કુંભ મેળો 2021 : કુંભ મેળો : જ્યાં અનેક લોકો કોરોના પૉઝિટિવ સામે આવ્યા છે તેનો તસવીરી અહેવાલ

પાછલા અમુક સમયથી સમગ્ર ભારતમાં કોરોનાના કેસોમાં જંગી વધારો થયો છે અને કુંભ મેળામાં અનેક પૉઝિટિવ કેસ સામે આવ્યા છે.

કોરોના ટેસ્ટિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરિદ્વાર ગંગાસ્નાના માટે આવેલા શ્રદ્ધાળુઓ કોરોનાના પ્રસારક ન બને તે માટે તંત્ર દ્વારા ઘાટ પર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરાઈ. કુંભ મેળામાં ટોચના સંતો સહિત અને લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાના સમાચાર છે.
કુંભ મેળો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરિદ્વારમાં આયોજિત કુંભ મેળામાં કોરોનાના કેર વચ્ચે ગંગા સ્નાન માટે ભારે ભીડ જોવા મળી છે અને તેને લઈને વિવાદ પણ થઈ રહ્યો છે.
નાગા સાધુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અત્યાર સુધી ગંગાસ્નાન માટે હરિદ્વારા પહોંચેલા ઘણા શ્રદ્ધાળુઓ અને સાધુઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા. મંગળવારે વીસ હજાર સૅમ્પલની ચકાસણી થઈ હતી તેમાંથી 110 પૉઝિટિવ કેસ સામે આવ્યા હતા.
હરિદ્વારા કુંભ મેળો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગંગાસ્નાન માટે ગંગાના બંને કાંઠે હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી
કુંભમાં શાહી સ્નાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાના વધતા કેસો વચ્ચે કુંભ મેળામાં કોવિડની ગાઇડલાઇનનું અનુસરણ કરાવવું લગભગ અશક્ય બની ગયું હોવાનું અધિકારીઓ જણાવે છે
નાગા સાધુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુંભ મેળા વખતે શાહી સ્નાન માટે હજારોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચ્યા હતા
હરિદ્વાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હરિદ્વારમાં યોજાતી ગંગા આરતીમાં પણ અસંખ્ય લોકોની ભીડ જામી હતી