બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરઃ પસંદગી સમિતિમાં કોણ-કોણ છે?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની ત્રીજી આવૃત્તિ આ વર્ષે રજૂ થશે. વર્ષ 2021માં આ ઍવૉર્ડ માટે નામાંકન પામેલી મહિલા ખેલાડીઓમાં અદિતિ અશોક (ગોલ્ફ), લોવલીના બોર્ગોહાઈ (બૉક્સિંગ), મીરાબાઈ ચાનુ (વેઇટલિફટિંગ), અવનિ લેખરા (પૅરા-શૂટિંગ) અને પી વી સિંધુ (બેડમિંગ્ટન)નો સમાવેશ થાય છે.

પસંદગી પામેલા આ પાંચેય ખેલાડીઓને પ્રમાણભૂત સ્પૉર્ટ્સ પત્રકારો, લેખકો, નિષ્ણાતો અને બીબીસી એડિટર્સ તરફથી મહત્તમ નૉમિનેશન્શ મળ્યાં છે.

બીબીસીની ભારતીય ભાષાઓની ( https://www.bbc.com/gujarati) તથા બીબીસી સ્પૉર્ટની વેબસાઇટ્સ મારફત 28 ફેબ્રુઆરી, 2022ની સાંજે છ વાગ્યા સુધીમાં મળેલા મતોને આધારે વિજેતાની પસંદગી કરવામાં આવશે. વિજેતાનું નામ 28 માર્ચ, 2022ના રોજ કરવામાં આવશે.

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની ત્રીજી આવૃત્તિની જ્યૂરીનો પરિચય મેળવી લેવો જરૂરી છે.

આ જ્યૂરીમાં

- આદેશકુમાર ગુપ્તા, સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર

- ઐશ્વર્યકુમાર લક્ષ્મીનારાયણપુરમ ,ઈએસપીએન ચેનલના સ્ટાફ રાઇટર

- આર્ચી કલ્યાણા, બીબીસી સ્પૉર્ટના ડાઇવર્સિટી પ્રોડ્યુસર-ક્રિકેટ

- સી. વેંકટેશ, સ્પૉર્ટ્સ જર્નલિસ્ટ-બ્રૉડકાસ્ટર

- દીપ્તિ પટવર્ધન, સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર

- ગિલેસ ગોફૉર્ડ, બીબીસી સ્પૉર્ટ્સના ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોડ્યુસર

- હરપાલસિંહ બેદી, સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર

- હેમંત રસ્તોગી, અમર ઉજાલા દૈનિકના ન્યૂઝ એડિટર

- જાન્હવી મૂળે, બીબીસી ન્યૂઝનાં પત્રકાર

- ચંદ્રિકા ડેઈલીના તંત્રી, કમલ વરાદૂર

- માતૃભૂમિ દૈનિક, કેરળના આસિસ્ટન્ટ એડિટર, કે વિશ્વનાથ

- ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દૈનિકના સ્પૉર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ એડિટર, મંજુલા વીરપ્પા

- ધ બ્રીજના કન્ટેન્ટ મૅનેજર મોહમ્મદ ઇમ્તિયાઝ

- ધ વીકના ડેપ્યુટી બ્યૂરો ચીફ તથા સ્પૉર્ટ્સ રાઇટર, નીરુ ભાટિયા

- સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર, નિખિલ નાઝ

- સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર, નૉરિસ પ્રીતમ

- બીબીસી ન્યૂઝના સીનિયર પત્રકાર, પંકજ પ્રિયદર્શી

- પ્રસેન મોદુગલ, સ્પૉર્ટ્સકીડાના ક્રિકેટ તથા ભારતીય સ્પૉર્ટ્સ મૅનેજર

- પ્રશાંત કેણી , લોકસત્તા દૈનિકના સ્પૉર્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ એડિટર

- રાજેન્દર સજવાન, પબ્લિક એશિયાના નેશનલ સ્પૉર્ટ્સ એડિટર

- રાજીવ મેનન, મલયાલા મનોરમાના સ્પેશ્યલ કૉરસ્પૉન્ડન્ટ

- રાકેશ રાવ, ધ હિન્દુના ડેપ્યુટી એડિટર તથા દિલ્હી સ્પૉર્ટ્સ બ્યુરોના વડા

- રાવદીપ સિંહ મહેતા, ઇન્ડિયા ઓલસ્પૉર્ટ્સ (ટ્વિટર)ના સ્થાપક

- રેહાન ફઝલ, બીબીસી ન્યૂઝના સીનિયર પત્રકાર

- રિકા રૉય, ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડના સ્પૉર્ટ્સ એડિટર

- રૂપા ઝા, બીબીસી ન્યૂઝના ભારત ખાતેના વડા

- સદયાંદી એ, ન્યૂઝ18 તામિલનાડુના સીનિયર કૉરસ્પૉન્ડન્ટ

- સમ્બિત મોહપાત્રા, ઓડિયા દૈનિક નિર્ભયના સ્પૉર્ટ્સ એડિટર

- સરજુ ચક્રબોર્તી, ત્રિપુરાના સ્યાંદન પત્રિકાના સ્પૉર્ટ્સ એડિટર

- સૌરભ દુગ્ગલ, સ્પૉર્ટ્સ ગાંવ તથા પિક્સ્ટોરી સાથે સંકળાયેલા સ્પૉર્ટ્સ પત્રકાર

- શાલિની ગુપ્તા, હિન્દુસ્તાન ટાઇમ્સનાં સ્પૉર્ટ્સ વિભાગના ચીફ કન્ટેન્ટ પ્રોડ્યુસર

- શારદા ઉગ્રા, સ્વતંત્ર સ્પૉર્ટ્સ પત્રકાર

- એસ. સબાનાયકન, ઇસ્ટર્ન ક્રૉનિકલના તંત્રી

- સુબોધ મલ્લા બરુઆ, દૈનિક આસામના સ્પૉર્ટ્સ વિભાગના ન્યૂઝ બ્યૂરોના વડા

- સુરેશ કુમાર સ્વૈઈન, ઓડિયા દૈનિક સમ્બાદના સ્પૉર્ટ્સ એડિટર

- સૂર્યાંશી પાંડે, બીબીસી ન્યૂઝનાં પત્રકાર

- સુસાન નાઇનન, ઈએસપીએન ચેનલના સ્પૉર્ટ્સ રાઇટર

- તુષાર ત્રિવેદી, નવગુજરાત સમય દૈનિકના સ્પૉર્ટ્સ એડિટર

- વંદના વિજય, બીબીસી ભારતીય ભાષાઓના ટેલિવિઝનનાં તંત્રી

- વિજય લોકપલ્લી, સ્પૉર્ટ્સસ્ટારના એડિટોરિયલ કન્સલ્ટન્ટ

- વિપુલ કશ્યપ, એએનઆઈ સમાચાર સંસ્થાના સ્પૉર્ટ્સ કૉરસ્પૉન્ડન્ટ

- ધ હિન્દુ દૈનિકના સ્પોર્ટ્સ વિભાગના ડેપ્યુટી એડિટર વી વી સુબ્રમણ્યમનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો