બાબા રામદેવે IMAને ઍલૉપથી પર પૂછ્યા 25 સવાલ, તો ડૉક્ટરે પૂછ્યું - "બાલકૃષ્ણને કોરોનિલ કેમ ન આપી?"

ઇમેજ સ્રોત, Getty Images
યોગગુરુ બાબા રામદેવે ઍલૉપથીક સારવાર પદ્ધતિ પર દવાઓ પર પોતાનું વિવાદિત નિવેદન ભલે પરત લઈ લીધું હોય, પરંતુ ઍલૉપથી અને આયુર્વેદ વચ્ચેનું આ યુદ્ધ હજી રોકાય એવું લાગતું નથી.
બાબા રામદેવે સોમવારના રોજ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન અને દવા કંપનીઓને સામે 25 સવાલ મૂક્યા. બાબા રામદેવે ટ્વિટર પર એક ઑપન લેટરના માધ્યમથી IMAને 25 સવાલોના જવાબ આપવા કહ્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પત્રમાં બાબા રામદેવે હેપેટાઇટિસ, લીવર, હાર્ટ એનલાર્જમૅન્ટ, સુગર લેવલ, થાઇરૉઇડ, બ્લૉકેજ, બાયપાસ, માઇગ્રેઇન વગેરે જેવી બીમારીઓના સ્થાયી ઇલાજ મામલે સવાલ કર્યા.
તેમના સૌથી મોટા સવાલોમાં તો મોટો સવાલ એ હતો કે જો એલોપૅથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન છે તો પછી ઍલૉપથીના ડૉક્ટર તો બીમાર જ ન પડવા જોઈએ?
એક અજબ સવાલમાં એમણે પૂછ્યું કે, આદમી બહુ હિંસક હોય, ક્રૂર હોય અને હેવાનિયત આચરી રહ્યો હોય તો એને માણસ બનાવવાની કોઈ દવા ઍલૉપથીમાં બતાવો.

ડૉક્ટરોની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
બાબા રામદેવના આ સવાલોની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. સોમવારની રાત્રે આ સવાલો મામલે સમાચાર ચેનલો પર IMAના સભ્યો અને રામદેવ વચ્ચે ઘમાસાણ પણ જોવા મળ્યું હતું.
તો આ તરફ ટ્વિટર પર ડૉક્ટરો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પોતાની રીતે બાબા રામદેવને જવાબ આપી રહ્યા છે.
મણિપાલ હૉસ્પિટલના ડૉક્ટર હરજીત સિંહ ભટ્ટીએ ટ્વીટ કરીને કહ્યું, "ચેનલનો ધન્યવાદ કે આ ઢોંગીને લોકોની સામે લાવ્યા. ડૉ. લેલેએ તેમને એટલા મૂંઝવણમાં મૂકી દીધા કે તેમની આજે બંને આંખો ખુલી ગઈ. હવે સપનાંમાં પણ ડૉક્ટરની સામે ઊભા રહીને સલામ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ડૉ. પ્રશાંત કુમાર બઘેલના અકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, "બાબા રામદેવને પૂછવા માટે અમારો પહેલો અને અંતિમ સવાલ એ છે કે તમે છો કોણ ઍલૉપથીક ડૉક્ટરો પર કીચડ ઉછાડનારા? પોતાના નિવેદનોથી ફરી જવું, બીજું કોઈ હોતો તો તેની સાથે શું થાત તે તમે પણ જાણો છો અને દેશ પણ જાણે છે. જે કર્યું તેમાં ભારત સરકાર પણ તમારો સાથ આપી રહી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ડૉ. પ્રશાંત કાત્યાયન પૂછે છે, "હું તમને એક સવાલ પૂછું છું. બાલકૃષ્ણ જીને પ્રાથમિક લક્ષણો આવ્યા બાદ તેમને કોરોનિલ ન આપી. તેઓ આજે AIIMS ઋષિકેશમાં દાખલ છે. દિલ્હીમાં પતંજલિના હેડ આહલુવાલિયાને પણ કોરોનિલ ન આપી? આયુર્વેદ સારું છે પણ આ રીતે ઍલૉપથીને ગાળ આપવી યોગ્ય છે? ખોટું અને ભ્રામક ન બોલવું જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
ડૉ. વિશ્ણુ રાજગાડિયાએ કહ્યું, "રામદેવના 25 સવાલથી સ્પષ્ટ છે, માફી ન માગી અને નવો હુમલો કર્યો. કોરોનાકાળમાં ડૉક્ટરો વિરુદ્ધ ભાવના ભડકાવવી ઘાતક છે. લોકો હજુ પણ હૉસ્પિટલ જશે, પરંતુ અવિશ્વાસ અને નફરત લઈને જશે. મેડિકલ સ્ટાફ પર હુમલા વધશે. કોરોનિલ વેચવા માટે રામદેવે લાખો લોકોનું જીવન દાવ પર લગાવી દીધું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
ડૉ. રૂબી ગુલમહોરના અકાઉન્ટ પરથી ટ્વીટ થયું છે, "આયુર્વેદ ક્રોનિક રોગોમાં કામ આવે છે. ઍક્યુટમાં નહીં. તમારી બકવાસ વાતોથી લોકોને ભ્રમિત ન કરો. તમારા જેવા લોકો પોતાના બિઝનેસને આગળ વધારવા દેશને 100 વર્ષ પાછળ ધકેલી દે છે અને લોકોને મોતને ઘાટ ઉતારવાથી પાછળ નથી હઠતા. "
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
વૈદ્ય જોબન મોધા નામના ટ્વિટર અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે, "બાબા રામદેવના આ સવાલો દર્શાવે છે કે કે બાબા રામદેવને આયુર્વેદ વિશે કેટલી જાણકારી છે. તેમણે મોટાભાગના સવાલો એવા કર્યા છે જેનો કોઈ ઇલાજ જ નથી, આયુર્વેદમાં પણ નહીં. પતંજલિ આયુર્વેદ એક ખાનગી કંપની છે, તે આયુર્વેદ જગતનું પ્રતિનિધિત્વ કરતી નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
ડૉ. અંશુમલી પટેલ લખે છે, "આ આયુર્વેદ સામે ઍલૉપથી નથી. બંને પોતપોતાની રીતે સાચી છે. વાત ખોટી માહિતી વિશે છે અને એ લોકોને સન્માન આપવાની છે જેઓ ફ્રન્ટલાઇન પર લડી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
બાબા રામદેવના સવાલો મુદ્દે ડૉ. ગૌર્ઝ નામના અકાઉન્ટથી લખવામાં આવ્યું છે કે બાબા રામદેવના ટ્વિટર અકાઉન્ટને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બૅન કરી દેવું જોઈએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
ડૉ. ઓમ લખાની લખે છે, "મારો માત્ર એક જ સવાલ છે કે બાબા રામદેવને શાની ટ્રેનિંગ મળી છે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10
તેના જવાબમાં ડૉ. અભિષેક ટંડન લખે છે, "RSSમાં સ્નાતક અને ભાજપમાં અનુસ્નાતક. મને નથી લાગતું કે આ ડિગ્રી કરતાં કોઈ મોટી ડિગ્રી ભારતમાં મહત્ત્વ ધરાવે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11

શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
હાલ જ સોશિયલ મીડિયા પર રામદેવનો એક વીડિયો સર્કુલેટ થઈ રહ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે હાલના દિવસોમાં કોરોનાની સરખામણીએ ઍલૉપથીક ઇલાજના કારણે વધારે લોકો મૃત્યુ પામી રહ્યા છે.
વીડિયોમાં તેઓ પ્લાઝમા થૅરેપીને કોરોનાના ઇલાજની યાદીમાંથી હઠાવી દેવા પર કટાક્ષ કરતા જોવા મળે છે.
વીડિયોમાં રામદેવ કહે છે, "ઍલૉપથી એક એવી સ્ટુપિડ અને દેવાળિયા સાયન્સ છે કે પહેલા ક્લોરક્વિન નિષ્ફળ થઈ, પછી રેમડિસિવિર, પછી ઍન્ટી બાયૉટિક, પછી સ્ટેરૉઇડ અને હવે પ્લાઝમા થૅરેપી પણ નિષ્ફળ થઈ."
વિવાદ વધી જવા પર પતંજલિ યોગપીઠે આ આરોપો પર સ્પષ્ટતા આપી અને કહ્યું કે જે રીતે રામદેવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે તે સંદર્ભ ખોટો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "રામદેવે આ વાતો ખાનગી કાર્યક્રમમાં કહી હતી અને તે દરમિયાન તેઓ વૉટ્સએપ મેસેજ વાંચી રહ્યા હતા. સ્વામી રામદેવે આધુનિક વિજ્ઞાન પ્રત્યે ક્યારેય અવિશ્વાસ વ્યક્ત કર્યો નથી."
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને પણ રામદેવને પત્ર લખીને તેમને ઍલોપૅથી વિરોધી નિવેદન પરત લેવા કહ્યું હતું. એ પછી એમણે નિવેદન પરત લીધું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો