નોવાવૅક્સ : બાળકોની કોરોના રસી માટે જુલાઈથી ક્લિનિકલ ટ્રાયલ, નોવાવૅક્સ કેટલી અસરકારક?

નોવાવૅક્સ - કોરોના વાઇરસ રસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નોવાવૅક્સ કંપની દ્વારા વિકસાવાયેલી કોરોના રસી ભારતને આગામી જૂજ મહિનાઓમાં મળે એવી શક્યતા છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અમેરિકાની કંપની નોવાવૅક્સ દ્વારા તૈયાર કરાયેલી કોરોના રસીના ભારતમાં ઉપયોગ માટે ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે, ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં આ રસી 90 ટકા જેટલી અસરકારક હોવાનું બહાર આવ્યું છે.

આ સાથે જ આ રસીનું બાળકો માટે ક્લિનિકલ ટ્રાયલ જુલાઈમાં થઈ શકે છે, સમાચાર સંસ્થા એએનઆઈ દ્વારા આ અંગે સૂત્રોના હવાલાથી માહિતી આપી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

નોવાવૅક્સ કંપનીએ તેમની રસીની અસરકારકતા અંગે જાહેરાત કરી છે, કંપનીના જણાવ્યા પ્રમાણે રોગનાં ગંભીર અને મધ્યમ લક્ષણો પર આ રસી 100 ટકા કામ કરે છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે આ રસી કોરોના વાઇરસના વિવિધ વૅરિયન્ટ સામે કામ કરે છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

નોવાવૅક્સ રસીનું પરીક્ષણ કેટલે પહોંચ્યું?

અમેરિકાના મેરીલૅન્ડમાં આવેલી નોવાવૅક્સ કંપની કોરોના રસીનું પરીક્ષણ કરી રહી છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અમેરિકાના મેરીલૅન્ડમાં આવેલી નોવાવૅક્સ કંપની કોરોના રસીનું પરીક્ષણ કરી રહી છે.

નોવાવૅક્સના પ્રમુખ અને ચીફ ઍક્ઝિક્યુટીવ ઑફિસર સ્ટેનલી સી એરીકે જણાવ્યું કે વધુ એક કોરોના રસીની વૈશ્વિક જરૂરિયાત પૂર્ણ કરવા તરફ નોવાવૅક્સ આગળ વધી રહ્યું છે.

ક્લિનિકલ ટ્રાયલના ડેટા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે કંપનીની NVX-CoV2373 રસી બહુ અસરકારક છે, સાથે જ ગંભીર અને મધ્યમ દરદીઓને સંપૂર્ણ સુરક્ષા આપે છે.

તેઓ કહે છે કે "વૅક્સિન માટે જે પણ રેગ્યુલેટરી પ્રક્રિયા છે, તેને વહેલી તકે પૂર્ણ કરીને આ રસીને સપ્લાય કરવાનો પ્રયાસ કરીશું."

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન 'નપુંસક બનાવી દે છે' એ સવાલ પર ડ્રગ કંટ્રોલરે શું કહ્યું?

નોવાવૅક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ વૅક્સિન પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવશે.

ભારતમાં આ વૅક્સિન 'કોવાવૅક્સ' તરીકે ઓળખાશે અને તેની કિંમત 1100-1200 રૂપિયા રહેવાનો અંદાજ છે.

દરદીને વૅક્સિના બે ડોઝ આપવા પડે છે જેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સ્ટોર કરવાનો હોય છે. વૅકિસનને સરળતાથી સ્ટોર કરી શકાય એમ હોવાથી ભારત જેવા વિકાસશીલ દેશમાં તે મહત્ત્વની પુરવાર થઈ શકે છે.

line

ભારતને નોવાવૅક્સ ક્યારે મળશે?

નોવાવૅક્સના ચીફ ઍક્ઝિક્યૂટીવ ઑફિસર સ્ટેનલી સી એરીકે જણાવ્યું કે એક વધારાની કોરોના વૅક્સિનની વૈશ્વિક જરૂર પૂર્ણ કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ.
ઇમેજ કૅપ્શન, નોવાવૅક્સના પ્રમુખ અને ચીફ ઍક્ઝિક્યૂટીવ ઑફિસર સ્ટેનલી સી એરીકે જણાવ્યું કે એક વધારાની કોરોના વૅક્સિનની વૈશ્વિક જરૂર પૂર્ણ કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતમાં પણ નોવાવૅક્સના બીજા અને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે અને આ ટ્રાયલ અંતિમ ચરણમાં છે. શક્ય છે કે નોવાવૅક્સની રસી સૌથી પહેલાં ભારતમાં લૉન્ચ થાય.

આ ટ્રાયલ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા 1600 લોકોની પસંદગી કરવામાં આવી છે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ બાળકોની પણ ટ્રાયલ કરવાનું વિચારી રહી છે.

એક અધિકારીને ટાંકતાં અહેવાલ જણાવે છે કે ટ્રાયલનાં પરીણામો ઉત્સાહજનક રહ્યાં છે અને અમે વૅક્સિનની રાહ જોઈ રહ્યા છીએ.

વીડિયો કૅપ્શન, કોરોના વૅક્સિન : શું બાળકોને કોરોનાની રસી અપાવવી જરૂરી છે?

સીરમ ઇન્સ્ટિટ્યૂટ આઈસીએમઆર સાથે મળીને ટ્રાયલ કરી રહી છે. આ સારી વૅકિસન લાગી રહી છે અને અમને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રેગ્યુલેટરી મંજૂરી માટે અરજી કરી શકે છે.

ભારત સરકારને અપેક્ષા છે સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2021 વચ્ચે કંપની દર મહિને પાંચ કરોડ ડોઝ આપશે અને ભારતમાં ઑગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આ વૅક્સિન લૉન્ચ થાય એવી શક્યતા છે.

નોવાવૅક્સના ચીફ ઍક્ઝિક્યૂટીવ ઑફિસર સ્ટેનલી સી એરીક જણાવે છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં કંપની 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય ધરાવે છે અને ડિસેમ્બર 2021 સુધીમાં 150 મિલિયન ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક છે.

line

નોવાવૅક્સ રસી કઈ રીતે કામ કરે છે?

NVX-CoV2373 રસી પ્રોટીનઆધારિત રસી છે, જે કોરોના વાઇરસ એટલે કે SARS-CoV-2ના પ્રથમ સ્ટ્રેનના સંજીનનની મદદથી બનાવવામાં આવે છે.

કંપની કહે છે કે NVX-CoV2373માં શુદ્ધ કરેલા પ્રોટીન ઍન્ટિજન હોય છે, તેનાથી કોવિડ-19નું સંક્રમણ થતું નથી.

નોવાવૅક્સની કોરોના રસી બે ડોઝમાં આપવામાં આવે છે અને તેને રેફ્રિજરેટરના તાપમાનમાં રાખી શકાય છે.

line

કયા સ્ટ્રેન સામે નોવાવૅક્સ કેટલી સરકારક?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

કંપની મુજબ યુકેમાં કરવામાં આવેલી ટ્રાયલમાં બહાર આવ્યું છે કે કોરોના વાઇરસના મૂળ સ્ટ્રેન સામે વૅક્સિન 96.4 ટકા અસરકારક છે અને આલ્ફા (B.1.1.7) સ્ટ્રેન સામે 86.3 ટકા અસરકારક છે. બીજા વૅરિયન્ટ સામે 89.7 ટકા અસરકારક છે.

ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોવૅક્સિન 78 ટકા અસરકારક છે. કોવિશિલ્ડ 90 ટકા અસરકારક છે, જ્યારે રશિયાની સ્પુતનિક વી 92 ટકા અસરકારક છે.

line

નોવાવૅક્સ રસીની આડઅસર

નોવાવૅક્સ રસી ફાઇઝર, મોડેર્ના કે જોહ્નસન ઍન્ડ જોહ્નસન જેવી અન્ય રસીઓ જેવી સામાન્ય આડઅસરો ધરાવે છે.

  • આ રસી લીધા બાદ ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં દુખાવો થવો, માથું દુખવું, સ્નાયુમાં દુખાવો રહેવા જેવી સામાન્ય આડઅસર થઈ શકે છે.
  • આ સિવાય કેટલાક કિસ્સાઓમાં તાવ, અશક્તિ, કળતર જેવી અસરો પણ જોવા મળી શકે છે.
  • સામાન્ય રીતે આ રસીની આડઅસર બે દિવસ સુધી જોવા મળી શકે છે.
line

નોવાવૅક્સ રસીની ટ્રાયલ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

નોવાવૅક્સ અનુસાર ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં અમેરિકા અને મેક્સિકોના 29,960 લોકોની પસંદગી કરવામાં આવી હતી. કોરોનાથી સૌથી વધુ અસર થઈ હોય તેવા સમુદાય અને જૂથોમાંથી વ્યક્તિઓની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી હતી.

કંપની અનુસાર 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ અને કૉમોર્બિડિટી ધરાવતી 65 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓમાં પણ વૅક્સિનનાં સારાં પરિણામો આવ્યાં છે.

સપ્ટેમ્બર 2020માં કંપની દ્વારા પ્રથમ ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામ વિશે માહિતી આપવામાં આવી હતી. કંપની અનુસાર પ્રથમ ટ્રાયલ ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવી હતી.

માર્ચ 2021માં નોવાવૅક્સ દ્વારા બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો વિશે માહિતી આપવામાં આવી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો