You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ : અરવિંદ કેજરીવાલે શું ઑફર કરી હતી, કર્યો ખુલાસો
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને પક્ષો પણ કામગીરીમાં લાગી ગયા છે.
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) પણ ચૂંટણી લડવાની છે અને તાજેતરમાં આપમાં જોડાયેલા પત્રકાર ઈસુદાન ગઢવી અને આપના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ રાજકીય કાર્યક્રમો અને મુલાકાતો કરી રહ્યા છે.
તો પાટીદારોની સંસ્થા ખોડલધામના વડા નરેશ પટેલે અગાઉ કહ્યું હતું કે "અમે ઇચ્છીએ કે ગુજરાતનો આગામી મુખ્ય મંત્રી પાટીદાર સમાજનો હોય."
આગામી વિધાનસભા ચૂંટણીમાં AAPને લાભ થઈ શકે તેવું સૂચક નિવેદન પણ પટેલે કર્યું હતું. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને 'લાગે છે કે કૉંગ્રેસમાં તેમને એકલા પાડી દેવામાં આવ્યા છે.'
આ પહેલાં ફેબ્રુઆરી મહિનામાં પણ હાર્દિક પટેલે નિવેદન કર્યું હતું કે, "ચૂંટણીપ્રચાર સંબંધિત આયોજનમાં તેમને પૂછવામાં નથી આવતું તથા તેમને ઉતારી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે."
સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી સમયે કૉંગ્રેસ સાથે જોડાયેલા પાટીદારોએ આપને સહકાર આપ્યો અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આપ વિપક્ષમાં છે. ત્યારથી લઈને તાજેતરમાં અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત સુધી એવી અટકળો ચાલતી રહી છે કે હાર્દિક પટેલ આપમાં જોડાઈ શકે છે.
જોકે, હાર્દિક પટેલ સોશિયલ મીડિયા મારફત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાના નથી અને કૉંગ્રેસમાં જ રહેશે.
હાર્દિકની બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે મુલાકાત લીધી હતી, જેમાં તેમણે ગુજરાતના રાજકારણ, પાટીદાર મુખ્ય મંત્રી, અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસ પક્ષ વગેરે અંગે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની છે, તો હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં જ્યારે પણ ત્રીજી કોઈ પાર્ટી ચૂંટણી લડે તો તેનો ફાયદો સત્તાધારી પાર્ટીને જ થાય છે.
બીજી બાજુ, પાટીદારોનો એક વર્ગ માને છે કે અલગ-અલગ કારણથી સમાજ સંગઠિત નથી, જેના કારણે ભાજપને લાભ થાય છે. જુઓ હાર્દિક પટેલ સાથેની વિશેષ મુલાકાત...
રિપોર્ટર : તેજસ વૈદ્ય
શૂટ-એડિટ : પવન જયસ્વાલ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો