4th July USA independence Day : એ રોચક ઘટનાઓ, જેણે અમેરિકાના ઇતિહાસને બદલી નાખ્યો

કેટલાક લોકો તા. ચોથી જુલાઈને બદલે 'જુનટિન્થ'ને કેમ સ્વતંત્રતા દિવસ માને છે?

અમેરિકાના મૂળનિવાસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1565માં ઉત્તર અમેરિકામાં સૅન્ટ ઑગસ્ટિન (હાલનું ફ્લોરિડા) ખાતે પહેલી યુરોપિયન વસાહત સ્થાપી. વિદેશીઓના આગમન બાદ મૂળ નિવાસીઓની વસતિ ઘટવા લાગી. 17મી અને 18મી સદી દરમિયાન હજારો-લાખોની સંખ્યામાં આફ્રિકનોને અમેરિકાના કપાસ તથા તમાકુનાં ખેતરમાં કામ કરવા માટે લાવવામાં આવ્યા.
બ્રિટિશ સૈન્યનું આત્મસમર્પણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1774થી 1776 દરમિયાન બ્રિટિશ તથા જ્યોર્જ વૉશિંગ્ટનના નેતૃત્વમાં અમેરિકન ટુકડીઓ વચ્ચે યુદ્ધ થયું. તા. 4 જુલાઈએ સ્વતંત્રતાના ઘોષણાપત્રને કૉંગ્રેસને મંજૂરી મળી. અનેક સંસ્થાનોએ સ્વતંત્રતાની જાહેરાત કરી. 1781માં બળવાખોર રાજ્યોએ બ્રિટિશરોને યૉર્કટાઉનની લડાઈમાં પરાજિત કર્યા અને પેરિસ સંધિ (1783) દ્વારા બ્રિટિશરોએ પરાજયનો સ્વીકાર કર્યો.
અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગટન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1788માં યુએસમાં બંધારણ લાગુ થયું. જ્યોર્જ વૉશિંગ્ટન પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને 1791માં વ્યક્તિગત સ્વતંત્રતાની ખાતરી આપતું બિલ પસાર થયું.
9મી સદી દરમિયાન યુરોપિયનોનું અમેરિકામાં આગમન થયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 19મી સદી દરમિયાન યુરોપિયનોનું અમેરિકામાં આગમન થયું અને મૂળનિવાસીઓના વિરોધને કચડી નાખવામાં આવ્યો અને "ભાવિ ઘડવા"ના નામે આગંતુકોએ પશ્ચિમ તરફ કબજો જમાવ્યો. અમેરિકામાં રાજ્યોની સંખ્યા 17થી વધીને 45 થઈ. આ અરસામાં જ અમેરિકાએ મૅક્સિકો સાથે યુદ્ધ કર્યું (1846-'48) તેના કેટલાક ભાગ પર કબજો કર્યો. આ વિસ્તાર એટલે આજનાં કૅલિફૉર્નિયા તથા ન્યૂ મૅક્સિકો.
અબ્રાહમ લિંકન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1854થી 1865: 'ઍબોલિશનિસ્ટ' તરીકે ઓળખાતા ગુલામીવિરોધીઓએ રિપબ્લિકન પાર્ટીની સ્થાપના કરી અને છ વર્ષ બાદ અબ્રાહમ લિંકન તેમની પાર્ટીના સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા
અમેરિકન સિવિલ વૉર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દક્ષિણના 11 રાજ્યો ગુલામીનું સમર્થન કરતાં હતાં, તેમણે અલગ 'કન્ફેડ્રેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા'ની સ્થાપના કરી અને સંઘથી અલગ થઈ ગયાં. જેના કારણે ઉત્તર તથા દક્ષિણના રાજ્યો વચ્ચે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. 1863માં દક્ષિણનાં 11 રાજ્યોના ગુલામોને આઝાદ જાહેર કરવાની જાહેરાત કરી અને સેનાને તેની અમલવારી કરવાના આદેશ આપ્યા.
અબ્રાહમ લિંકનની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1865માં 11 રાજ્યોના સમૂહનો પરાજય થયો. 13મા સુધારા હેઠળ ગુલામીપ્રથા નાબૂદ થઈ અને અબ્રાહમ લિંકનની હત્યા થઈ. 1868માં 14મા બંધારણીય સુધારા દ્વારા કાળા લોકોને મતાધિકાર મળ્યો.
મહિલાઓને 1920માં (19મા બંધારણીય સુધાર દ્વારા), મૂળનિવાસીઓને 1924માં મતાધિકાર મળ્યા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાઓને 1920માં (19મા બંધારણીય સુધાર દ્વારા), મૂળનિવાસીઓને 1924માં મતાધિકાર મળ્યા.
ગાંધીજીની ચળવળથી પ્રેરિત 'નાગરિક અસહકાર'નું આંદોલન શરૂ કરવામાં આવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વંશીય ભેદભાવ ચાલુ રહ્યો 1954માં શાળામાં વંશભેદને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો અને આફ્રિકન તથા અમેરિકન બાળકોનું વંશીય વિભાજન અટક્યું. આ વર્ષે જ આફ્રિકન મૂળના અમેરિકનો દ્વારા વધુ અધિકારો મેળવવા માટે ગાંધીજીની ચળવળથી પ્રેરિત 'નાગરિક અસહકાર'નું આંદોલન શરૂ કરવામાં આવ્યું.
માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની હત્યા કરાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1964માં 'સિવિલ રાઇટ્સ ઍક્ટ' પસાર કરવામાં આવ્યો, જેમાં રંગ, વંશ કે રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો. 1968માં ચળવળના મુખ્ય નેતા ડૉ. માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની હત્યા કરી દેવામાં આવી.
ગ્રૅટ ડિપ્રેશન સમયે અમેરિકામાં સર્જાઈ હતી ભારે બેકારીની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1929થી 1933 : શૅરબજારના ધબડકા પછી અમેરિકામાં એક કરોડ 30 લાખ લોકો બેકાર બન્યા, જેના કારણે 'ગ્રૅટ ડિપ્રેશન'ની શરૂઆત થઈ. પ્રેસિડન્ટ હર્બટ હોવરે કેન્દ્રીય સહાયનો ઇન્કાર કર્યો. 'ન્યૂ ડીલ' દ્વારા રાષ્ટ્રપતિ ફ્રૅન્કલિન ડી. રુઝવેલ્ટે જાહેરકામો દ્વારા સુધારાની શરૂઆત કરાવી.
હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1941-'45: દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના પ્લેનોએ 1941માં હવાઈમાં પર્લ હાર્બર ખાતે અમેરિકાના કાફલા ઉપર હુમલો કર્યો. અત્યાર સુધી લડાઈથી અળગું રહેલું અમેરિકા ધરીરાષ્ટ્રોના પક્ષે જોડાયું. 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર સૌપ્રથમ (અને અત્યારસુધી છેલ્લા) પરમાણુબૉમ્બ હુમલા કર્યા. જાપાને આત્મસમર્પણ કરી દીધું.
નિલ આર્મસ્ટ્રૉંગ ચંદ્ર પર પગ મૂકનારી પ્રથમ વ્યક્તિ બન્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચાંદ પર કદમ : 1969માં 'અપૉલો પ્રોગ્રામ' હેઠળ અમેરિકાએ ચંદ્ર ઉપર મિશન મોકલ્યું અને નિલ આર્મસ્ટ્રૉંગ ચંદ્ર પર પગ મૂકનારી પ્રથમ વ્યક્તિ બન્યા. સામ્યવાદી યુએસએસઆર સાથેની અવકાશમાં પ્રભુત્વ જમાવવાની લડાઈમાં યુએસએ આગળ નીકળી ગયું
સોવિયેત સંઘનું વિઘટન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1947માં સામ્યવાદી યુએસએસઆર અને યુએસએ વચ્ચે શીતયુદ્ધ ચાલુ રહ્યું, જે 1991માં સોવિયેત સંઘના વિઘટન સાથે પૂર્ણ થયું. આ અરસા દરમિયાન અનેક વખત બંને દેશ અને તેમનાં સહયોગી રાષ્ટ્રો સામ-સામે આવી ગયાં અને એવું લાગ્યું કે સમગ્ર વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ જશે, પરંતુ એવું ન થયું. દસ વર્ષ પછી ફરી એક વખત અમેરિકા યુદ્ધનો સામનો કરી રહ્યું હતું.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તા. 11મી સપ્ટેમ્બર 2001ના આતંકવાદી સંગઠન અલ-કાયદા દ્વારા સંકલિતપણે અમેરિકાનાં અલગ-અલગ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા, જેના માટે મુસાફર વિમાનોનો મિસાઇલની જેમ ઉપયોગ કરવામાં આવ્યો. અમેરિકાએ "આતંકવાદ સામેની લડાઈ"ના નામે અફઘાનિસ્તાન તથા ઇરાક ઉપર હવાઈ હુમલા કર્યા.
સદ્દામ હુસૈન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના હુમલા બાદ માર્ચ-2003માં ઇરાકમાં સદ્દામ હુસૈનની સરકારનું પતન થયું. ડિસેમ્બર-2006માં તેમને ફાંસી સાથે રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશે તેમના પિતા જ્યૉર્જ બુશ સિનિયરનું સદ્દામ હુસૈનને પાઠ ભણાવવાનું 1991નું સપનું પૂર્ણ કર્યું.
ઑક્ટોબર-2001 મહિનામાં અફઘાનિસ્તાનમાંથી તાલિબાન સરકારનું પતન થયું. અમેરિકાના સુરક્ષાતંત્ર તથા વ્યવસ્થામાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑક્ટોબર-2001 મહિનામાં અફઘાનિસ્તાનમાંથી તાલિબાન સરકારનું પતન થયું. અમેરિકાના સુરક્ષાતંત્ર તથા વ્યવસ્થામાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા.
વિયેતનામ વિરુદ્ધ અમેરિકાની હાર થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1964માં અમેરિકાએ વિયેતનામના ગૃહયુદ્ધમાં ઝંપલાવ્યું હતું, જેમાં સામ્યવાદી બળવાખોરોની સામે તે લોકશાહી સરકારની સાથે રહ્યું. લગભગ નવ વર્ષ દરમિયાન 58 હજાર અમેરિકનોનાં મૃત્યુ થયાં. નવ વર્ષ પછી 1973માં સંઘર્ષવિરામ થયું. આ ઘટનાક્રમને અમેરિકાની હાર તરીકે જોવામાં આવે છે.
બરાક ઓબામા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2008માં "ધિરાણસંકટ"ને કારણે લેહમૅન બ્રધર્સ પડી ભાંગી તથા અનેક બૅન્કોને તેની અસર થઈ. અમેરિકામાં ઊભા થયેલા આર્થિકસંકટએ સમગ્ર વિશ્વને ભરડો લીધો. એ વર્ષે જ ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા, તેઓ આ પદ સુધી પહોંચનારા પ્રથમ કાળા વ્યક્તિ હતા. તેમણે બે ટર્મ પૂર્ણ કરી.
કેટલાક લોકો તા. ચોથી જુલાઈને બદલે 'જુનટિન્થ'ને સ્વતંત્રતા દિવસ માને છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને તા. 19મી જૂનને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરી. અમેરિકાના ગૃહયુદ્ધ વખતે 1776માં આ દિવસે જ ગુલામોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ હવે સ્વતંત્ર છે.