You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રશાંત કિશોરે કેમ કહ્યું ‘ચૂંટણી મૅનેજમૅન્ટનું કામ છોડવા ઇચ્છું છું?’
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ન્યૂઝ ચેનલ એનડીટીવીના એક લાઇવ પ્રોગ્રામ દરમિયાન કહ્યું છે કે ચૂંટણી પ્રબંધનનું કામ તેઓ છોડી રહ્યા છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેમ છોડી રહ્યા છે.
તો પ્રશાંત કિશોરે જવાબ આપ્યો, "કેમ કે હું ઘણું કરી ચુક્યો છું, આઠ-નવ વર્ષ સુધી આ કરવું એ મુશ્કેલ કામ હોય છે."
"હું આ કામ ઘણું કરી ચૂક્યો છું. હું જીવનમાં કંઈક બીજું કરવા માગું છું, જે હું કરીશ."
"હું આજીવન આ જ કામ કરી ન શકું. હું મારી આસપાસના લોકોને દરેક વાતચીતમાં આ વાત કહેતો હોઉં છું."
તેઓ કહે છે, "આ સિવાય મારી કંપની આઈપૅકમાં ઘણા યોગ્ય લોકો છે. જે લોકો આ કામ કરે છે. મને ખાલી અહીં એમના કામની ક્રૅડિટ મળી જાય છે."
"આ સમય છે કે તેઓ જવાબદારી તેમના હાથમાં લઈ લે અને તેઓ જે કરવા માગે છે, એ તેઓ આઈપૅક બ્રાન્ડ હેઠળ કરીને બતાવે."
ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે ચૂંટણીપરિણામો અગાઉ કહ્યું હતું કે ભાજપ બંગાળમાં ડબલ ડિજિડ પણ ક્રોસ નહીં કરે અને જો એવું થશે તો તેઓ જગ્યા છોડી દેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તેઓ રાજનીતિમાં આવશે?
પ્રશાંત કિશોરને પૂછવામાં આવ્યું કે શું તેઓ થાકી ગયા છે કે પછી તેઓ રાજકારણમાં ઝંપલાવવા માગે છે?
તેમણે આ પ્રશ્નના જવાબમાં એનડીટીવીને કહ્યું, "હું બસ કહેવા માગું છું કે હું હવે એ નથી કરવા ઇચ્છતો, જે હું અત્યાર સુધી કરતો આવ્યો છું. હું મારું યોગદાન આપી ચુક્યો છું. આઈપૅકના મારા સહયોગીઓ માટે આ જવાબદારી ઉઠાવવાનો વખત છે."
"મારી માટે આ બ્રૅક લેવાનો સમય છે અને જિંદગીમાં કેટલીક અન્ય બાબતો અંગે વિચારવાનો સમય છે. હું કોઈ પણ સંભાવનાને ફગાવતો નથી, ના તો સ્વીકારી રહ્યો છું. બસ આ જગ્યા છોડવા માગું છું."
શું આઈપૅકના લોકોને આ વિશે ખબર છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં પ્રશાંત કિશોરે કહ્યું, "મારા મોટાભાગના વરિષ્ઠ સહયોગી આ અંગે જાણે છે."
પ્રશાંત કિશોર અત્યારે પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટ અમરિન્દર સિંહ માટે રાજકીય સલાહકાર તરીકે કામ કરે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તેમની કંપની આઈપૅકે સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસ માટે કામ કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો