દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ભાજપ અને શિવસેના દુશ્મન નથી - Top News

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, સંજય રાવત સવારે અલગ બોલે છે અને સાંજે અલગ બોલે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, સંજય રાવત સવારે અલગ બોલે છે અને સાંજે અલગ બોલે છે.

મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને લઈને નિવેદન આપ્યું છે જેને લીધે રાજકીય અટકળો શરૂ થઈ છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શિવસેના અને ભાજપ વચ્ચે મતભેદ છે પરંતુ તેઓ દુશ્મન નથી.

એમને જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું કે, રાજનીતિમાં કંઈ જો-તો નથી હોતું. વર્તમાન સ્થિતિ અનુસાર જ નિર્ણય લેવામાં આવે છે. ભાજપ અને શિવસેના વચ્ચે વૈચારિક મતભેદ છે પણ દુશ્મની નથી.

એમણે કહ્યું કે એ યાદ રાખવું જોઈએ કે શિવસેના ભાજપની સાથે ચૂંટણી લડી હતી અને પરિણામ પછી કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર સંજય રાઉતે પણ પ્રતિક્રિયા આપી છે. સમાચાર સંસ્થા એએનઆઈને એમણે કહ્યું, અમે ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જુઓ, આ એના જેવું છે. અમારા રાજકીય રસ્તાઓ અલગ છે પણ દોસ્તી બરકરાર છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઉલ્લેખનીય છે કે આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષ ભાજપના નેતા છે.

line

'કોરોનાને લીધે ધનિકો કરતાં ગરીબોને વધુ માઠી અસર થઈ છે' - મોદો સરકારના આર્થિક સલાહકાર

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારત સંરકારના મુખ્ય આર્થિક સલાહકાર ક્રિષ્નામૂર્તિ સુબ્રમણિયનનું કહેવું છે કે કોરોના વાઇરસની મહામારીના સંકટની ધનિકો કરતાં ગરીબો પર વધારે ખરાબ થઈ છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત સ્વીકારી હતી.

તેમણે એમ પણ કહ્યું કે વિકાસ કેટલો મહત્ત્વનો છે એ સમજવા માટે મહામારીના વર્ષને હંમેશાં ઉદાહરણ તરીકે રાખવું જોઈએ. જોકે, તેમણે સરકારના ગૅરંટી લૉન સ્કીમનો બચાવ કર્યો હતો અને કહ્યું કે તે ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર કરતાં વધારે સારો વિકલ્પ છે.

સુબ્રમણિયનનું એવું પણ કહેવું છે કે ભારતે જે ક્રૅડિટ ગૅરંટી લોન આપી છે તેની અસર નાણાકીય વર્ષ 2023માં જોવા મળશે.

line

પનામા પેપર્સ : 20,000 કરોડની બિનજાહેર સંપત્તિની ઓળખ

ટૅક્સ અધિકારીઓએ 40થી વધુ કેસ પણ દાખલ કર્યા.
ઇમેજ કૅપ્શન, ટૅક્સ અધિકારીઓએ 40થી વધુ કેસ પણ દાખલ કર્યા.

પુલિત્ઝર પ્રાઇઝ જીતનાર પનામા પેપર્સ ઇન્વેસ્ટિગેશન ઘણું ચર્ચાયું હતું. તેના અનુસંધાને ભારતીય ટૅક્સ ઑથૉરિટિએ 20,000 કરોડની બિનજાહેર સંપત્તિની ભારતમાં અને વિદેશમાં ઓળખ (ડિટેક્ટ) કરી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે અખબારને સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીડીટી) તરફથી આરટીઆઈ દ્વારા માહિતી મળી કે જૂન-2021 સુધી કૂલ 20,078 કરોડની બિનજાહેર સંપત્તિ ડિટેક્ટ કરવામાં આવી છે.

વળી ટૅક્સ ઑથૉરિટિએ અત્યાર સુધી 46 કેસ દાખલ કર્યાં છે અને 83 સરવે તથા સર્ચ ઑપરેશન પણ હાથ ધર્યાં છે. દાખલ કેસ બ્લૅક મની ઍક્ટ અને ઇન્કમ ટૅક્સ ઍક્ટ હેઠળ કરવામાં આવ્યા છે.

line

'16 ટકા નમૂનામાં ડેલ્ટા વેરિયન્ટ સામે કોવિશિલ્ડના બે ડોઝ બાદ પણ ઍન્ટિબોડી ન જોવા મળ્યા'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે કોવિશિલ્ડના બંને ડોઝ મેળવાનારી વ્યક્તિઓના નમૂના લેવાયા હતા. તેમાંથી 16 ટકામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે ઍન્ટિબૉડી નથી જોવા મળ્યા.

'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર એક સરવેમાં કોવિશિલ્ડનો માત્ર એક ડોઝ લેનારા લોકોમાંથી 58 ટકા લોકોમાં ઍન્ટિબૉડી નહોતા જોવા મળ્યા.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનની સમીક્ષા હજી બાકી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો