You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૅન્ક હડતાલ : 'દસ લાખ' કર્મચારીઓએ હડતાલ કેમ કરી? કઈ-કઈ કામગીરીને થશે અસર?
15 અને 16 માર્ચ એટલે કે સોમવાર તથા મંગળવારે દેશની તમામ સરકારી બૅન્કોના કર્મચારીઓએ હડતાલની ઘોષણા કરી છે.
બૅન્કોના કર્મચારીઓના યુનિયન યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ દ્વારા આ હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફોરમમાં બૅન્ક કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે.
યુનિયનનો દાવો છે કે આ બે દિવસની હડતાળ દરમિયાન દેશના દસ લાખ બૅન્ક-કર્મચારી કામગીરીથી અળગા રહેશે.
નોંધનીય છે કે બૅંકો બીજા શનિવાર અને રવિવારના કારણે બે દિવસ અગાઉ બંધ રહી હતી. આમ હડતાલને પગલે સળંગ ચાર દિવસ સુધી સરકારી બૅંકોના ગ્રાહકો પોતાની બૅંકોની પ્રત્યક્ષ સેવાનો લાભ લઈ નહીં શકે.
બૅન્ક હડતાળ કેમ?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા બે સરકારી બૅંકોના ખાનગીકરણની કરાયેલી જાહેરાત સામે આ હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ કેન્દ્ર સરકાર જાહેરક્ષેત્રની બૅંક IDBI બૅંકના ખાનગીકરણની જાહેરાત કરી ચૂકી છે.
સરકાર પોતાની ડિસઇન્વેસ્ટમેન્ટ ડ્રાઇવ અંતર્ગત આ ખાનગીકરણના નિર્ણય લઈ રહી હોવાનું મનાઈ રહ્યુ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે બે સરકારી બૅન્ક અને એક જનરલ ઇન્સ્યોરન્લ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે હવે સરકાર આઈડીબીઆઈ સિવાય અન્ય બે બૅન્કોનું પણ ખાનગીકરણ કરવા જઈ રહી છે, જેના પગલે બૅન્ક યુનિયનો ખાનગીકરણનો વિરોધ કરે છે.
બૅન્ક હડતાલથી કઈ-કઈ કામગીરીને અસર થશે?
બૅન્કોના કર્મચારીઓના યુનિયન દ્વારા બે દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે, જોકે આ અગાઉ શનિવાર અને રવિવારે બૅન્કોમાં રજા હતી.
જેના પગલે સળંગ ચાર દિવસ બૅન્કોની કામગીરી ખોરવાશે.
ઇન્ડિયન એક્સેપ્રેસ ડોટકૉમના અહેવાલ પ્રમાણે આ હડતાલના દિવસો અને રજાઓ એકસાથે આવવાને કારણે બૅંકની શાખાઓમાં જઈને નાણાંની લેવડદેવડ, લોન મંજૂરી અને ચેક ક્લીયરન્સની પ્રક્રિયા પર વિપરીત અસર પડશે.
જોકે, ATMની સુવિધા પર આ હડતાલની કોઈ અસર નહીં પડે તેવું કહેવાઈ રહ્યું છે.
UFBUમાં કયાં-કયાં યુનિયનો સામેલ?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયનમાં નવ બૅન્ક-યુનિયન સામેલ છે:
- AIBEA
- AIBOC
- NCBE
- AIBOA
- BEFI
- INBEF
- INBOC
- NOBW
- NOBO
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો