Andre Russell : ક્રિકેટની સૌથી વિચિત્ર રન આઉટની ઘટના, આંદ્રે રસેલ એવી રીતે રન આઉટ થયા કે સૌ આશ્ચર્યમાં પડી ગયા
ક્રિકેટમાં ક્યારે શું થાય તે કહી ન શકાય, તમે રન આઉટ થતા ઘણા ખેલાડીને જોયા હશે, પરંતુ વેસ્ટઇન્ડિઝના ખેલાડી આંદ્રે રસેલ જે રીતે રન આઉટ થયા તે હાલ ચર્ચામાં છે.
ખરાબ રનિંગ, ખોટો કૉલ કે શાનદાર થ્રોને કારણે ખેલાડીઓ રન આઉટ થતા હોય છે, પરંતુ બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં રસેલ જે રીતે રન આઉટ થયા એવું ભાગ્યે જ બન્યું હશે.
આ મૅચમાં ફિલ્ડરના એક થ્રોને કારણે સ્ટ્રાઇકર અને નોન સ્ટ્રાઇકર બંને ઍન્ડ પર સ્ટમ્પ ઊખડી ગયાં અને એ પણ એક જ થ્રોમાં, જેની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
વિચિત્ર રન આઉટ, પ્રશંસકોમાં અચંબો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
19 જાન્યુઆરીથી બાંગ્લાદેશ પ્રિમિયર લીગની નવી સિઝન શરૂ થઈ છે. ટુર્નામેન્ટની બીજી જ મૅચમાં આ આશ્ચર્ય પમાડનારી ઘટના બની છે.
ખુલના ટાઇગર્સ અને મિનિસ્ટર ગ્રૂપ ઢાકા વચ્ચે મૅચ ચાલી રહી હતી ત્યારે 15મી ઓવરમાં આ ઘટના બની હતી.
મિનિસ્ટર ગ્રૂપ ઢાકાની ટીમ બૅટિંગ કરી રહી હતી. શ્રીલંકાના પૂર્વ ઑલરાઉન્ડર થિસારા પરેરા બૉલિંગ કરી રહ્યા હતા. ઓવરના છેલ્લા બૉલ પર સ્ટ્રાઇક પર આંદ્રે રસેલ હતા.
પરેરાએ ધીમી ગતિથી બૉલ ફેંક્યો અને રસેલે થર્ડ મૅનની દિશામાં બૉલને ફટકાર્યો. જે બાદ તેઓ સિંગલ રન લેવા માટે ક્રીઝમાંથી દોડ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ ફિલ્ડિંગ કરી રહેલા તંજિદ હસને બૉલને ખૂબ જ ઝડપથી પકડીને સ્ટ્રાઇકર ઍન્ડ પર સ્ટમ્પમાં માર્યો.
ખૂબ જ ઝડપથી દોડી રહેલા મહમુદુલ્લાહ સ્ટ્રાઇકર ઍન્ડ પર પહોંચી ગયા હતા. જોકે, બૉલ સ્ટ્રાઇકર ઍન્ડ પર સ્ટમ્પમાં લાગ્યા બાદ સીધો જ નોન સ્ટ્રાઇકર ઍન્ડ તરફ ગયો.
આશ્ચર્યની વાત એ છે કે તે ત્યાં પણ સ્ટમ્પ પર લાગ્યો. જ્યાં આંદ્રે રસેલ ક્રીઝ સુધી પહોંચ્યા ન હતા અને રનઆઉટ થઈ ગયા.
એક જ થ્રોમાં બૉલ બંને તરફ સ્ટમ્પમાં લાગે તેવી ઘટના ક્રિકેટના ઇતિહાસમાં ભાગ્યે જ ઘટી હશે.
સાથે જ પ્રશંસકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા છે. હાલ આ રન આઉટની ઘટનાની ચર્ચા ચાલી રહી છે.

રન આઉટ થર્ડ અમ્પાયરની મદદ લેવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
15મી ઓવરના છેલ્લા બૉલ પર રન આઉટ થતાં જ ખુલના ટાઇગર્સના ખેલાડીઓએ સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. જે બાદ મેદાન પરના અમ્પાયરે રન આઉટ માટે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી.
રિપ્લેમાં ખબર પડી કે બૉલ સ્ટમ્પમાં વાગ્યો અને બેઇલ પડી ત્યાં સુધી રલેસ ક્રીઝ પર પહોંચી શક્યા નહોતા.
રસેલને પણ ખુદના રન આઉટ પર આશ્ચર્ય થયું. તેમણે 3 બૉલમાં 7 રન બનાવ્યા હતા.
રન આઉટને કારણે ચર્ચામાં રહેલી આ મૅચમાં પ્રથમ બૅટિંગ કરતાં મિનિસ્ટર ગ્રૂપ ઢાકા 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ખુલના ટાઇગર્સે 19 ઓવરમાં જ 184 રન બનાવી જીત મેળવી લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












