૅનેજમેન્ટે આ સંબંધે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડી વાય પાટીલ સ્ટેડિયમ ટુર્નામેન્ટ માટે તથા અન્ય મેદાનો પ્રૅક્ટિસ માટે ઉપલબ્ધ હોવાથી ટુર્નામેન્ટ મુંબઈમાં યોજી શકાય તેમ છે.
કોરોનાનો પ્રસાર વધે તો કટોકટીની પરિસ્થિતિમાં આ સ્પર્ધા યુનાઈટેડ આરબ અમિરાત, દક્ષિણ આફ્રિકા કે શ્રીલંકામાં યોજી શકાય છે.
આ વખતે મુખ્ય સ્પોન્સર ટાટા છે. ડીએલએફ, પેપ્સી, વીવો તથા ડ્રીમ ઈલેવન સહ-પ્રાયોજક છે. ટાટા જૂથને આઈપીએલના મુખ્ય સ્પોન્સર થવાનું બહુમાન સૌપ્રથમ વખત મળ્યું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













