વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના મૃત્યુનો આંક બે કે ત્રણ ગણો વધારે ગણાવ્યો - Top News

ઇમેજ સ્રોત, EPA
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)ને કહ્યું છે કે કોરોનાના લીધે થનારાં મૃત્યુનો અસલ આંક અધિકૃત રીતે જેટલો બતાવાઈ રહ્યો છે, એનાથી બે કે ત્રણ ગણો વધારે છે.
WHO અનુસાર અધિકૃત રીતે વિશ્વમાં અત્યાર સુધી કોરોનાને લીધે 34 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.
વૈશ્વિક સ્વાસ્થ્ય આંકડાઓ પર પોતાના વાર્ષિક રિપોર્ટમાં સંગઠને કહ્યું છે કે આ આંકડા હકીકતમાં 60થી 80 લાખ વચ્ચે હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં ઓછામાં ઓછા 30 લાખ કે જેટલાં દર્શાવાયાં એના કરતાં 12 વધારે મૃત્યુ કોરોનાને લીધે થયાં છે.
WHOનાં સહાયગ પ્રબંધ નિદેશક સમીરા અસ્માએ કહ્યું, "હકીકતમાં મૃત્યુનો આક બે કે ત્રણ ગણો વધારે હશે. હું સ્પષ્ટ કહી શકું છું કે આકલન કરવામાં આવે તો આ આંક 60થી 80 લાખ વચ્ચે હશે."

સી. આર. પાટીલ પર ટિપ્પણી મામલે ગોપાલ ઈટાલિયા સામે સાત પોલીસ કેસ

ઇમેજ સ્રોત, Gopal Italia Facebook
સોશિયલ મીડિયા પર ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલને કથિત રીતે 'માજી બૂટલેગર કહેનારા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરતમાં સાત પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ પાટીલના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓએ અડાજણ, સુરત સહિતના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર એક યુઝરે ગોપાલ ઈટાલિયાને પૂછ્યું હતું કે 'નવસારીમાં પાર્ટી કરવી છે તો શું દારુ મળી શકે?'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેના જવાબમાં ઈટાલિયાએ પણ કૉમે્ન્ટ કરી હતી કે ‘તેઓ માજી બૂલટલેગર અને હાલના સાંસદ સી. આર. પાટીલનો સંપર્ક કરે. તેમને સ્ટૉક મળી જશે.’
આ ઘટનાને પગલે સમગ્ર વિવાદ સર્જાયો છે અને ગોપાલ ઈટાલિયા સામે પોલીસ ફરિયાદ થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કાયદાઅનુસાર દારૂનું વેચાણ પ્રતિબંધિત છે. જોકે, તે છતાં પ્રોહિબિશનને લગતા અનેક કિસ્સાઓ સામે આવે છે અને તેના અમલને લઈને અનેક વાર ગુજરાત હાઈકોર્ટે પણ ટિપ્પણી કરી છે.

જૂન મહિનાથી બજારમાં ઉપલબ્ધ થશે કોરોનાની નવી દવા 2ડીજી

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસની નવી થૅરાપ્યૂટિક મૅડિસિન ટુ-ડીઑક્સી-ડી-ગ્લૂકોઝ (ટુડીજી) જૂનના મધ્યથી બજારમાં ઉપલબ્ધ થશે એવું ડૉ. રેડ્ડી લેબનું કહેવું છે.
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર ડો. રેડ્ડીએ એક નિવેદનમાં આ વાત જાહેર કરી છે.
આ દવા ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂક્લિયર મૅડિસિન ઍન્ડ અલાયડ સાયન્સિઝ તથા હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબ. દ્વારા વિકસાવવામાં આવી છે.
સરકાર તરફથી દવાને મંજૂરી મળી ગઈ છે અને તેને લૉન્ચ પણ કરી દેવાઈ છે. હૉસ્પિટલમાં દાખલ કોવિડના દર્દીઓ જેમને સામાન્ય સંક્રમણ અથવા તીવ્ર સંક્રમણ હશે તેમને અન્ય સારવારની સાથે સાથે આ દવા પણ આપાવામાં આવશે.
કંપની અનુસાર દવા એક નાના પાઉચમાં આવશે અને તેને પાણી સાથે લઈ શકાશે.
જોકે કંપનીએ જૂનના મધ્યમાં દવા બજારમાં ઉપલબ્ધ થશે તેની સાથે સાથે એમ પણ કહ્યું કે એ પહેલા કોઈ દવા ઑફર કરે તો ન લેવી અને સચેત રહેવું. આ દવા માત્ર હૉસ્પિટલના ડૉક્ટર જ પ્રિસ્ક્રાઇબ કરી શકશે.

હવે અંકલેશ્વરમાં કૉવેક્સિનનું ઉત્પાદન થશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ભારત બાયોટેક તેની પેટા કંપની શિરોન બેહરિંગ વૅક્સિન-અંકલેશ્વરમાં કૉવેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કંપની તેના વાર્ષિક લક્ષ્યને પહોંચી વળવા માટે હાલની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રહી છે. જેને પગલે તે અંકલેશ્વરમાં આવેલી તેની માલિકીની કંપનીમાં પણ કામકાજ શરૂ કરશે.
ચોથા ત્રિમાસિકગાળાથી ઉત્પાદન શરૂ કરવા કંપનીએ તૈયારી કરી છે.

મોદી ગુજરાતની જેમ મહારાષ્ટ્રને પણ સહાય જાહેર કરે – એનસીપી, શિવસેના
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કેન્દ્ર સરકારે વાવાઝોડા તૌકતેને પગલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વેરાયેલા નુકસાન અને તારાજીને પગલે 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી હતી.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી એ પછી આ જાહેરાત થઈ હતી.
પરંતુ હવે એનસીપી (નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી) અને શિવસેનાએ માગણી કરી છે કે મોદીએ જેમ ગુજરાતને મદદની જાહેરાત કરી એમ મહારાષ્ટ્ર માટે પણ સહાય જાહેર કરવામાં આવે.
‘ઇકૉનોમિક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર એનસીપીનું કહેવું છે કે મહારાષ્ટ્ર, ગોવા સહિત 6 રાજ્યોમાં વાવાઝોડાથી નુકસાન થયું છે પણ પીએમ મોદીએ માત્ર ગુજરાતમાં જ સહાયની જાહેરાત કરી છે.
બીજી તરફ શિવસેનાનું કહેવું છે કે તેમને આશા છે કે પીએમ મોદી મહારાષ્ટ્ર માટે પણ સહાયની જાહેરાત કરશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












