PM મોદીની ખાસ વાતચીત, યુપી ચૂંટણીના મતદાનની પૂર્વ સંધ્યાએ શું કહ્યું? 5 મુદ્દામાં સમજો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીત કરી છે. આ સાક્ષાત્કારમાં વડા પ્રધાને વિધાનસભાની ચૂંટણી સહિત કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

ઇમેજ સ્રોત, Ani
વિપક્ષ પર પ્રહાર કરતાં વડા પ્રધાને કહ્યું કે તેઓ 'વિવિધતામાં એકતા'ના મંત્રને અનુસરીને સૌને સાથે લઈને ચાલવામાં માને છે.
તેમણે કેટલાક નેતાઓ પર વિવિધતાના વિચારનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂના સમયને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે.
અહીં નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાય એની પૂર્વસંધ્યાએ વડા પ્રધાને સમાચાર સંસ્થાને ઇન્ટરવ્યૂ આપ્યું છે.
ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાઈ રહી છે અને એની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યમાં સાત તબક્કામાં મતદાન પૂર્ણ થશે.
પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાઈ રહ્યું છે, જ્યારે મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચ એમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સમાજવાદી પાર્ટી પર નિશાન
વડા પ્રધાન મોદીએ કહ્યું કે યુપીમાં લોકો ફરી એકવખત ભાજપના ગઠબંધનને વિજયી બનાવશે.
"અમે યુપીમાં 2014માં જીત્યા અને ફરી 2017માં અને 2019માં પણ અમને જીત મળી. યુપીએ એ જૂની થિયરીને ફગાવી દીધી છે કે જે કહેતી હતી કે યુપીમાં એક વાર જીતનારા પોતાની સફળતાની કહાણી દોહરાવા નથી."
સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના ગઠબંધન પર આકરા પ્રહાર કરતાં વડા પ્રધાને કહ્યું, "બે છોકરાઓની આ રમત આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ. તેમનો અહંકાર એટલે દૃઢ થઈ ગયો કે તેમણે 'ગુજરાતના બે ગધેડા' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પણ યુપીએ તેમને પાઠ ભણાવી દીધો છે. બીજી વખત આ બે છોકરાઓ સાથે 'બુઆજી' પણ મળી ગયાં. એમ છતાં તેઓ નિષ્ફળ રહ્યાં."
"ભાજપ હંમેશાં લોકોની સેવામાં રહ્યો. સરકારમાં રહેતાં અમે સૌના વિકાસની ભાવનાથી કામ કરી રહ્યા છીએ. હાલમાં પાંચ રાજ્યોમાં ભાજપના પક્ષે ભારે લહેર જોવા મળી રહી છે. અમને તમામ જગ્યાએ બહુમત મળશે. આ તમામ રાજ્યોમાં જનતાની સેવાની તક મળશે."
વિવિધતા પર વિશ્વાસ ન હોવાના આરોપ પર શું કહ્યું?
ભાજપનો વિવિધતા પર વિશ્વાસ ન રાખવાનો રાહુલ ગાંધીએ કરેલા આરોપ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, "ભાજપ એવો પક્ષ છે કે જે કહે છે કે દેશના વિકાસ માટે આપણે સ્થાનિક વિવિધતા પર ધ્યાન આપવું જરૂરી છે. પહેલાં વિદેશી નેતાઓના પ્રવાસ માત્ર દિલ્હી સુધી જ રહેતા. પણ હું ચીનના રાષ્ટ્રપતિને તામિલનાડુ લઈ ગયો, ફ્રાંસના રાષ્ટ્રપતિને ઉત્તર પ્રદેશ લઈ ગયો. જર્મન ચાન્સેલરને કર્ણાટક લઈ ગયો. દેશની શક્તિને ઉભારવા, દરેક રાજ્યને પ્રોત્સાહન આપવનું અમારું કામ છે. યુએનમાં હું તામિલમાં બોલું છું."
લખીમપુર ખીરી અંગે શું કહ્યું?
લખીમપુર ખીરીના મામલે પીએમ મોદીએ કહ્યું, "સુપ્રીમ કોર્ટ આ ઘટનાની તપાસ માટે જે પણ સમિતિ બનાવવા ઇચ્છે કે પછી જે પણ જજ આની પાસ કરવા ઇચ્છે, રાજ્ય સરકાર ખુશ છે. આ અંગેની સહમતી આપી દીધી છે."
જવાહરલાલ નહેરુ પરના આરોપ પર શું કહ્યું?
સંસદમાં જવાહરલાલ નહેરુ પર લગાવાયેલા આરોપ અંગેના સવાલ પર પીએમ મોદીએ કહ્યું, "મેં કોઈના દાદા કે પિતાના વિરુદ્ધ કંઈ પણ નથી કહ્યું. મેં એ જ કહ્યું જે એક પૂર્વ વડા પ્રધાને કહ્યું હતું. આ જાણવાનો દેશને અધિકાર છે. તેઓ કહે છે કે અમે નહેરુનું નામ નથી લેતા પણ જ્યારે અમે તેમનું નામ લઈએ તો એમને વાંધો પડે છે. મને તેમનો આ ભય નથી સમજાતો."
પંજાબ અંગે શું કહ્યું?
પંજાબમાં સુરક્ષાના ઉલ્લંઘન અંગે વાત કરતાં પીએમે કહ્યું, "મેં આ મુદ્દે મૌન ધારણ કર્યું છે. સુપ્રીમ કોર્ટ આ મામલાને ગંભીરતાથી જોઈ રહી છે."
તેમણે ઉમેર્યું, "પંજાબ સાથે મારો સંબંધ રહ્યો છે. ત્યાં મેં પાર્ટીના કામ માટે બહુ રહ્યો છું. ત્યાંના લોકોને ઓળખું છું. પંજાબમાં આતંકવાદ વખતે સ્થિતિ બહુ ખરાબ હતી. લોકો રાતે ઘરમાંથી બહાર નીકળી નહોતા શકતા."

ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂને લઈને પ્રશ્નો
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે પ્રથમ તબક્કાના મુતદાન પહેલાં બુધવારે રાત્રે નરેન્દ્ર મોદીનો ઇન્ટવર્યૂ સમાચાર સંસ્થા એએનઆઈ દ્વારા પ્રસારિત કરવાની કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે.
કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું હતું કે, "2017માં ગુજરાત ચૂંટણીના એક દિવસ પહેલાં રાહુલ ગાંધીએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો પરંતુ ચૂંટણીપંચે ચૅનલોને નોટિસ આપી હતી કે, સક્રિય ચૂંટણીનો સમય પૂરો થઈ ગયો છે, ઇન્ટરવ્યૂ પ્રસારિત નહીં કરી શકાય. ઇન્ટરવ્યૂ પ્રસારિત નહોતો થયો. શું ચૂંટણીપંચે મોદીજી માટે આંખો બંધ કરી દીધી છે?"
ત્યારે ટ્વિટર પર સોહિત મિશ્રા નામના એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે,"એ વાત સારી છે કે ભારતના ચૂંટણીપંચે હવે ઢોંગ કરવાનું પણ બંધ કરી દીધું છે. હવે આચારસંહિતા લાગૂ થાય કે નહીં, તેનાંથી કોઈ ફરક નહીં પડે."
"નેતા લોકો ટીવી ઇન્ટરવ્યૂ અને બીજી અન્ય રીતે પોતાનો પ્રચાર ચાલુ રાખશે, પછી આ જ ઈન્ટરવ્યૂ આજે આખી રાત અને કાલે દિવસભર ચલાવવામાં આવશે. ઠીક એ જ સમયે જ્યારે મતદાન ચાલી રહ્યું હશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આદેશ રાવલ નામના એક યૂઝરે ટ્વીટ કર્યું હતું કે, "આજે રાત્રે આઠ વાગ્યે, 70 મિનિટ વડા પ્રધાનજી બોલશે અને ચૂંટણીપંચ સાંભળશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પુનીતકુમાર સિંહ નામના એક યૂઝરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, "આ ઇન્ટરવ્યૂ નથી, સંબોધન ચાલી રહ્યું છે. ચૂંટણીપંચ આંખો બંધ કરીને બેઠું છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
રિટાયર્ડ વિંગ કમાન્ડર અનુમા આચાર્યે ટ્વીટ કર્યું હતું કે, "તો હવે ઇન્ટરવ્યૂનાં નામે ચૂંટણીપ્રચાર કરાઈ રહ્યો છે અને ચૂંટણીપંચ હંમેશાંની જેમ ચૂપ છે. કેટલું સુંદર અને નિષ્પક્ષ છે આપણા દેશનું ચૂંટણીઆયોગ!"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
નવીન કુમાર નામના એક યૂઝરે કરેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, "ચૂંટણીપંચ તમાશો બની ગયો છે. વોટિંગથી ઠીક પહેલા ચૂંટણીપ્રચાર બંધ થવાના 27 કલાક બાદ ભાજપના એક નેતા તમામ ચૅનલો પર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે. મારો મત છે કે ભાજપના અધ્યક્ષને જ ચૂંટણીપંચના મુખ્ય આયુક્ત બનાવી દેવા જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
ઉત્તર પ્રદેશ આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા વૈભવ મહેશ્વરીએ ટ્વીટ કર્યું હતું કે, "પ્રચાર બંધ થવાના આદેશ બાદ બુધવાર વડા પ્રધાન ચૂંટણીપંચના તમામ નિયમોના લીરેલીરા ઊડાવીને રાષ્ટ્રને બિનજરૂરી સંદેશ આપશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો