કુંભ અને કોરોના : 'મેં બધું ભગવાન પર છોડી દીધું હતું' હરિદ્વાર ગયેલા લોકોના અનુભવ

ઇમેજ સ્રોત, getty Images
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
મુંબઈમાં રહેતા 34 વર્ષના બિઝનેસમેન અને ફોટોગ્રાફર ઉજ્જવલ પુરી 9 માર્ચે સવારે જ્યારે હરિદ્વાર પહોંચ્યા તો માસ્ક સિવાય તેમની પાસે સૅનિટાઇઝર, વિટામિન સીની ગોળીઓ પણ હતી.
દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતા પહેલાં તેમને લાગ્યું હતું કે હરિદ્વારમાં આટલી આકરી સુરક્ષા હશે કે તેમને ઍન્ટ્રી પણ ના મળી શકે.
તેમણે પોતાનો નૅગેટિવ કોવિડ આરટીપીસીઆર- ટેસ્ટ રિપોર્ટ સરકારની વેબસાઇટ પર રજિસ્ટાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વેબસાઇટ ચાલતી ન હતી.
પરંતુ ના તેમનું ઍરપૉર્ટ પર ચેકિંગ થયું ના હરિદ્વારમાં ચેકિંગ થયું.
હર કી પૌડીમાં તેમણે લીધેલી તસવીરોમાં મોટા ભાગના લોકોના ચહેરા પર માસ્ક ન હતું, અથવા તો ગળે ખસી ગયું હોય.
રાતે લેવામાં આવેલી એક તસવીરમાં ઘાટની સીડીઓ માસ્ક વિના પહેરેલા શ્રદ્ધાળુઓથી ભરાયેલી છે.

ઇમેજ સ્રોત, getty Images
કેટલીક મહિલાઓએ પૂજાના ભાવમાં હાથ જોડેલા છે. કોઈ કપડાં ખોલી રહ્યું છે, કોઈ પહેરી રહ્યું છે, કોઈ રૂમાલથી વાળ સૂકવી રહ્યું છે, કોઈ મોબાઇલમાં મગ્ન છે, કોઈના હાથમાં બાળક છે તો કોઈ પોતાના સાથી સાથે વાત કરી રહ્યું છે.
તેઓ કહે છે, "ત્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ ન હતું. સાંજની આરતીના સમયે માણસ એકબીજાને ચોંટીને બેસેલા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉજ્જવલ ત્રણ દિવસ કુંભ મેળામાં રહ્યા અને તેમના કહેવા પ્રમાણે તેમણે આ ત્રણ દિવસમાં બહાર માત્ર એક વખત "બાબા લોકોની સાથે સેલ્ફી લેવા માટે માસ્ક ઉતાર્યું હતું."
ઉજ્જવલ કહે છે, "મેં તમામ વસ્તુઓ ભગવાન ઉપર છોડી દીધી હતી." ત્રણ દિવસ પછી જ્યારે તે ઘરે મુંબઈ પહોંચ્યા તો તે ડરેલા હતા.
તેઓ કહે છે, "મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો. જેવો ઘરમાં અંદર આવ્યો, પોતાને મેં રૂમમાં લૉક કરાવી દીધો. ઘરમાં મારાં માતા-પિતા પણ છે, એટલા માટે સંપૂર્ણ સાવધાની રાખી."
સરકારી આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના કેરથી હાલ સુધી એક લાખ તોતેર હજારથી વધારે લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અનેક રાજ્યોથી હૉસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર, દવાઓની ઘણી ઊણપના સમાચાર છે. લોકો હૉસ્પિટલમાં જગ્યા માટે રસ્તાઓ પર ફરી રહ્યા છે.
સ્મશાન ઘાટમાં ટોકન અપાઈ રહ્યાં છે. એવામાં કુંભ મેળામાં લાખોની ભીડને સુપર સ્પ્રેડર ઇવેન્ટ કહેવામાં આવી રહ્યા છે.
કોરોનાકાળમાં ભાજપશાસિત ઉત્તરાખંડમાં યોજાયેલા કુંભને અનેક પાર્ટીઓ હિંદુત્વ રાજનીતિથી જોડીને જોઈ રહ્યા છે.
મસૂરીમાં રહેનારા ઇતિહાસકાર ગોપાલ ભારદ્વાજ માને છે કે કોરોનાના કાળમાં કુંભને ટાળી દેવો જોઈતો હતો.
તેઓ કહે છે, "જે લોકો કુંભમાં નથી જતા તો શું તે પાપના ભાગીદાર બની જાય છે?... આ માણસની આત્માની શાંતિ માટે છે. જો કોઈ બીમાર થઈ રહ્યા છે તો ઘરમાં શું શાંતિ થશે."
ગોપાલ ભારદ્વાજ કહે છે કે પહેલાં કુંભ બે અઠવાડિયાનો થતો હતો પરંતુ બજારીકરણના કારણે છેલ્લાં 35-40 વર્ષમાં એની અવધિ વધી ગઈ છે.
તેઓ કહે છે, "આનું મુખ્ય સ્નાન વૈશાખીનું જ હતું. પછી આમાં મકરસંક્રાંતિને જોડી દેવામાં આવી, શિવરાત્રી પણ આવી. શિવરાત્રી એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. લોકોએ આ બધાને જોડીને આને સાડા ત્રણ મહિનાનું બનાવી દીધું."
ગોપાલ ભારદ્વાજ કહે છે, "કુંભનો મતલબ થતો હતો, ધાર્મિક આચાર-વિચાર, પહેલાં શાસ્ત્રાર્થ થતો હતો કે પોતાના ધર્મને કેવી રીતે બચાવે છે."
"જે આટલા મોટા મોટા અખાડા બનેલા છે. તે હિંદુ ધર્મની રક્ષા માટે બન્યા હતા. જો હિંદુ ધર્મમાં ખરાબી આવી રહી છે, તો તેના પર વાતચીત થતી હતી અને ખરાબીઓને દૂર કરવામાં આવે. હવે તો વસ્તુઓ પણ ધીમે-ધીમે ઓછી થઈ રહી છે."
"ન એટલો સમય, વિદ્વાન પર એટલા ક્યાં બચ્યા છે જે બેસીને શાસ્ત્રાર્થ કરી શકે. દરેક વસ્તનું બજારીકરણ થઈ રહ્યું છે."

લોકોમાં ડર

ઇમેજ સ્રોત, getty Images
કોરોનાકાળમાં કુંભથી હરિદ્વારની એક ધર્મશાળા ચલાવનારા મિથિલેશ સિન્હા કહે છે, "સ્થાનિક લોકોમાં ભય છે."
તેઓ કહે છે, "જે લોકો અહીં પર આવી રહ્યા છે તે ચાલ્યા જશે એક બે દિવસમાં. જે લોકો અહીં રહેવાના છે, તેમને શું પ્રસાદ આપીને જશે તે કોઈ જાણતું નથી."
"જ્યારે પણ ભક્તિની વાત આવે છે તો લોકોને સમજાવવા મુશ્કેલ થઈ જાય છે."
કોરોના વાઇરસ આસ્તિક અને નાસ્તિકનો ફર્કને સમજતો નથી. હાલ સુધી એ નક્કી નથી કે કુંભની શરૂઆતથી હાલ સુધી કેટલા કોવિડ પૉઝિટિવ કન્ફર્મ કેસ છે, પરંતુ એક અધિકારીએ વાતચીતમાં કહ્યું કે દરેક દિવસે બસોથી થોડા ઓછા કોવિડ પૉઝિટિવ ટેસ્ટની વાત કરી.
કુંભ મેળા કોવિડ નોડલ ઑફિસર ડૉક્ટર અવિનાશ ખન્નાના કહેવા પ્રમાણે મેળામાં પચાસ ટેસ્ટિંગ સેન્ટર છે.
ડૉક્ટર ખન્નાએ કહ્યું કે સ્થાનિક લોકો અને ધર્મશાળામાં રોકાતા લોકોના આરટી-પીસીઆર ટેસ્ટ અને પરત જનારા લોકોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
પરંતુ ચિંતા એ છે કે જો કોરોના પૉઝિટિવ પરત પોતાના ઘરે પહોંચી ગયા છે, તેનાથી વાઇરસ ઝડપથી ફેલાશે.

અદાલતમાં પિટિશન

ઇમેજ સ્રોત, Getty Images
આ જ ડરનો ઉલ્લેખ હરિદ્વારના સ્થાનિક નિવાસી સચ્ચિદાનંદ ડબરાલે નૈનીતાલ હાઇકોર્ટમાં દાખલ પોતાની જાહેર હિતની પિટિશનમાં કર્યો છે.
ગત વર્ષની આ પિટિશનમાં તેમણે કહ્યું હતું કે કુંભમાં જ્યારે લાખો લોકો આવશે તો જિલ્લા પ્રશાસન કોરોના વાઇરસને કેવી રીતે રોકી શકશે.
સચ્ચિદાનંદની એક ફાર્મા કંપની છે અને તે મેડિકલ સ્ટોર ચલાવે છે.
તેમના કહેવા પ્રમાણે નવેમ્બર-ડિસેમ્બરમાં હરિદ્વારમાં સ્થિતિ સામાન્ય જેવી થઈ ગઈ છે અને કોરોના વાઇરસના કેસ કંટ્રોલમાં હતા.
તે સમયે ત્રિવેન્દ્રસિંહ રાવત ઉત્તરાખંડના મુખ્ય મંત્રી હતા અને તેમણે કુંભ તીર્થયાત્રીઓ માટે નૅગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ જરૂરી કરાવ્યો હતો પરંતુ 10 માર્ચ પછી શપથ લેનારા નવા મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે કહ્યું કે તીર્થયાત્રીઓ કોઈ પણ પ્રકારની "રોકટોક" વિના કુંભમાં આવી શકશે.
સચ્ચિદાનંદના કહેવા પ્રમાણે 11 માર્ચ શિવરાત્રીના સ્નાન પર 36-37 લાખ લોકો હરિદ્વાર પહોંચ્યા અને તે પછી હરિદ્વારની સ્થિતિ બગડવાની શરૂ થઈ.
તેઓ કહે છે, "કોર્ટે એમને કહ્યું હતું કે દરરોજ 50 હજાર ટેસ્ટ કરજો પરંતુ મારા ખ્યાલથી 9-10 હજારથી વધારે ટેસ્ટ થતા નથી."
બીજી તરફ કુંભ મેળો કોવિડ નોડલ ઑફિસર ડૉક્ટર અવિનાશ ખન્નાના કહેવા પ્રમાણે કોર્ટના આદેશ પ્રમાણે દરરોજ 50 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સચ્ચિદાનંદની ફરિયાદ પછી અદાલતે બનાવેલીએ સમિતિએ માર્ચમાં ઘાટની મુલાકાત લીધી અને પોતાનો રિપોર્ટ સોંપ્યો.
આ સમિતિમાં સામેલ સચ્ચિદાનંદના વકીલ શિવ ભટ્ટના કહેવા પ્રમાણે તેમણે મુલાકાત દરમિયાન ઘાટને ખરાબ સ્થિતિમાં જોયા.
ઘાટની પછી અમે ઋષિકેશની એક હૉસ્પિટલમાં ગયા જે આખા ગઢવાલ માટે કોવિડ કેર સેન્ટર છે. પરંતુ અહીં પ્રાથમિક સુવિધાઓ પણ ન હતી.
તેઓ કહે છે, "ત્યાં અલ્ટ્રાસાઉન્ડ સુવિધાઓ પણ ન હતી. વૉશરૂમ, વોર્ડની ખરાબ સ્થિતિ હતી. ન તો કોઈ બેડ પેન હતા, ન ડસ્ટબિન, લિફ્ટ કામ ન હોતી કરી રહી."
ભટ્ટના કહેવા પ્રમાણે અદાલતે કહ્યું છે કે દરેક ઘાટ પર મેડિકલ ટીમની એક વ્યવસ્થા છે જે રેપિડ, એન્ટિજન, આરટીપીસીઆર ટેસ્ટ કરે પરંતુ આવું નથી થયું.
આ કેસ પર તેમણે રાજ્યના આરોગ્ય સચિવ અમિત નેગી અને મુખ્ય મેડિકલ ઑફિસર એસકે ઝાનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમનો સંપર્ક ન થઈ શક્યો.
ભટ્ટના કહેવા પ્રમાણે તેમણે વાતચીતમાં સરકારી અધિકારી બે કરોડ સુધીની ભીડને સંભાળવાનો દાવો કરી રહ્યા હતા પરંતુ શાહી સ્નાનના દિવસોમાં વહીવટીતંત્ર ત્રીસ લાખની ભીડને પણ સંભાળી શકતું ન હતું.

વહીવટીતંત્ર કાર્યથી પ્રભાવિત

ઇમેજ સ્રોત, Reuters
પરંતુ કુંભ મેળામાં સામેલ મુંબઈથી આવેલા પચ્ચીસ વર્ષના શ્રદ્ધાળુ સંદીપ શિંડે કુંભની વ્યવસ્થા અને પોલીસકર્મચારીઓની મુસ્તેદીથી પ્રભાવિત છે.
વ્યવસાયે પેઇન્ટર સંદીપ કુંભ મેળાના એક આશ્રમના એક મોટા રૂમમાં રોકાયા છે જ્યાં 10 બીજા શ્રદ્ધાળુ તેમની જેમ જમીન પર પાથરેલા ગાદલાં પર સૂવે છે.
સંદીપ આ મેળામાં એકલા આવ્યા છે અને કહે છે કે તેઓ બાર વર્ષ પછી થનારા આ આયોજનનો અનુભવ લેવા માગતા હતા.
તેઓ કહે છે, "મારું અહીં આવું, શાહી સ્નાનનો અનુભવ ઘણો સારો હતો."
સંદીપ ખુદ માસ્ક પહેરે છે અને પરત આશ્રમ આવીને ગરમ પાણીથી હાથ મોં ધુએ છે.
તેઓ કહે છે, "મને અહીં આસપાસ કોરોના વિશે સાંભળવા મળ્યું નથી. અહીં કોરોના વિશે કોઈ વાત કરી રહ્યું નથી."
પરંતુ અનેક તબકાઓમાં આને સુપર સ્પ્રેડર ઇન્વેન્ટ કહેવામાં આવી રહ્યું છે અને દેહરાદૂનના એક વરિષ્ઠ પત્રકાર પ્રમાણે ઉત્તરાખંડ માટે "આ મહાકુંભ પછી ઘણી ખતરનાક સ્થિતિ પેદા થવા જઈ રહી છે."
સરકારી આંકડાઓ પ્રમાણે ઉત્તરાખંડમાં કોરોના વાઇરસથી અંદાજે 1800 લોકોનાં મૃત્યુ થયાં છે.
પંચ રામાનંદીય ખાકી અખાડાના રાઘવેન્દ્ર દાસ માને છે કે લોકો ભયભીત છે પરંતુ "જ્યારે આસ્થા અને ધર્મની વાત આવી જાય છે તો આ લોકો મૃત્યુના ભયથી ભયભીત થનારા લોકો નથી."
તેઓ પૂછે છે, "શું ચૂંટણીઓ સુપર સ્પ્રેડર નથી થઈ રહી? શું કોરોના ધાર્મિક છે? ભારતીય સંસ્કૃતિની દુહાઈ આપનારી સરકાર શરાબની દુકાન ખોલાવી રહી છે, શું તેનાથી કોરોના નહીં ફેલાતો?"
તેમની નજીક બેસેલા ઓમકાર દાસના કહેવા પ્રમાણે હરિદ્વારમાં જે બીમાર થયા છે, "તેનું કારણ છે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડી."
તેઓ સમજાવતા કહે છે, "એક પણ પૉઝિટિવ એવો નથી મળ્યો, જેને 100 ટકા કોરોના છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














