કોરોના વૅક્સિન : બે ડોઝ વચ્ચે 28 દિવસના ગોળ કેમ રાખવામાં આવે છે?

પ્રથમ ડોઝ બાદ પણ કોરોનાનો ચેપ લાગી શકે?

ભારતમાં વૅક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાંનો સમય રાખવામાં આવ્યો છે, પરંતુ આવું કેમ? આવું એવા માટે કે વૅક્સિન એ કોઈ ઇલાજ નથી, વૅક્સિન એક બચાવ છે.

જ્યારે વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે ત્યારે શરીરને ઍન્ટિબૉડી બનાવવામાં કેટલોક સમય લાગે છે. પ્રથમ ડૉઝ બાદ ધીરેધીરે ઍન્ટિબૉડી બને છે. તે શરીરનો પ્રારંભિક 'ઇમ્યુન રિસ્પોન્સ' છે.

બીજા ડોઝમાં એટલે કે વાઇરસ સાથે બીજી વખત સંપર્કમાં આવતાં આપણી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. એ વખતે કેટલીક આડઅસર પણ જોવા મળે છે. જે શરીરમાં પ્રવેશેલી રસી બરોબર કામ કરી રહી છે, એ વાત તરફ નિર્દેશ કરે છે.

રસીના બે ડોઝ વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ?

કેટલાક દેશોમાં બે ડોઝ વચ્ચેનો સમયગાળો બે-ત્રણ મહિના સુધીનો પણ રાખવામાં આવ્યો છે.

અમેરિકાના સૅન્ટ્રલ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન ડિપાર્ટમૅન્ટે કોવિશિલ્ડ વૅક્સિનના બંને ડોઝ વચ્ચે દોઢ મહિનાનો ગાળો રાખવાની ભલામણ કરી છે.

રસીને બે ડોઝ વચ્ચેના ગાળાને શા માટે વધારવો કે ઘટાડવો જોઈએ એ માટે વિશ્વના અનેક દેશોમાં ચર્ચા પણ થઈ રહી છે.

બ્રિટિશ મેડિકલ ઍસોસિયેશનનું કહેવું છે કે ફાઇઝર વૅક્સિનના બે ડોઝ વચ્ચે 12 અઠવાડિયાંનો ગાળો ન રાખતાં, સમયમર્યાદા છ અઠવાડિયાં કરી દેવી જોઈએ.

'લાન્સેન્ટ જર્નલ'ના ફેબ્રુઆરીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોવિશિલ્ડ વૅક્સિનના બંને ડોઝ 6 અઠવાડિયાંથી ઓછા અંતરે આપવામાં આવે તો 55.1 અસરકારક રહે છે, પણ જો 12 અઠવાડિયાંના ગાળે બન્ને ડોઝ અપાય તો રસીની 81.3 ટકા અસરદાર પૂરવાર થાય છે.

નોંધનીય છે કે ભારતમાં તો કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાંનો ગાળો રાખવામાં આવ્યો છે.

પ્રથમ ડોઝ લીધા બાદ ચેપ લાગી શકે?

કોરોના વાઇરસની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જવાબ છે હા!

રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ પણ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે એટલે વ્યક્તિએ એટલી જ સાવધાની વર્તવી જોઈએ જેટલી રસી લીધા પહેલાં વર્તી હતી.

એ જ રીતે બીજા ડોઝ બાદ પણ વાઇરસનો ચેપ લાગી શકે. જોકે, એ વખતે વાઇરસની અસર હળવી હોય એવું માનવામાં આવે છે.

વળી, બીજા ડોઝની જરૂર એટલે પણ છે કે મોટાભાગની વૅક્સિન ત્યારે જ સારી રીતે કામ કરે છે જ્યારે તેનો બીજો ડોઝ પણ આપવામા આવ્યો હોય.

આ અંગે વિસ્તૃતથી સમજવા માટે ઉપર દર્શાવેલો વીડિયો જુઓ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો