બાબા રામદેવના IMAને ઍલૉપથી પર 25 સવાલ : એકમાં પૂછ્યું, ઍલોપેથી પાસે હિંસક અને હેવાનિયત કરનારને માણસ બનાવવાનો ઇલાજ છે?

રામદેવે 25 સવાલ પૈકી એકમાં પૂછ્યું, ઍલૉપથી સર્વશક્તિમાન અને સર્વગુણસંપન્ન છે તો પછી ઍલૉપથીના ડૉક્ટર બીમાર કેમ પડે છે?

ઇમેજ સ્રોત, Ramdev/Facebook

ઇમેજ કૅપ્શન, રામદેવે 25 સવાલ પૈકી એકમાં પૂછ્યું, ઍલૉપથી સર્વશક્તિમાન અને સર્વગુણસંપન્ન છે તો પછી ઍલૉપથીના ડૉક્ટર બીમાર કેમ પડે છે?

યોગગુરુ રામદેવે ઍલૉપથી અંગેનું પોતાનું વિવાદિત નિવેદન પરત લઈ લીધા પછી ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન યાને કે આઈએમએ અને ફાર્મા કંપનીઓને 25 સવાલો પૂછ્યા છે.

આ 25 સવાલોમાં અમુક તો અજીબોગરીબ છે. જેમ કે, આદમી બહુ હિંસક હોય, ક્રૂર હોય અને હેવાનિયત આચરી રહ્યો હોય તો એને માણસ બનાવવાની કોઈ દવા ઍલૉપથીમાં બતાવો.

આવો જ એક અન્ય સવાલ છે. ઍલૉપથી સર્વશક્તિમાન અને સર્વગુણસંપન્ન છે તો પછી ઍલૉપથીના ડૉક્ટર બીમાર કેમ પડે છે?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રામદેવના આ સવાલોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. સોમવારે રાતે આ સવાલોને લઈને સમાચાર ચેનલો પર રામદેવ અને આઈએમએના સભ્યો વચ્ચે ચર્ચા થતી પણ જોવા મળી.

આ અગાઉ રવિવારે સાંજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને રામદેવને પત્ર લખીને એમના ઍલૉપથી વિરોધી નિવેદનો પરત લેવા માટે કહ્યું હતું.

line

વિવાદ, આરોગ્યમંત્રીનો પત્ર અને રામદેવની માફી

ડૉક્ટર હર્ષવર્ધન

ઇમેજ સ્રોત, Dr Harsh Vardhan/ Facebook

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર હર્ષવર્ધન મુજબ રામદેવનું નિવેદન ડૉક્ટરનું મનોબળ તોડનારું અને કોરોના મહામારીની સામેની લડાઈને નબળું પાડનારું સાબિત થઈ શકે છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને યોગગુરુ રામદેવને પત્ર લખીને તેમને નિવેદન પરત લેવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે તેમણે તેમના નિવેદનથી "કોરોના યુદ્ધાઓનો અનાદર કરીને દેશભરની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે", આથી તેમણે વિવાદાસ્પદ નિવેદન પાછું લેવું જોઈએ.

તેમણે લખ્યું હતું, "તમારું એ કહેવું બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે લાખો કોરોના દર્દીઓનાં મોત ઍલૉપથી દવા લેવાથી થયાં છે. જો આજે દેશમાં કોરોનાથી મૃત્યુદર માત્ર 1.13 ટકા અને રિકવરી રેટ 88 ટકાથી વધુ છે, તેના માટે ઍલૉપથી અને તેના ડૉક્ટરોનું મોટું યોગદાન છે."

તેમણે લખ્યું હતું કે રામદેવનું નિવેદન ડૉક્ટરનું મનોબળ તોડનારું અને કોરોના મહામારીની સામેની લડાઈને નબળું પાડનારું સાબિત થઈ શકે છે.

તેમણે લખ્યું હતું કે "હું સમજું છે કે તમારે કોઈ પણ મુદ્દા પર કોઈ પણ નિવેદન સમયકાળ અને પરિસ્થિતિ જોઈને આપવું જોઈએ. આવા સમયે ઇલાજની રીતોને તમાશો બનાવીને ન માત્ર ઍલૉપથી બલકે એ ડૉક્ટરોની ક્ષમતા, યોગ્યતા અને તેમના ઇરાદાઓ પર પણ સવાલ કરે છે, જે અયોગ્ય છે."

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, રામદેવે જે સ્પષ્ટીકરણ આપ્યું છે એ લોકોની ઘાયલ ભાવના પર મલમ લગાવવા માટે પૂરતું નથી.

એમણે કહ્યું, તમે સ્પષ્ટીકરણમાં ફક્ત એમ કહો છો કે તમારી મંશા આધુનિક વિજ્ઞાન અને સારા ડૉક્ટરો સામે નથી. હું આપના દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણને પૂરતું નથી માનતો.

કોરોનાની પહેલી લહેર વખતે ડૉ. હર્ષવર્ધનની હાજરીમાં કોરોનિલ લૉન્ચ કરવામાં આવી હતી અને તે દવા કોવિડનો ઇલાજ કરી શકે એવો દાવો કરવામાં આવ્યો હતો. એ વખતે ડૉ. હર્ષવર્ધનની હાજરીની ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને નિંદા કરી હતી,.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાની પહેલી લહેર વખતે ડૉ. હર્ષવર્ધનની હાજરીમાં કોરોનિલ લૉન્ચ કરવામાં આવી હતી અને તે દવા કોવિડનો ઇલાજ કરી શકે એવો દાવો કરવામાં આવ્યો હતો. એ વખતે ડૉ. હર્ષવર્ધનની હાજરીની ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને નિંદા કરી હતી,.

હર્ષવર્ધનના પત્ર બાદ રામદેવે પોતાનું નિવેદન પરત ખેંચી લીધું અને કહ્યું કે તેઓ આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અને ઍલૉપથીના વિરોધી નથી.

સોશિયલ મીડિયા પર એક પત્ર રજૂ કરીને એમણે કહ્યું કે, "ચિકિત્સા પદ્ધતિઓના સંઘર્ષના આ વિવાદને હું ખેદપૂર્વક વિરામ આપું છું અને પોતાનું નિવેદન પરત લઉં છે."

રામદેવે કહ્યું, "મારું જે ભાષણ ક્વોટ કરવામાં આવ્યું છે તે એક કાર્યકરોની બેઠકનું છે અને જેમાં હું એક આવેલા વૉટ્સૅપ મૅસેજને વાંચીને સંભળાવી રહ્યો હતો. તેનાથી જો કોઈની લાગણીઓને ઠેસ પહોંચી હોય તો મને તેનો ખેદ છે."

એમણે એમ પણ લખ્યું કે, "ઍલૉપથીના ડૉક્ટરોએ કોરોનાકાળમાં પોતાનો જીવ દાવ પર લગાવીને કરોડો લોકોનો જીવ બચાવ્યો છે, અમે એમનું સન્માન કરીએ છીએ. અમે પણ આયુર્વેદ અને યોગથી કરોડો લોકોનો જીવ બચાવ્યો છે, એનું પણ સન્માન થવું જોઈએ"

line

રામદેવનો વાઇરલ વીડિયો અને આઈએમએની નોટિસ

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અગાઉ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ)એ યોગગુરુ રામદેવના એ નિવેદન પર કાનૂની નોટિસ ફટકારી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે વર્તમાન સમયમાં કોવિડ-19ની સરખામણીએ ઍલૉપથીની સારવારને લીધે વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર રામદેવનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેમણે પ્લાઝમા થૅરપીને કોવિડ-19ની સારવારની યાદીમાંથી હઠાવી લેવાના નિર્ણય પર કટાક્ષ કર્યો હતો.

આ વીડિયોમાં રામદેવ કહી રહ્યા હતા, "ઍલૉપથી એક એવું મૂર્ખ અને દેવાળિયું વિજ્ઞાન છે કે પહેલાં ક્લૉરોક્વીન ફેલ થઈ, પછી રેમડેસિવિર ફેલ થઈ, પછી ઍન્ટી બાયૉટિક ફેલ થઈ, પછી સ્ટૅરોઇડ ફેલ થઈ અને કાલે પ્લાઝમા થૅરેપી પણ ફેલ થઈ ગઈ."

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયએશન કહ્યું હતું છે કે રામદેવનાં નિવેદનોથી સંસ્થાનાં ગૌરવ અને વિશ્વાસને ઠેસ પહોંચી છે.

પથી વિવાદ વધી જતાં પતંજલિ યોગપીઠે આ આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી.

'પતંજલિ આયર્વેદ લિમિટેડ'ના મેનૅજિંગ ડાયરેક્ટર બાલાકૃષ્ણે ટ્વિટર પર પતંજલિનું નિવેદન પોસ્ટ કર્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

તેમણે લખ્યું હતું, "આવો, આપણ સૌ મળીને પથીઓનાં નામે ભ્રમ, અફવા અને કારણ વગરના વિવાદથી હઠી પ્રાચીન તેમજ આધુનિક વિજ્ઞાનના સમન્વયથી રોગોથી પીડિત માનવતાને લાભ પહોંચાડવામાં મદદ કરીએ. "

પતંજલિએ પોતાના બચાવામાં કહ્યું હતું કે જે રીતે રામદેવનો વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરાયો છે, જે સંદર્ભથી દૂર છે.

નિવેદન અનુસાર, "રામદેવે આ વાતો એક ખાનગી કાર્યક્રમમાં કરી અને એ દરમિયાન વૉટ્સઍપ પર આવેલા કેટલાક મૅસેજ વાંચી રહ્યા હતા. સ્માવી રામદેવે આધુનિક વિજ્ઞાન પ્રત્યે કોઈ અવિશ્વાસ વ્યક્ત નથી કર્યો."

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

line

હરિયાણામાં કોરોનિલ કિટનું વિતરણ

આ વિવાદની વચ્ચે હરિયાણા સરકારે રાજ્યના કોરોના દર્દીઓને પતંજલિ આયુર્વેદની કોરોનિલ કિટનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રી અનિલ વિજે આની જાણકારી આપી છે.

સોમવારે આની જાહેરાત કરતા અનિલ વિજે કહ્યું કે આ કિટની અર્ધી કિંમત પતંજલિ આપશે અને અર્ધી કિંમત હરિયાણા સરકાર કોવિડ રાહત ભંડોળમાંથી ચૂકવશે.

રામદેવે ગત વર્ષે મંત્રીઓની હાજરીમાં આર્યુવેદ આધારિત કોરોનિલ કિટ લૉન્ચ કરી હતી અને તે વખથે મહામારીની પહેલી લહેર ચરમ પર હતી. રામદેવે આ દવાથી કોરોના મટાડવાનો દાવો કર્યો હતો અને તેને લઈને ખૂબ વિવાદ પણ થયો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો