ગુજરાતમાં કોરોનાનો કેર : સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ, 24 કલાક ચાલતી ગૅસની ચિતાઓ

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસની બીજી લહેર છે, સંક્રમિતોનીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

આ સાથે જ કોરોના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે, હૉસ્પિટલો જેવું જ વેઇટિંગ સ્મશાનોમાં છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરે જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.

તો ગામડાઓમાં પણ ધીમે-ધીમે કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે, આ વખતે વૃદ્ધોથી માંડીને યુવાનો અને બાળકો પણ કોરોનાના શિકાર બન્યાં છે.

કોરોનાથી થતાં મૃત્યુને કારણે સ્મશાનગૃહોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને હૉસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 7410 કેસ નોંધાયા અને 73 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદ અને સુરત કૉર્પોરેશનમાં સૌથી વધુ 24-24 મૃત્યુ થયાં છે.

line

સાધનો વિના સ્મશાનમાં અંતિમવિધિ કરવા મજબૂર લોકો

વીડિયો કૅપ્શન, બ્રાઝિલમાં કોરોનાનો મૃત્યુઆંક સર્વોચ્ચ સપાટીએ કઈ રીતે પહોંચ્યો?

રાજકોટના અધિકૃત સ્મશાનમાં કામ કરતા દિનેશભાઈ અને ધીરુભાઈ સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની પીપીઈ કિટ કે મોજાં વિના અંતિમવિધિ કરી રહ્યા છે.

બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "કોવિડ પહેલાં અહીં એક દિવસમાં સરેરાશ 12 મૃતદેહ આવતા હતા, પણ હવે 25 આવે છે."

તેમના કહેવા અનુસાર, દિનેશભાઈ અને ધીરુભાઈ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો સળગાવે છે પણ તેમને કોઈ પીપીઈ કિટ આપવામાં આવી નથી.

ક્યારેક0ક્યારેક તો ઍમ્બ્યુલન્સ સાથે આવેલા હૉસ્પિલના લોકો તેમને મોજાં આપે છે.

તેમને એવાં કોઈ સાધનો આપવામાં આવ્યાં નથી કે જે નિયમોનુસાર સંક્રમિત મૃતદેહોને સળગાવતી વખતે પહેરવાં જરૂરી છે.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

કોવિડ-19થી સંક્રમિત લોકોના અંતિમસંસ્કાર માટે સ્મશાનમાં હાલમાં 24 કલાક કામ ચાલે છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે ઍમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગી હતી.

અહેવાલમાં નોંધ્યું છે કે હૉસ્પિટલમાં OPD સતત ધમધમતાં રહે છે પણ કોવિડ વોર્ડની સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં છેલ્લા પાંચ-છ દિવસથી તમામ બેડ ભરાઈ ગયા છે.

line

12 કલાકથી મૃતદેહ માટે રાહ જોતા લોકો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, BBC VIDEO GRAB

ઇમેજ કૅપ્શન, મૃતકોના પરિવારજનો મૃતદેહ માટે સવારથી લઈને સાંજ સુધી હૉસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બની રહ્યા છે

સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ જ નહીં, પણ અન્ય લોકો (જેમણે મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે) પણ દુખી અને પરેશાન છે.

આ લોકો પહેલાં સ્વજનોના ઇલાજ માટે હૉસ્પિટલના ચક્કર કાપતા હતા અને બાદમાં સ્વજનનું મૃત્યુ થતાં મૃતદેહને લેવા માટે રાહ જોવી પડે છે.

મોરબીથી આવેલા હેમંત જાદવે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તેમના સ્વજનનો મૃતદેહ લેવા માટે તેમને 12 કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સોમવારે સવારે પાંચ વાગ્યાથી તેઓ રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે આવી ગયા હતા અને સાંજે સાત વાગ્યે જ્યારે તેઓ બીબીસી સાથે વાત કરતા હતા, ત્યાં સુધી તેમને ભાઈનો મૃતદેહ નહોતો મળ્યો.

તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા અને એક એપ્રિલથી રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ભરતી હતા.

હેમંતે કહ્યું, "ફોન પર વાત થઈ ત્યારે મારા ભાઈની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો હતો, અમને લાગતું હતું કે તેઓ સાજા થઈને ઘરે આવશે પણ બાદમાં હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમનું નિધન થઈ ગયું છે."

વીડિયો કૅપ્શન, રાજકોટમાં વૅક્સિન માટે અનોખી સ્કિમ, રસી મૂકાવો અને મેળવો સોનાની ચૂની

કોરોના વાઇરસના લીધે મૃત્યુનું જોખમ વધી ગયું છે, રાજકોટ સહિત ગુજરાતનાં અન્ય શહેરોમાં સ્મશાનોની ચીમની 24 કલાક સુધી સળગતી જ રહે છે.

રાજકોટના રામનાથપરા સ્મશાન પર કામ કરતા શ્યામભાઈએ બીબીસીને જણાવ્યું કે "આ સ્મશાનમાં રોજ 22થી 23 કોવિડ લાશોને અગ્નિદાહ આપવામાં આવે છે."

બીજી તરફ મૃતકોના પરિવારજનો મૃતદેહ માટે સવારથી લઈને સાંજ સુધી હૉસ્પિટલના ધક્કા ખાવા મજબૂર બની રહ્યા છે.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાંથી દરદીઓને સોમવારે સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અખબારને સૂત્રોએ જણાવ્યું હતું કે 40 દરદીઓને લાવવામાં આવ્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ઉલ્લેખનીય છે કે નાની હૉસ્પિટલોમાં ઑક્સિજનનો જથ્થો ઓછો હોવાથી દરદીઓને સિવિલ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

કોરોના સંક્રમણના કેસોમાં વધારાની સાથે સંક્રમિતોનાં મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે, જેના પગલે સુરત અને અમદાવાદ સહિતનાં નગરોનાં સ્મશાનગૃહોમાં પણ વેઇટિંગ હોય છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અમદાવાદના ચાંદખેડા સ્મશાનગૃહમાં સોમવારે એક વ્યક્તિને તેમના ભાઈની અંતિમવિધિ માટે 12 કલાક રાહ જોવા માટે કહ્યું હતું, કારણકે 10 મૃતદેહો અંતિમવિધિ માટે લાઇનમાં હતા.

અહેવાલમાં વધુ એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે, જેમાં રવિવારે સુરતના ઓલપાડના પરીન શાહ તેમનાં માતાનો મૃતદેહ હાથલારી પર લઈ ગયા હતા, કેમકે ગ્રામપંચાયતે સ્મશાન કે ઍમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવી આપવાની ના પાડી દીધી હતી.

અહેવાલ પ્રમાણે સુરતના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં દસ દિવસમાં 1,090 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. રવિવારે આ સ્મશાનગૃહ ખાતે 15 મૃતદેહો અંતિમવિધિ માટે લાઇનમાં હતા.

line

'24 કલાક ગૅસ ભઠ્ઠી ચલાવવી પડે છે'

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, BBC VIDEO GRAB

ઇમેજ કૅપ્શન, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા વગેરે જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે

બીબીસીના સહયોગી ધર્મેશ અમીને સુરતના વકીલ અને કુરુક્ષેત્ર સ્મશાનગૃહના કમિટી મેમ્બર પ્રકાશ પટેલ સાથે વાત કરી હતી.

પ્રકાશ પટેલ કહે છે, "ગયા વર્ષે એપ્રિલમાં અમારા કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં રોજની મૃતદેહોની સરેરાશ સંખ્યા 20થી 25 હતી, પણ એક અઠવાડિયાથી રોજના 100 કે 115 મૃતદેહો અંતિમવિધિ માટે લાવવામાં આવે છે."

"તેના માટે અમારે છ ગૅસ ભઠ્ઠી 24 કલાક માટે ચલાવવી પડે છે. અન્ય નવ જગ્યાએ પણ લાકડાથી વિધિ કરીએ છીએ."

"અમારે ત્યાં જે મૃતદેહોની સંખ્યા આવે છે એ જોતાં અમારે 24 કલાક ગૅસ ભઠ્ઠીઓ ચલાવવી પડે છે, સતત ગૅસ ભઠ્ઠી ચાલતી હોવાથી ચીમનીઓ પીગળી ગઈ છે."

તેમણે કહ્યું કે અમારે ત્યાં લાકડાંનો પૂરતો સ્ટોક છે, કોઈ ઘટ નથી. અમે નવાં લાકડાંનો ઑર્ડર પણ આપી દીધો છે.

તેઓ કહે છે, "શહેરમાં અન્ય જગ્યાએ પણ સ્મશાનો શરૂ કરાયાં હોવાથી અમારે ત્યાં મૃતદેહોની સંખ્યામાં કેટલાક દિવસથી ઘટાડો થયો છે."

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

વાત કરીએ જામનગરની તો અહીં પણ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ માટે સ્મશાનોમાં લાંબી કતારો લાગે છે.

આદર્શ સ્મશાનમાં રોજના 30થી 35 કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અંતિમવિધિ માટે આવે છે.

આદર્શ સ્મશાનના પ્રમુખ દીપક ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં શહેરમાં કોરોના વાઇરસથી સ્થિતિ અને સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે આદર્શ સ્મશાનગૃહમાં ઇલેક્ટ્રિકલ અને લાકડાંથી અંતિમવિધિ કરવાની વ્યવસ્થા છે.

સાથે-સાથે જામનગરની જીજી હૉસ્પિટલના કોવિડ વિભાગની બહાર ઍમ્બ્યુલન્સની કતારો લાગેલી છે.

જામનગરની આ હૉસ્પિટલમાં દેવભૂમિદ્વારકા, મોરબી, રાજકોટ વગેરેથી જ દર્દીઓ સારવાર માટે આવે છે.

જીજી હૉસ્પિટલના વડા એસ. એસ. ચેટરજીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રોજ 430થી 500થી વધુ કોરોના દર્દીઓ સારવાર માટે આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો