ટી-20 વર્લ્ડકપ : આજે ભારત અને પાકિસ્તાનની મૅચ, કેવી રીતે મળશે પૉઇન્ટ?

આઈસીસી 20-20 ક્રિકેટ વર્લ્ડકપમાં 'સુપર 12' વચ્ચેના મુકાબલા 23 ઑક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ ગયા છે. ક્વૉલિફાયર મૅચમાં ગ્રૂપ-એ-માં ટોચ પર રહેલું શ્રીલંકા ગ્રૂપ-1માં રહેશે.

આ ઉપરાંત ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લાદેશ આ ગ્રૂપમાં હશે.

ક્વૉલિફાયર મૅચમાં શ્રીલંકા ટોચ પર રહ્યું, શ્રીલંકા હવે ગ્રૂપ-1માં છે.

ઇમેજ સ્રોત, ICC

ઇમેજ કૅપ્શન, ક્વૉલિફાયર મૅચમાં શ્રીલંકા ટોચ પર રહ્યું, શ્રીલંકા હવે ગ્રૂપ-1માં છે.

જ્યારે ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન અને સ્કૉટલૅન્ડ ગ્રૂપ-2માં હશે. નામિબિયાએ પણ ગ્રૂપ-2માં જગ્યા બનાવી છે.

હવે ટી-20 વર્લ્ડકપમાં ટોચની ટીમોની મૅચ શરૂ થશે અને દરેક ગ્રૂપની ટોચની બે ટીમો જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકશે.

શારજાહમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મૅચ સાથે જ આ સુપર-12 મુકાબલા શરૂ થઈ રહ્યા છે.

line

કોણ-કોણ છે ગ્રૂપમાં?

નામિબિયાએ ગ્રૂપ-2માં જગ્યા બનાવી છે. ભારત પણ આ ગ્રૂપમાં છે.

ઇમેજ સ્રોત, ICC

ઇમેજ કૅપ્શન, નામિબિયાએ ગ્રૂપ-2માં જગ્યા બનાવી છે. ભારત પણ આ ગ્રૂપમાં છે.

ગ્રૂપ-1

ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બાંગ્લાદેશ

ગ્રૂપ-2

ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કૉટલૅન્ડ

line

સૌથી મહત્ત્વપૂર્ણ મૅચ ક્યારે?

બાંગ્લાદેશ, શ્રીલંકા, નામીબિયા અને સ્કૉટલૅન્ડ રાઉન્ડ-1માંથી ક્વૉલિફાઈ થઈને સુપર-12માં પહોંચ્યું છે

ઇમેજ સ્રોત, ICC

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નામિબિયા અને સ્કૉટલૅન્ડ રાઉન્ડ-1માંથી ક્વૉલિફાઈ થઈને સુપર-12માં પહોંચ્યાં છે

23 ઑક્ટોબર

23 ઑક્ટોબરે ગ્રૂપ-1ની બે મહત્ત્વની મૅચ હતી, સવારે અબુ ધાબીમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામસામે રમ્યા હતા અને સાંજે દુબઈમાં ઇંગ્લૅન્ડની સામે વેસ્ટ ઇન્ડીઝની મૅચ રમાઈ હતી.

line

24 ઑક્ટોબર

ગ્રૂપ-2ની મૅચ રવિવારે શરૂ થઈ રહી છે. આતુરતાથી રાહ જોવાઈ રહેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ દુબઈના સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે શરૂ થશે.

અફઘાનિસ્તાન 25 ઑક્ટોબરે શારજાહમાં સ્કૉટલૅન્ડની સામે રમશે, જ્યારે પાકિસ્તાનનો 26 ઑક્ટોબરે શારજાહમાં ન્યૂઝીલૅન્ડ સામે મુકાબલો થશે.

ગ્રૂપ-1ની મૅચો 6 નવેમ્બરે સમાપ્ત થશે. એ દિવસે અબુ ધાબીમાં ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝનો મુકાબલો થશે જ્યારે શારજાહમાં ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા ટકરાશે.

ગ્રૂપ-2ની મૅચો 8 નવેમ્બરે સમાપ્ત થશે. એ દિવસે ભારતનો સામનો નામિબિયા સાથે થશે.

line

10-11 નવેમ્બરે સેમિફાઇનલ મૅચ રમાશે

પહેલી સેમિફાઇનલ અબુ ધાબીમાં 10 નવેમ્બરે સાંજે 6 વાગ્યે રમાશે, જ્યારે બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે.

બંને સેમિફાઇનલ માટે એક વધારાનો દિવસ પણ અનામત રાખવામાં આવ્યો છે.

ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 14 નવેમ્બરે રમાશે.

line

કેવી રીતે ગણવામાં આવશે પૉઇન્ટ?

પહેલા રાઉન્ડની જેમ જ સુપર-12 તબક્કાના પૉઇન્ટ ગણવામાં આવશે. જીતનાર ટીમને બે પૉઇન્ટ મળશે.

ટાઈ થાય, મૅચ રદ થાય અથવા કોઈ નિર્ણય ન આવવાના કિસ્સામાં બંને ટીમોને એક-એક અંક મળશે.

હારવા અથવા મૅચ છોડવા પર કોઈ પૉઇન્ટ નહીં મળે.

line

ટીમો અને તેમની મૅચ

ઇંગ્લૅન્ડની ટીમ જબરદસ્ત ફૉર્મમાં છે

ઇમેજ સ્રોત, @ENGLANDCRICKET

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડની ટીમ જબરદસ્ત ફૉર્મમાં છે

ગ્રૂપ-1ઇંગ્લૅન્ડ

  • 23 ઑક્ટોબર- વિ. વેસ્ટ ઇન્ડીઝ
  • 27 ઑક્ટોબર- વિ. બાંગ્લાદેશ
  • 30 ઑક્ટોબર- વિ. ઑસ્ટ્રેલિયા
  • 01 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
  • 06 નવેમ્બર- વિ. દક્ષિણ આફ્રિકા
line

ઑસ્ટ્રેલિયા

  • 23 ઑક્ટોબર- વિ. દક્ષિણ આફ્રિકા
  • 28 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
  • 30 ઑક્ટોબર- વિ. ઇંગ્લૅન્ડ
  • 4 નવેમ્બર- વિ. બાંગ્લાદેશ
  • 6 નવેમ્બર- વિ. વેસ્ટ ઇન્ડીઝ
line

દક્ષિણ આફ્રિકા

  • 23 ઑક્ટોબર- વિ. ઑસ્ટ્રેલિયા
  • 26 ઑક્ટોબર- વિ. વેસ્ટ ઇન્ડીઝ
  • 30 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
  • 02 નવેમ્બર- વિ. બાંગ્લાદેશ
  • 06 નવેમ્બર- વિ. ઇંગ્લૅન્ડ
line

વેસ્ટ ઇન્ડિઝ

  • 23 ઑક્ટોબર- વિ. ઇંગ્લૅન્ડ
  • 26 ઑક્ટોબર- વિ. દક્ષિણ આફ્રિકા
  • 29 ઑક્ટોબર- વિ. બાંગ્લાદેશ
  • 04 નવેમ્બર- વિ. શ્રીલંકા
  • 06 નવેમ્બર- વિ. ઑસ્ટ્રેલિયા
line

શ્રીલંકા

  • 24 ઑક્ટોબર- વિ. બાંગ્લાદેશ
  • 28 ઑક્ટોબર- વિ. ઑસ્ટ્રેલિયા
  • 30 ઑક્ટોબર- વિ. દક્ષિણ આફ્રિકા
  • 01 નવેમ્બર- વિ. ઇંગ્લૅન્ડ
  • 04 નવેમ્બર- વિ. વેસ્ટ ઇન્ડીઝ
line

બાંગ્લાદેશ

બાંગ્લાદેશના કૅપ્ટન મહમૂદઉલ્લાહ

ઇમેજ સ્રોત, ICC

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના કૅપ્ટન મહમૂદઉલ્લાહ
  • 24 ઑક્ટોબર- વિ. શ્રીલંકા
  • 27 ઑક્ટોબર- વિ. ઇંગ્લૅન્ડ
  • 29 ઑક્ટોબર- વિ. વેસ્ટ ઇન્ડીઝ
  • 02 નવેમ્બર- વિ. દક્ષિણ આફ્રિકા
  • 04 નવેમ્બર- વિ. ઑસ્ટ્રેલિયા
line

ગ્રૂપ-2 ભારત

  • 24 ઑક્ટોબર- વિ. પાકિસ્તાન
  • 31 ઑક્ટોબર- વિ. ન્યૂઝીલૅન્ડ
  • 03 નવેમ્બર- વિ. અફઘાનિસ્તાન
  • 05 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
  • 08 નવેમ્બર- વિ. નામિબિયા
line

પાકિસ્તાન

  • 24 ઑક્ટોબર- વિ. ભારત
  • 26 ઑક્ટોબર- વિ. ન્યૂઝીલૅન્ડ
  • 29 ઑક્ટોબર- વિ. અફઘાનિસ્તાન
  • 02 નવેમ્બર- વિ. નામિબિયા
  • 07 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
line

ન્યૂઝીલૅન્ડ

  • 26 ઑક્ટોબર- વિ. પાકિસ્તાન
  • 31 ઑક્ટોબર- વિ. ભારત
  • 03 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
  • 05 નવેમ્બર- વિ. નામિબિયા
  • 07 નવેમ્બર- વિ. અફઘાનિસ્તાન
line

અફઘાનિસ્તાન

  • 25 ઑક્ટોબર- વિ. સ્કૉટલૅન્ડ
  • 29 ઑક્ટોબર- વિ. પાકિસ્તાન
  • 31 ઑક્ટોબર- વિ. નામિબિયા
  • 03 નવેમ્બર- વિ. ભારત
  • 07 નવેમ્બર- વિ. સ્કૉટલૅન્ડ
line

સ્કૉટલૅન્ડ

  • 26 ઑક્ટોબર- વિ. અફઘાનિસ્તા
  • 28 ઑક્ટોબર- વિ. નામિબિયા
  • 03 નવેમ્બર- વિ. ન્યૂઝીલૅન્ડ
  • 05 નવેમ્બર- વિ. ભારત
  • 8 નવેમ્બર- વિ. પાકિસ્તાન
line

નામિબિયા

  • 28 ઑક્ટોબર- વિ. સ્કૉટલૅન્ડ
  • 30 ઑક્ટોબર- વિ. અફઘાનિસ્તાન
  • 02 નવેમ્બર- વિ. પાકિસ્તાન
  • 05 નવેમ્બર- વિ. ન્યૂઝીલૅન્ડ
  • 08 નવેમ્બર- વિ. ભારત
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો