મુકેશ અંબાણી : 'કામના આધારે નહીં, ધર્મ-જ્ઞાતિના આધારે નેતાઓ ચૂંટાશે ત્યાં સુધી અંબાણીની વાત સાચી નહીં પડે'

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયું તેને 30 વર્ષ થઈ ચૂક્યાં છે. 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારવાદનાં 30 વર્ષ પૂર્ણ થવા પર દેશમાં મોટા પાયે આર્થિક અને સામાજિક પરિવર્તન જોવા મળ્યું.
ઉદારીકરણનાં 30 વર્ષ પૂર્ણ થવા પર રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ ઇકૉનૉમિક ટાઇમ્સ માટે લખેલા પોતાના લેખમાં કહ્યું છે કે જ્યારે સ્વતંત્રતાનાં 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત અમેરિકા અને ચીનની બરોબર ઊભું હશે.
પોતાના આ લેખમાં મુકેશ અંબાણીએ લખ્યું છે, "1991માં ભારતનો જીડીપી 266 બિલિયન ડૉલર હતો જે હાલ 10 ગણો વધી ગયો છે."
"આપણું અર્થતંત્ર દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. જનસંખ્યા 880 મિલિયનથી વધીને 1.38 બિલિયન પર પહોંચી છે, છતાં ગરીબીદર અડધો છે."
મુકેશ અંબાણીના આ જ લેખ વિશે બીબીસી ગુજરાતીએ પોતાના વાચકોને એક સવાલ કર્યો કે તેઓ મુકેશ અંબાણીની આ વાત સાથે કેટલા સહમત છે?

મુકેશ અંબાણીની વાત પર લોકોની પ્રતિક્રિયા
જે.કે. પોશિયા નામના એક ફેસબુક યૂઝર કહે છે, "જ્યાં સુધી કામના આધારે નહીં પણ ધર્મ અને જ્ઞાતિવાદના ધોરણે નેતાઓ ચૂંટાઈને સંસદમાં જશે ત્યાં સુધી મુકેશ અંબાણીની વાત સાચી નહીં પડે. જ્યાં સુધી દેશ ધર્મ કરતાં વિજ્ઞાન તરફ આગળ નહીં વધે ત્યાં સુધી સંશોધનો તેમજ પ્રોડક્ટ્સ માટે વિદેશોની ગુલામી જ કરવી પડશે."

ઇમેજ સ્રોત, Facebook
વિનય કુમાર નામના એક યૂટ્યૂબ યૂઝર કહે છે, "અમેરિકામાં પ્રજાના આર્થિક વિકાસની સાથેસાથે સામાજિક વિકાસ પણ થયો છે. દરેક દેશ, ધર્મના લોકોને અમેરિકા આવકારે છે અને કહે છે કે અમેરિકાના વિકાસમાં સહભાગી બનો. સામાજિક વિકાસ વગર આર્થિક વિકાસનો કોઈ મતલબ નથી. ભારતમાં ધર્મ, જાત-પાત ચાલે છે જે કોઈ દિવસ પૂરું થવાનું નથી."

ઇમેજ સ્રોત, Youtube
નરેન બૉમ્બે નામના ફેસબુક યૂઝર પણ કંઈક આવી જ વાત કહે છે. તેમણે કૉમેન્ટમાં લખ્યું છે કે "જ્યાં સુધી અભણ નેતાઓ છે, ત્યાં સુધી કંઈ કહી શકાય તેમ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Facebook
એમ. પી. ચૌહાણ લખે છે, "મન કી બાતથી દેશનો વિકાસ થતો નથી. દેશના લોકોની વાત સાંભળવી પડે છે. જે દેશમાં પાખંડ, અંધવિશ્વાસ, જાતિવાદ, ધર્મવાદ હોય એ દેશનો વિકાસ મુશ્કેલ છે."

ઇમેજ સ્રોત, Facebook
સલીમ રૉયલ નામના એક ફેસબુક યૂઝર લખે છે, "ભેગું તો માત્ર અમીરોને થાય છે, આમ આદમી દિવસે ને દિવસે બેકારી અને મોંઘવારીનો સામનો કરી રહ્યો છે."

ઇમેજ સ્રોત, facebook
વિજેશ વસાવા કહે છે, "2047માં ભારત અમેરિકા કે ચીન જેટલું પૈસાદાર બને કે ન બને તે ખૂબ દૂરની વાત છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં દેશના ગરીબ લોકો 2047માં ભિખારી જરૂર બની જશે."

ઇમેજ સ્રોત, Facebook
કેટલાક લોકોએ મુકેશ અંબાણીની વાત સાથે સહમતી પણ દર્શાવી. વિપુલ પંડ્યા લખે છે, "તેમનો દૃષ્ટિકોણ ખૂબ મહાન છે અને દરેક વસ્તુ માત્ર દૃષ્ટિકોણ પર જ આધાર રાખે છે."

ઇમેજ સ્રોત, Facebook
મહત્ત્વનું છે કે મુકેશ અંબાણીએ ભારતના વિકાસને લઈને પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે અને સાથે જ તેમણે પાંચ આઇડિયા પણ આપ્યા છે, જેનાથી ભારત પોતાની આર્થિક સમૃદ્ધિનાં સપનાંને પૂર્ણ કરી શકે છે.
તેમાં તેમણે કહ્યું છે કે બધા જ ભારતીયોને સમાનરૂપે આર્થિક મજબૂતી પ્રદાન કરીને અને ખાસ કરીને ગરીબોને મજબૂત બનાવીને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.
તેમણે નવેસરથી ઔદ્યોગિક ક્રાંતિને શરૂ કરવાની તરફેણ કરી હતી અને સાથે જ ઉદ્યમિતાને વધારવા પર ભાર આપ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












