You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોના અંગે નવી માર્ગદર્શિકા, રાત્રિ કર્ફ્યૂ અને લગ્ન સમારોહ માટે શું નિયમ રહેશે? - BBC Top News
ગુજરાતમાં સરકારે નવી કોવિડ માર્ગદર્શિકા બહાર પાડી છે જે મુજબ રાત્રિ કર્ફ્યૂ અને લગ્ન સમારોહ અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી.
નવી માર્ગદર્શિકામાં લગ્ન સમારોહમાં 150 વ્યક્તિઓની મર્યાદા વધારીને 300ની નિર્ધારિત કરવામાં આવી છે.
અલબત્ત, આ મર્યાદા ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ માટેની જ રહેશે. હૉલમાં મર્યાદા 150 વ્યક્તિની રહેશે.
આઠ મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફયૂનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે.
રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
કોરોના સંક્રમણનો વધુ પૉઝિટીવિટી રેટ ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફયૂ લંબાવાયો છે.
અમેરિકન સેનાએ કરી ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીની હત્યા
રાષ્ટ્રપતિ જો બાઇડને જણાવ્યું કે તેમના આદેશ પર અમેરિકન સૈનિકોએ ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીની હત્યા કરી નાખી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ટ્વિટર પર કહ્યું કે, "ગત રાત્રે મારા નિર્દેશ પર અમેરિકન સૈનિકોએ ઉત્તર પશ્ચિમી સીરિયામાં અમેરિકન લોકો અને અમારા સહયોગીઓની સુરક્ષા માટે એક ચરમપંથ વિરુદ્ધ કાર્યવાહીને સફળતાપૂર્વક પૂરી કરી અને દુનિયાને એક વધુ સુરક્ષિત જગ્યા બનાવી."
રાષ્ટ્રપતિ બાઇડને પોતાના ટ્વીટમાં આગળ લખ્યું કે, "અમારા સશસ્ત્ર સૈનિકોની બહાદુરી થકી અમે મેદાન-એ-જંગમાં ઇસ્લામિક સ્ટેટના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશીને મારી નાખ્યા. આ અભિયાનમાં સામેલ બધા અમેરિકન સૈનિકો સુરક્ષિત પાછા ફર્યા છે. હું આજ સવારે આ મુદ્દા પર અમેરિકન લોકોને સંબોધિત કરીશ. ઈશ્વર અમારા સૈનિકોનું રક્ષણ કરે."
સીરિયામાં ઘટનાસ્થળ પર પહોંચનાર સહાયતાકર્મીઓનું કહેવું છે કે હુમલામાં વિપક્ષના કબજાવાળા આતમેહ વિસ્તારમાં છ બાળકો સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં કેટલાક અમેરિકન હેલિકૉપ્ટર્સ ઉતર્યાં હતાં. આ વિસ્તાર ઉત્તર ઇદલિબ પ્રાંતમાં છે.
તુર્કી નજીકના આ વિસ્તારમાં અમેરિકન ઑપરેશન અડધી રાત્રે હાથ ધરાયું હતું.
સ્થાનિક સૂત્રો મુજબ અમેરિકન સૈનિકો સામે વિરોધ થયો હતો. અમેરિકન સૈનિકો પર ઍન્ટી-ઍરક્રાફ્ટ ગન અને અન્ય ભારે હથિયારોથી હુમલો કરાયો હતો.
ગોળીબારનો અવાજ લગભગ બે કલાક સુધી આવતો રહ્યો.
કહેવામાં આવે છે કે અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરૈશી પહેલાં ઇસ્લામિક સ્ટેટના નેતા રહ્યા અબુ બક્ર અલ-બગદાદીને ખતમ કરવા માટે મિલિટ્રી ઑપરેશન પછી અમેરિકન સેનાની ઉત્તર પશ્ચિમ સીરિયામાં આ સૌથી મોટી કાર્યવાહી છે.
આખો વિસ્તાર જેહાદી જૂથોનો ગઢ છે. આ વિસ્તારમાં તુર્કીના સમર્થનવાળા વિસ્તાર પણ ઍક્ટિવ છે. આ જૂથ ઇસ્લામિક સ્ટેટના ધુર વિરોધી છે.
અસદુદ્દીન ઓવૈસીનો આરોપ 'યુપીમાં ગાડી પર ગોળીબાર થયો', ચૂંટણીપંચ પાસે સ્વતંત્ર તપાસની માગ
એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે ગુરુવારના તેમની ગાડી પર ગોળીબાર કરવામાં આવ્યો.
ઓવૈસીનું કહેવું છે કે ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા છે. ફાયરિંગ કરનાર ત્રણ-ચાર લોકો હતા, જે ગોળીબાર કરીને ભાગી ગયા.
તેમણે જાણકારી આપી કે તેઓ સુરક્ષિત છે.
સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીતમાં ઓવૈસીએ કહ્યું કે, હું ઉત્તર પ્રદેશન મેરઠથી દિલ્હી જઈ રહ્યા હતા. છિજારસી ટોલ પ્લાઝાની પાસે બે લોકોએ મારી ગાડી પર ત્રણ-ચાર ગોળીઓ મારી. કુલ ત્રણ-ચાર હુમલાખોરો હતા.મારી ગાડીના ટાયર પંચર થઈ ગયા હતા, મારી બીજી ગાડીથી રવાના થવું પડ્યું."
અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી પંચ સામે ગોળીબારની ઘટનાની તપાસની માગ કરી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, આ યુપી સરકાર અને મોદી સરકારની જવાબદરી છે કે આ સ્વતંત્ર તપાસ કરાવે. હું આ વખતે લોકસભા સ્પીકરને પણ મળીશ.
ઓવૈસીએ કહ્યું કે પોલીસે તેમને જણાવ્યું કે હથિયાર મેળવી લેવાયા છે અને એક શૂટરને અટકાયતમાં લેવામાં આવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો