You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી મંત્રીમંડળ : મનસુખ માંડવિયા, મહેન્દ્ર મુંજપરા, દર્શના જરદોશ સહિત અન્યને કયાં-કયાં ખાતાં મળ્યાં?
મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
આ મંત્રીમંડળમાં કુલ 43 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 15 મંત્રી કૅબિનેટ અને 28 રાજ્યમંત્રી બનાવાયા છે.
આ એક મોટો ફેરફાર છે અને તેમાં અનેક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શપથગ્રહણ અગાઉ સ્વાસ્થ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સૂચના અને પ્રોદ્યોગિકી મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં.
મોદી સરકારે કુલ 12 મંત્રીઓને પદ પરથી દૂર કર્યા છે, જાણો કયા મંત્રીને કયું ખાતું અપાયું છે.
કોને કયું ખાતું મળ્યું છે?
નરેન્દ્ર મોદી- વડા પ્રધાન, કાર્મિક, પેન્શન, પરમાણુ, ઊર્જા, અંતરિક્ષ
કૅબિનેટમંત્રી
- રાજનાથ સિંહ- રક્ષા
- અમિત શાહ- ગૃહ અને સહકારિતા
- નીતિન ગડકરી- પરિવહન અને રાજમાર્ગ
- નિર્મલા સીતારમણ- નાણા અને કૉર્પોરેટ
- નરેન્દ્રસિંહ તોમર- કૃષિ
- એસ. જયશંકર- વિદેશમંત્રી
- અર્જુન મુંડા- આદિવાસી મામલા
- સ્મૃતિ ઈરાની- મહિલા અને બાળકલ્યાણ
- પીયૂષ ગોયલ- વાણિજ્ય, ઉદ્યોગ, ઉપભોક્તા મામલા અને કપડાં
- ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ, ઉદ્યમ અને કૌશલ વિકાસ
- પ્રહલાદ જોશી- સંસદીય મામલા, કોલસા અને ખનન
- નારાયણ રાણે- લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગ
- સર્વાનંદ સોનોવાલ- પોર્ટ, શિપિંગ, જળમાર્ગ અને આયુષ
- મુખ્તાર અબ્બાસ નકવી- અલ્પસંખ્યક મામલા
- વીરેન્દ્ર કુમાર- સામાજિક ન્યાય
- ગિરિરાજ સિંહ- ગ્રામીણવિકાસ અને પંચાયતી રાજ
- જ્યોતિરાદિત્ય સિંધિયા- નાગરિક ઉડ્ડયન
- આરસીપી સિંહ- સ્ટીલ
- અશ્વિની વૈષ્ણવ- રેલવે, સંચાર અને સૂચના અને પ્રોદ્યોગિકી
- પશુપતિકુમાર પારસ- ખાદ્ય પ્રસંસ્કરણ
- ગજેન્દ્રસિંહ શેખાવત- જળશક્તિ
- કિરેન રિરિજુ- ન્યાય અને કાયદો
- આરકે સિંહ- ઊર્જા અને નવીનીકરણ ઊર્જા
- હરદીપસિંહ પુરી- પેટ્રોલિયમ, ગેસ, આવાસ અને શહેરીવિકાસ
- મનસુખ માંડવિયા- સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રસાયણ અને ફર્ટિલાઈઝર
- ભૂપેન્દ્ર યાદવ- પર્યાવરણ અને વન, જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર
- મહેન્દ્રનાથ પાંડે- ભારે ઉદ્યોગ
- પરસોત્તમ રૂપાલા- પશુપાલન, મત્સ્યપાલન અને દુગ્ધ ઉત્પાદન
- જી. કિશન રેડ્ડી- પર્યટન અને સંસ્કૃતિ
- અનુરાગ ઠાકુર- સૂચના અને પ્રસારણ, ખેલ અને યુવા
સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રી
- રાવ ઇન્દ્રજિત સિંહ- સાંખ્યિકી અને કાર્યક્રમ ક્રિયાન્વયન
- જિતેન્દ્ર સિંહ- વિજ્ઞાન અને ટેકનોલૉજી, પ્રધાનમંત્રી કાર્યાલય
રાજ્યકક્ષાના મંત્રી
- શ્રીપદ નાઈક- પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ
- ફગ્ગનસિંહ કુલસ્તે- સ્ટીલ
- પ્રહલાદસિંહ પટેલ- જળશક્તિ, ખાદ્ય પ્રસંસ્કરણ
- અશ્વિની ચૌબે- ઉપભોક્તા મામલા, વન અને પર્યાવરણ
- અર્જુનરામ મેઘવાળ- સંસદીય મામલા અને સંસ્કૃતિ
- જનરલ વીકે સિંહ- પરિવહન, રાજમાર્ગ અને નાગરિક ઉડ્ડયન
- કૃષ્ણપાલ- ઊર્જા
- દાનવે રાવ સાહેબ દાદા રાવ- રેલવે અને ખનન
- રામદાસ આઠવલે- સામાજિક ન્યાય
- સાધ્વી નિરંજન જ્યોતિ- ઉપભોક્તા મામલા
- સંજીવ બાલિયાન- પશુપાલન, મત્સ્યપાલન અને દુગ્ધ ઉત્પાદન
- નિત્યાનંદ રાય- ગૃહ
- પંકજ ચૌધરી- નાણા
- અનુપ્રિયા પટેલ- ઉદ્યોગ અને વાણિજ્ય
- એસપી સિંહ બઘેલ- ન્યાય અને કાયદો
- રાજીવ ચંદ્રશેખર- કૌશલ વિકાસ, ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી
- શોભા કરાંદલાજે- કૃષિ અને કિસાન કલ્યાણ
- ભાનુપ્રતાપસિંહ વર્મા- લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગ
- દર્શના વિક્રમ જરદોશ- રેલ અને કપડાં
- વી. મુરલીધરન- વિદેશ
- મીનાક્ષી લેખી- વિદેશ અને સંસ્કૃતિ
- સોમ પ્રકાશ- વાણિજ્ય અને ઉદ્યોગ
- રેણુકાસિંહ સરુતા- આદિવાસી મામલા
- રામેશ્વર તેલી- પેટ્રોલિયમ અને ગેસ
- કૈલાસ ચૌધરી- કૃષિ અને કિસાન કલ્યાણ
- અન્નાપૂર્ણા દેવી- શિક્ષણ
- એ નારાયણ સ્વામી- સામાજિક ન્યાય
- કૌશલ કિશોર- શહેરી વિકાસ અને આવાસ
- અજય ભટ્ટ- રક્ષા અને પર્યટન
- બીએલ વર્મા- પૂર્વોત્તર રાજ્ય વિકાસ
- અજય કુમાર- ગૃહ
- દેવુસિંહ ચૌહાણ- સંચાર
- ભગવંત ખુબા- રસાયણ અને ફર્ટિલાઈઝર, નવીનીકરણ ઊર્જા
- કપિલ પાટિલ- પંચાયતી રાજ
- પ્રતિમા ભૌમિક- સામાજિક ન્યાય
- ડૉ. સુભાષ સરકાર- શિક્ષણ
- બીકે કરાડ- નાણા
- રાજકુમાર રંજનસિંહ- વિદેશ
- ભારતી પ્રવીણ પવાર- સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
- વિશ્વેશ્વર ટુડુ- આદિવાસી મામલા, જળશક્તિ
- શાંતનુ ઠાકુર- પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ
- મહેન્દ્ર મુંજપરા- પરિવાર અને બાળકલ્યાણ, આયુષ
- જૉન બારલા- અલ્પસંખ્યક મામલા
- એલ મુરુગન- પશુપાલન, દુગ્ધ ઉત્પાદન અને સૂચના પ્રસારણ
- નિશિથ પ્રામાણિક- યુવા અને ખેલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો