કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રોજેક્ટ : PM નરેન્દ્ર મોદીએ નવું શું કર્યું?

યુદ્ધના ધોરણે તૈયાર કરાયેલા કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રોજેક્ટના લોકાર્પણને લઈને બનારસમાં તહેવાર જેવો માહોલ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ લોકાર્પણ માટે બનારસમાં છે.

વારાણસી કાશી વિશ્વનાથધામ નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Vikrant Dubey

ઇમેજ કૅપ્શન, કાશી વિશ્વનાથધામનું લોકાર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી આજે બનારસમાં

લોકાર્પણના આ કાર્યક્રમને પગલે અહીં ધાર્મિક માહોલ છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે બનારસને દેશભરમાં ધર્મ અને વિકાસના એક મૉડલ તરીકે રજૂ કરી શકાય અને ચૂંટણીમાં તેનો સીધો ફાયદો મેળવી શકાય, એ માટેનો આ પ્રયાસ છે.

જેના કારણે સરકારી સ્તરે આ કાર્યક્રમને ખૂબ જ ભવ્ય અને વિશાળ દર્શાવવામાં આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

32 મહિનામાં તૈયાર થયું કાશી વિશ્વનાથધામ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

વર્ષ 1669માં અહલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથમંદિરનો પુનરોદ્ધાર કર્યો હતો.

જેનાં લગભગ 350 વર્ષ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના વિસ્તરણ અને પુનરોદ્ધાર માટે 8 માર્ચ 2019ના રોજ વિશ્વનાથ મંદિર કૉરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.

શિલાન્યાસનાં લગભગ બે વર્ષ અને 8 મહિના બાદ આ ડ્રીમ પ્રોજેક્ટના 95 ટકા કાર્યને પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.

માનવામાં આવે છે કે આ કૉરિડોરના નિર્માણ પાછળ 340 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે, ખર્ચનો ચોક્કસ આંકડો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરાયો નથી.

line

કેવો છે કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રોજેક્ટ

કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, Vikrant Dubey

ઇમેજ કૅપ્શન, બનારસને દેશભરમાં ધર્મ અને વિકાસના એક મૉડલ તરીકે રજૂ કરી શકાય અને ચૂંટણીમાં તેનો સીધો ફાયદો મેળવી શકાય, એ માટેનો ભાજપનો આ પ્રયાસ હોવાનું પણ તજજ્ઞો કહે છે.

આ કૉરિડોર અંદાજે 50 હજાર વર્ગમીટરના પરિસરમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય દરવાજો ગંગાના લલિતાઘાટ તરફથી છે. વિશ્વનાથ કૉરિડોરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.

પહેલો, મંદિરનો મુખ્ય ભાગ છે. જે સૅન્ડ સ્ટોનમાંથી બનાવવામાં આવ્યો છે. તેમાં ચાર વિશાળ દરવાજા છે. જેની ચોતરફ એક પ્રદક્ષિણાપથ બનાવાયો છે.

આ પ્રદક્ષિણા પથ પર આરસના 22 શિલાલેખો કંડારવામાં આવ્યા છે. જેમાં કાશીના મહિમાનું વર્ણન છે.

કૉરિડોરમાં 24 ભવનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મુખ્ય પરિસર, મંદિરચોક, મુમુક્ષુભવન, 3 યાત્રી સુવિધાકેન્દ્ર, 4 શૉપિંગ કૉમ્પલેક્સ, મલ્ટિપર્પઝ હૉલ, સિટી મ્યુઝિયમ, વારાણસી ગૅલેરી, ગંગા વ્યૂ કૅફે જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે.

ધામની સુંદરતા વધારવા માટે અલગ-અલગ પ્રકારની પાંચ હજાર લાઇટો લગાવવામાં આવી છે. આ ખાસ પ્રકારની લાઇટો દિવસ, બપોર અને રાત્રિ દરમિયાન રંગ બદલતી રહેશે.

line

કૉરિડોરના બાંધકામ માટે 1400 લોકોનું વિસ્થાપન

કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, Vikrant Dubey

ઇમેજ કૅપ્શન, કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રોજેક્ટ માટે 400 મકાનમાં રહેતા 1400થી વધુ લોકોને વિસ્થાપિત કરાયા છે.

કાશી વિશ્વનાથ કૉરિડોરનો પરિસર છે જ્યાં છે ત્યાં અંદાજે 400 મકાનો અને સેંકડો મંદિરો હતા, આ માટે 1400 લોકોનું વિસ્થાપન કરવામાં આવ્યું છે.

વિશ્વનાથમંદિર ગીચ વિસ્તારમાં હોવાથી અંદાજે 400થી વધુ સંપત્તિઓ ખરીદવામાં આવી હતી અને 1400થી વધુ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા.

લગભગ બે વર્ષ અને આઠ મહિનામાં આ ડ્રીમ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂરું કરવામાં આવ્યું હતું.

હાલમાં પણ આ કૉરિડોરમાં 2,600 શ્રમિકો અને 300 ઇજનેરો સતત ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે.

કૉરિડોરના બાંધકામ માટે જે 400 મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત અહીંથી અંદાજે 150 જેટલાં મંદિરો મળી આવ્યા છે, જે તમામ મંદિરોને કાશી વિશ્વનાથ કૉરિડોરમાં સંરક્ષિત કરી લેવામાં આવશે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો