અનિલ અંબાણી જ્યારે મુકેશ અંબાણીને જેલમાં મોકલવા માગતા હતા

મુકેશ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

'દેવામાં ડૂબેલા' ભારતના બિઝનેસમૅન અનિલ અંબાણીએ લંડનની એક કોર્ટને કહ્યું છે કે હાલ તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે અને તેમની પાસે માત્ર એક કાર છે.

તેમણે એવું પણ કહ્યું કે વકીલોની ફી આપવા માટે તેમણે દાગીના વેચવા પડ્યા છે, જેના 9.9 કરોડ રૂપિયા મળ્યા છે. હવે તેમની પાસે એવું કંઈ બચ્યું નથી, જેની કોઈ કિંમત મળી શકે.

બ્રિટનની હાઈકોર્ટે 22મી મે 2020ના રોજ એક આદેશમાં અંબાણીને કહ્યું હતું કે તેઓ ચીનની બૅન્કોનું 5281 કરોડ રૂપિયાનું દેવું 12 જૂન સુધી ચૂકવી દે.

આ સાથે જ તેમને બૅન્કોની લીગલ ફી માટે 7 કરોડ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ અપાયો છે.

10 વર્ષ પહેલાં અનિલ અંબાણીએ પોતાના ભાઈ મુકેશ અંબાણી પર 10 હજાર કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો.

મુકેશ અંબાણીએ ન્યૂયૉર્ક ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનિલ અંબાણી પર બન્ને અલગ થયા એ પહેલાં પોતાના વિરુદ્ધ લૉબીઇસ્ટ અને જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઇન્ટરવ્યૂ બાદ અનિલ અંબાણીએ પોતાના ભાઈ મુકેશ અંબાણી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

માર્ચ 2019માં અનિલ અંબાણીનું બિલકુલ અલગ નિવેદન આવ્યું. અનિલ અંબાણીએ કહ્યું, "મારા આદરણીય ભાઈ અને ભાભીનો દિલથી આભાર. મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભાં રહ્યાં."

મુકેશ અંબાણીએ પોતાના ભાઈનું દેવું ચૂકતે કરીને પોતાના ભાઈને જેલ જતા બચાવ્યા છે.

પિતાના મોત બાદ ધીરુભાઈ અંબાણીનું વેપારીસામ્રાજ્ય રિલાયન્સ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.

મુકેશ અંબાણી - અનિલ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

સ્વીડનની કંપની એરિક્સનના 7.7 કરોડ ડૉલરના દેવાને અનિલ અંબાણીએ 20 માર્ચ સુધી ચૂકતે કરવાનું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો તેઓ નક્કી કરેલા સમયની અંદર દેવું ભરપાઈ નહીં કરે તો તેમને ત્રણ મહીના જેલામાં જવું પડશે.

અનિલે ગયા વર્ષે જ દેવું ચૂકવવાનો અદાલતને વાયદો કર્યો હતો. જોકે, વાયદો તોડવાને કારણે કોર્ટે તેમને અવગણનાના દોષી ગણાવ્યા હતા.

અનિલ અંબાણીની કંપની આરકૉમ આ રકમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી હતી અને મુકેશ અંબાણી તારણહાર બન્યા.

સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી સમયસીમાથી બે દિવસ પહેલાં એરિક્સન કહ્યું કે તેમનું દેવું આરકૉમે વ્યાજ સહિત ભરપાઈ કરી દીધું છે. જે બાદ અટકળો શરૂ થઈ કે આરકૉમ પાસે આ પૈસા ક્યાંથી આવ્યા.

મોડી રાત્રે આ વાતનો જવાબ મળી ગયો જ્યારે અનિલ અંબાણી ખુદ સામે આવ્યા અને તેમણે કહ્યું કે ભૂતકાળની કડવાશ ભૂલવા માટે પોતાના ભાઈના આભારી છે.

બંને ભાઈઓનો ભૂતકાળ ખૂબ જ નાટકીય રહ્યો છે. એવું ત્યારે છે જ્યારે ભારતના વેપારી સામ્રાજ્યમાં બંને પરિવારોનો દબદબો છે.

અનિલ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

ધીરુભાઈ અંબાણીના મોતનાં ત્રણ વર્ષ બાદ રિલાયન્સ ગ્રૂપ બંને ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગયું હતું.

મુકેશના હિસ્સામાં પેટ્રોલિયમ ઉત્પાદનો સાથે જોડાયેલો કારોબાર આવ્યો તો અનિલના હિસ્સામાં સંભાવનાઓથી ભરેલાં સૅક્ટર ટેલિકૉમ, ઊર્જા અને ફાઇનાન્સ આવ્યાં હતાં.

અલગ થયા પહેલાં જ બંને ભાઈઓના વચ્ચે તણાવની સ્થિતિ બની ગઈ હતી પરંતુ તેમાં અલગ થયા બાદ વધારો થયો.

અનિલ અંબાણીએ મુકેશ પર તેમના નવા પાવર પ્લાન્ટની ડીલના હિસાબે ગૅસની આપૂર્તિ ના કરવાનો આરોપ લગાવ્યો હતો.

મુકેશ અંબાણીએ દક્ષિણ આફ્રિકાની ટેલિકૉમ કંપની એમટીએનના અનિલ અંબાણીની ટેલિકૉમ કંપની આરકૉમમાં પ્રસ્તાવિત વિલયને રોકી દીધો હતો.

હાલના વર્ષોમાં બંને ભાઈઓ વચ્ચે ભૂતકાળની દુશ્મનીની અસર ઓછી થતી દેખાઈ છે. એવામાં બંને વચ્ચેની શ્રેષ્ઠતાને લઈને પ્રતિસ્પર્ધાનો પણ અંત આવી ગયો છે. આજની તારીખમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ વેલ્યૂ 124 અબજ ડૉલરથી પણ આગળ નીકળી ગઈ છે.

મુકેશની નવી ટેલિકૉમ કંપની જિયોને લઈને પણ રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. બીજી તરફ અનિલ અંબાણીની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ વેલ્યૂ ઘટીને બે અબજ ડૉલરથી પણ નીચે પહોંચી ગયું છે.

પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અનિલ એરિક્સનનું 6.7 કરોડ ડૉલરનું દેવું ચૂકવવાની પણ વ્યવસ્થા કરી શક્યા નહીં.

અનિલ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

જેનાથી ઉલટું અનિલ અંબાણી 2008માં ફૉર્બ્સની રેંકિંગમાં 42 અબજ ડૉલર સાથે દુનિયાના આઠમાં સૌથી અમીર શખ્સ હતા.

હાલ મુકેશ અંબાણી 50 અબજ ડૉલરની ખાનગી સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનવાન શખ્સ છે.

એવામાં મુકેશ અંબાણી માટે ભાઈનું દેવું ચૂકવવું કોઈ મોટો મામલો નથી. આ મામલે મુકેશ અંબાણી બિલકુલ ચૂપ રહ્યા છે. એ પણ છે કે તેઓ આ મામલે કંઈ બોલતા તો અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવતી.

કેટલાક લોકોનું માનવું છે કે આમાં મુકેશ અને અનિલનાં 84 વર્ષનાં માતા કોકિલાબહેનની ભૂમિકા છે. કોકિલાબહેને 2005માં બંને ભાઈઓ વચ્ચે રિલાયન્સ ગ્રૂપના ભાગલા પાડ્યા હતા.

ભાગલા વખતે એ વાત નક્કી થઈ હતી કે બંને ભાઈઓ રિલાયન્સ શબ્દનો ઉપયોગ કરશે પરંતુ બંનેનો કારોબાર પૂરી રીતે અલગ હશે.

અનેક વિશ્લેષ્કોનું માનવું છે કે જો અનિલ અંબાણીની જેલ જતા તો રિલાયન્સ બ્રાન્ડનું નામ ખરાબ થતું.

ડિસેમ્બર 2017માં મુકેશ અંબાણીની જિયોએ આરકૉમની સંપત્તિઓને ખરીદવાની સમજૂતી કરી હતી. જેનાથી મુકેશ અંબાણીની જિયોને સ્પેક્ટ્રમ ઇન્ફ્રાસ્ટક્ચર જલદી હાંસલ કરવામાં મદદ મળી હતી.

2018માં આરકૉમના શૅરમાં 60 ટકા ઘટાડો નોંધાયો હતો અને આખરે ટેલિકૉમ સૅક્ટરમાંથી કારોબાર સંકેલવાનો વારો આવ્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો