You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસે આસામ-કેરળમાં જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં ખાસ શું છે?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે આસામના ગૌહાટીમાં પાર્ટીનો ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો. જેમાં ખેડૂતો માટે કરજમાફી અને ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ માટેની પ્રક્રિયા શરૂ કરવાની વાત વાયદાની યાદીમાં સૌથી ઉપર છે.
પાર્ટીએ એ મહિલાઓને પણ રાહત આપવાનો વાયદો કર્યો છે, જેમણે માઇક્રો ફાઇનાન્સ બૅન્કો પાસેથી દેવું લીધું છે. સાથે જ મહિલાઓને મફત સૂતર તથા ઉપકરણો આપવાં અને સાથે જ રાજ્ય પરિવહનની બસોમાં તેમના માટે મફત યાત્રાનો વાયદો કરાયો છે.
આસામ સમજૂતી
આ ઘોષણાપત્રમાં કૉંગ્રેસે આસામ સમજૂતીમાં જણાવાયેલી 25 માર્ચ 1971ની કટ-ઑફ તારીખના આધારે ગેરકાયદેસર પ્રવાસીઓની સમસ્યાના સમાધાન માટે જરૂરી પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.
પાર્ટીએ કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે કરાશે, જેણે 1951માં જ આસામના NRCને અપડેટ કરવાની પ્રક્રિયાને મૉનિટર કર્યું હતું.
ઘોષણાપત્ર અનુસાર, NRC ઑફિસો અને તેમના માટે નિમણૂકો કરવાનું કામ શરૂ થશે. આ ઑફિસોનું કામ જલદી જ શરૂ કરી દેવાશે, જેથી લોકો જે લોકો NRCથી બહાર રહી ગયા છે તેઓ ત્યાં જઈ શકે.
એવું આશ્વાસન પણ અપાયું છે કે કોઈ પણ ભારતીય નાગરિક NRCથી બહાર નહીં રહે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીઢંઢેરો તમામ વર્ગોના લોકોની સલાહો આધારે બનાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, "આ લોકોની આકાંક્ષાઓનો દસ્તાવેજ છે. ભાજપ અને RSS દેશની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેઓ અમારી ભાષા, ઇતિહાસ, વિચાર અને જીવવાની રીત પર હુમલો કરી રહ્યા છે. આ ઘોષણાપત્રમાં આસામ, તેની સંસ્કૃતિ અને ઓળખની સુરક્ષા કરવાની વાત છે."
'પાંચ ગૅરંટી'
ઘોષણાપત્રમાં એ 'પાંચ ગૅરંટી'ની પણ વાત છે, જે કૉંગ્રેસના ચૂંટણીઅભિયાનનો ભાગ રહી છે.
ઘોષણાપત્રમાં કહેવાયું છે કે, "આસામની ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસને ખતરામાં નાખનારા નાગરિકતા (સંશોધન) કાયદાને લાગુ નહીં કરવામાં આવે અને લોકોને વિભાજિત કરનારા આ કાયદાને રદ કરાવવા માટે કૉંગ્રેસ ભરપૂર કોશિશ કરશે."
કૉંગ્રેસે પાંચ લાખ સરકારી નોકરીઓ અને 25 લાખ ખાનગી નોકરીઓ આપવાનો પણ વાયદો કર્યો છે.
સાથે જ ચાના મજૂરીનું દૈનિક વેતન વધારીને 365 રૂપિયા કરવાની, દરેક ઘરમાં 200 યુનિટ સુધી મફત વીજળી અને ગૃહિણીઓ માટે દર મહિને 2000 રૂપિયાની આવકનો સહયોગ આપવાની વાત કરી છે.
ઘોષણાપત્ર પ્રમાણે, "સ્વતંત્રતા સેનાનીઓ અને આસામ આંદોલન, ભાષા આંદોલન અને CAA આંદોલનમાં જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારજનોને પૅન્શન આપવામાં આવશે. સરકારી માલિકીની જમીનના ભૂમિહિનનોને 'ભાડેપટે' જમીન આપવામાં આવશે. તાઈ-અહોમ, મોરન, મોટોક, ચુટિયા, ચા-જનજાતિઓ અને કોચ રાજબંશી સમુદાયોને ST (અનુસૂચિત જનજાતિ)નો દરજ્જો આપવામાં આવશે."
કેરળમાં ગરીબો, મહિલાઓ અને યુવાનોને લઈને વાયદા
કેરળમાં કૉંગ્રેસના નેતૃત્વવાળા મોરચા, યુનાઇટેડ ડેમૉક્રૅટિક ફ્રંટ (UDF)એ શનિવારે પોતાનો ચૂંટણીલક્ષી ઘોષણાપત્ર જારી કર્યો છે.
જેમાં તેણે કેરળના સૌથી ગરીબ પરિવારો માટે દર મહિને ઓછામાં ઓછા છ હજાર રૂપિયાની આવકની ગૅરંટી આપી છે.
આ ઘોષણાપત્રમાં દાવો કરાયો છે કે ન્યાય (ન્યૂનતમ આવક યોજના) હેઠળ શરતરહિત કૅશ ટ્રાન્સફરથી આવકની અસમાનતા ઘટશે, ભૂખમોર ઓછો થશે જ્યારે ગરીબ પરિવારોનું જીવનધોરણ સુધરશે.
ઘોષણાપત્રમાં કહેવાયું છે કે યોજનાથી ખર્ચ વધશે, માગ વધશે અને અર્થતંત્રમાં મજબૂતી લાવી શકાશે.
એવું લાગે છે કે ઘોષણાપત્રમાં લોકકલ્યાણને કેન્દ્રમાં રાખવામાં આવશે. જ્યાં સત્તાધારી મોરચા લેફ્ટ ડેમૉક્રૅટિક ફ્રંટ (LDF)એ દર મહિને 2,500 રૂપિયાની પૅન્શન આપવાનો વાયદો કર્યો છે, તેમજ વિપક્ષે તેનાથી આગળ જઈને દર મહિને ત્રણ હજાર રૂપિયાની પૅન્શન આપવાની વાત કરી છે.
2016માં UDFએ દારૂ પર પ્રતિબંધ લાદવાનો વાયદો કર્યો હતો, પરંતુ 2021ના ઘોષણાપત્રમાં તેનો ખાસ ઉલ્લેખ નથી.
UDFએ 40થી 60 વર્ષનાં ગૃહિણીઓને આકર્ષવાની કોશિશ કરી છે અને વાયદો કર્યો છે કે જો તેઓ ન્યૂનતમ ગૅરંટી સ્કીમમાં કવર નથી થતાં તો તેમને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે.
જમીન પાછી અપાવવાનો વાયદો
UDFએ ન્યૂનતમ દૈનિક મજૂરી 700 રૂપિયા નક્કી કરી છે. સાથે જ એવો કાયદો ઘડવાની પણ વાત કરી છે જે અંતર્ગત ગેરકાયદેસર માલિકો પાસેથી 5.5 લાખ એકર જમીન પાછી લેવામાં આવશે અને ભૂમિહિન આદિવાસીઓ અને દલિતોને જમીન આપવામાં આવશે.
ફ્રંટે એક વર્ષમાં એક લાખ કરતાં વધુ આવકવાળા લોકોને આકર્ષવાના પ્રયત્નો કર્યા છે અને કહ્યું છે કે બિન-પ્રાથમિકતાવાળા રૅશનકાર્ડધારકોને દર મહિને પાંચ કિલોગ્રામ ચોખા મફત આપવામાં આવશે.
આવું કરીને UDFએ કોવિડ મહામારી દરમિયાન ડેમૉક્રૅટિક ફ્રંટ સરકારની તરફથી અપાતા મફત રૅશન અને ફૂડ પૅકેટોનું સમાધાન શોધવાનો પ્રયત્ન કર્યો છે.
UDFએ કહ્યું કે તેઓ કૅન્સર, હૃદય, કિડની, અંગપ્રત્યારોપણ અને હિમોફીલિયાના રોગીઓના ઇલાજનો ખર્ચ ઘટાડશે, સાથે જ તેમણે સાર્વજનિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 'નો બિલ હૉસ્પિટલ્સ'નો વાયદો કર્યો છે.
સાથે જ વાયદો કર્યો છે કે એક લાખ બેરોજગાર યુવકોને બજારભાવ કરતાં અડધી કિંમતે દ્વિચક્રી વાહન આપવામાં આવશે.
ઑટોરિક્ષા અને ટૅક્સીચાલકોને ફરી એક વાર પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. પાંચ લાક કરતાં ઓછી આવકવાળા પરિવાર માટે મફત આવાસ અને અનુસૂચિત જાતિ/જનજાતિનાં નવાંનવાં માતા બનેલાં સ્ત્રીઓ માટે માતૃત્વ ભથ્થું અન્ય મુખ્ય આકર્ષણ છે. કૉંગ્રેસના નેતૃત્વવાળા UDF મોરચાએ બે લાખ રૂપિયા સુધીનું કૃષિઋણ માફ કરવાની વાત પણ કરી છે.
રાજકીય મોરચે UDFએ સબરીમાલા આસ્થાના બચાવ માટે એક કાયદો બનાવવાનો વાયદો કર્યો છે.
આ સિવાય કૉંગ્રેસે મહિલાઓ અને ખેડૂતોનાં દેવાં માફ કરવાનો પણ વાયદો કર્યો છે. સાથે જ કહ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવામાં આવશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો