અમદાવાદમાં દાંડીયાત્રા કાઢવા મુદ્દે પોલીસ-વિપક્ષના નેતાઓ વચ્ચે ઘર્ષણ કેમ થયું?

નેતાઓની અટકાયત

ઇમેજ સ્રોત, Bhargav Parikh

તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

અમદાવાદમાં પોલીસ પ્રશાસને કૉંગ્રેસની દાંડીયાત્રાને અટકાવી વિપક્ષના નેતાઓની આજે અટકાયત કરી તેમને નજરકેદ રાખ્યા હતા. આ વચ્ચે કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

બીબીસીના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે જણાવ્યા અનુસાર કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલનું કહેવું હતું કે વિપક્ષના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓની તથા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી અને તેમને નજરકેદ કરાયા હતા.

વિપક્ષનું કહેવું હતું કે (કૉંગ્રેસ) દર વખતે પ્રતીકાત્મક દાંડીકૂચ કરતું હોય છે. પણ આ વખતે તેમને કૂચ નહોતી કાઢવા દેવાઈ.

વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ અનુસાર કૉંગ્રેસનું કહેવું છે કે, "અંગ્રેજોના શાસનકાળમાં પણ ગાંધીજીને દાંડીયાત્રા કાઢવા દેવાઈ હતી પણ દેશ આઝાદ થયા પછી પણ ગાંધીના ગુજરાતમાં દાંડીયાત્રા નથી કાઢવા દેવામાં આવી. આ સરમુખત્યારશાહી છે."

આ મામલે ગતરોજ સવારે ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ''ધારાસભ્યોના નિવાસસ્થાન પોલીસે ઘેરી લીધા છે (હતા) અને ગેટ બંધ કરી દીધા છે (હતા). ધારાસભ્યોથી લઈને કાર્યકર્તાઓને પોલીસ ડિટેઈન કરી રહી છે.''

દરમિયાન 12મી માર્ચે કેટલાક સંગઠનોએ કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિકાયદાઓના વિરોધમાં પણ એક રેલી કાઢવાનું આયોજન પણ કર્યું હતું તેને પણ મંજૂરી નહોતી અપાઈ અને સંગઠનોના કાર્યકર્તા-નેતાઓને નજરકેદ કરાયા હોવાના અહેવાલ નોંધાયા હતા.

line

મોદીએ 'આઝાદીનો અમૃત મહોત્સવ'નું ઉદ્ધાટન કર્યું

નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

આ પૂર્વે શુક્રવારે અમદાવાદમાં ગાંધીઆશ્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આઝાદીનો અમૃત મહોત્સવ'નું ઉદ્ધાટન કર્યું હતું.

'આઝાદીનો અમૃત મહોત્સવ' ભારત સરકાર દ્વારા સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમોની એક કડી છે. આ નિમિત્તે કેન્દ્ર સરકારે પ્રતીકાત્મક દાંડી યાત્રાનું આયોજન કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતીકાત્મક દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમમાં

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમમાં

અમદાવાદમાં અમૃત મહોત્સવના ઉદ્ધાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વૅકિસનમાં ભારતની આત્મનિર્ભરતા સમગ્ર વિશ્વ માટે લાભદાયક પુરવાર થઈ છે. આ સફળતા માત્ર ભારત માટે નહીં પરતું સમગ્ર વિશ્વને દિશા બતાવનારી છે.

મોદીએ જણાવ્યું કે, 75 વર્ષોમાં દેશને અહીં સુધી લાવવા માટે જેટલાં લોકોએ પણ મહેનત કરી છે હું એ તમામ લોકોને વંદન કરુ છું. ઇતિહાસ સાક્ષી છે કે રાષ્ટ્રનું ગોરવ ત્યારે જ જળવાય છે જ્યારે આવનારી પેઢીને અતીતનાં અનુભવો અને વિરાસતનો પરિચય કરાવવામાં આવે છે.

દેશ લોકમાન્ય તિલકના 'પૂર્ણ સ્વરાજ'ને ક્યારેય નહીં ભૂલી શકે. 'આઝાદ હિંદ ફોજ'નું દિલ્હી ચલો' અને ભારત છોડો આંદોલન માટેના આહ્વાનને પણ નહીં ભૂલી શકે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

અમે આજે પણ મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, પંડિત જવાહલાલ નહેરુ, સરદાર પટેલ, બી. આર. આંબેડકર પાસેથી પણ પ્રેરણા લઈએ છીએ.

અમૃત મહોત્સવ વિશે જણાવતા મોદીએ જણાવ્યું કે 15 ઑગસ્ટ 2023 સુધી વિવિધ 75 કાર્યક્રમો કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ભારતમાં ક્યારેય પણ મીઠાની કિંમત આંકવામાં આવી નથી. આપણા દેશમાં આજે પણ મીઠું ઇમાનદારી અને વફાદારીનું પ્રતીક ગણવામાં આવે છે.

line

વિપક્ષના નેતાઓની અટકાયત?

વડા પ્રધાનના આ કાર્યક્રમની સમાંતર વિપક્ષ કૉંગ્રેસે પણ ખેડૂત સત્યાગ્રહ દાંડીયાત્રાનું આયોજન કર્યું હતું. પરતું રાજ્ય સરકારે રૅલીને મંજૂરી આપી નહોતી. કૉંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર રૅલી કાઢે તે પહેલાં ગુજરાત પોલીસે પક્ષના નેતાઓની અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરીને કહ્યું કે, 12 માર્ચના દિવસે બાપુએ અંગ્રેજોના અન્યાય સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ યાત્રા અટકાવી નહોતી પરતું ગોડસેના અનુગામી ભાજપ સરકારે કૉંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલ યાત્રાને અટકાવી અને પક્ષના નેતાઓની નજરકેદમાં રાખીને લોકશાહીને નજરકેદ કરવાનો પ્રયાસ કર્યો છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવ્યું કે ''ધારાસભ્યોના નિવાસસ્થાન પોલીસે ઘેરી લીધા છે અને ગેટ બંધ કરી દીધા છે. ધારાસભ્યોથી લઈને કાર્યકર્તાઓને પોલીસ ડિટેઈન કરી રહી છે. અમે વિગતો મેળવી રહ્યા છીએ. સરકાર દ્વારા આ માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.''

''આ ઐતિહાસિક દિવસ છે. શું આઝાદીના 75 વર્ષોની સરકાર આ રીતે ઉજવણી કરવા માગે છે? શું આપણે આવા આઝાદ ભારતની કલ્પના કરી હતી?'' એવો સવાલ પણ તેમણે કર્યો છે.

સવારે નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા જ્યાં ગુજરાતની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમનું સ્વાગત કર્યું હતું.

ઍરપૉર્ટથી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત ગાંધી આશ્રમ ગયા હતા. તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને એ પછી તેમણે હૃદયકુંજની મુલાકાત લીધી હતી.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

મોદી અભય ઘાટથી પ્રતીકાત્મક દાંડીકૂચનો પ્રારંભ કરાવશે. સમગ્ર ભારતથી પદયાત્રીઓ અભય ઘાટ પહોંચી ગયા છે. આ દાંડીયાત્રામાં 81 પદયાત્રીઓ જોડાયાં છે અને તેઓ 5 એપ્રિલે દાંડી પહોંચશે.

નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને લીધે 12 માર્ચે સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી સુભાષબ્રિજ સર્કલથી વાડજ, આશ્રમ રોડ, પાલડી, જમાલપુર બ્રિજ રોડ બંધ રહેશે અને ટ્રાફિક અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

શહેર પોલીસ કમિશનરની કચેરીએ પણ વડા પ્રધાનની મુલાકાતને લઈને શહેરમાં નો ડ્રોન ફ્લાયનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

ગાંધીઆશ્રમને સજાવવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

line

'આઝાદીનો અમૃત મહોત્સવ'

આ કાર્યક્રમને 'આઝાદીનો અમૃત મહોત્સવ' નામ આપવામાં આવ્યું છે.

'આઝાદીનો અમૃત મહોત્સવ' ભારત સરકાર દ્વારા સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમોની એક કડી છે.

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

વડા પ્રધાન આ સમયે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઉદઘાટન કરી અને સાબરમતી આશ્રમમાં સભાને સંબોધન પણ કર્યું હતું.

સ્વતંત્રતાનાં 75 વર્ષ નિમિત્તે અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'આઝાદીનો અમૃત મહોત્સવ' યોજવા પર વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "આઝાદીનાં 75 વર્ષનો સમારોહ એવો હોવો જોઈએ, જેમાં સ્વતંત્રતા સંગ્રામની ભાવના, શહીદોને શ્રદ્ધાંજલિ તથા ભારતના નિર્માણ માટે તેમના સંકલ્પોનો અનુભવ કરી શકાય."

તેમણે કહ્યું કે "આ કાર્યક્રમ વિશ્વની સામે 75 વર્ષની સિદ્ધિઓને પણ પ્રદર્શિત કરશે અને આગામી 25 વર્ષ માટે આપણા માટે સંકલ્પ કરવાની એક રૂપરેખા પણ પ્રદાન કરશે."

વડા પ્રધાને જાણકારી આપી કે 75 વર્ષના સમારોહ માટે પાંચ સ્તંભોનો નિર્ણય કરવામાં આવ્યો છે. એ છે સ્વતંત્રતા સંગ્રામ, 75 પર વિચાર, 75 પર સિદ્ધિઓ, 75 પર પગલાં અને 75 પર સંકલ્પ.

જ્યારે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

12 માર્ચ, 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી.

સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો.

દાંડીમાર્ચના સત્યાગ્રહીઓએ 12મી માર્ચની પહેલી સાંજ અમદાવાદના અસલાલીમાં ગાળી હતી.

વીડિયો કૅપ્શન, જ્યારે બીબીસી સાથે વાત કરી દાંડી સત્યાગ્રહીએ..

ત્રીજા દિવસે ગાંધીજીની સાથે બીજા બે સત્યાગ્રહીઓ પણ જોડાયા હતા. અને એ રીતે કુલ સંખ્યા ગાંધીજી સહિત 81 સત્યાગ્રહીઓ સુધી પહોંચી હતી.

નવાગામ, માતર, નડિયાદ અને આણંદના રસ્તે આ યાત્રા પાંચ એપ્રિલે નવસારી થઈને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના દાંડી સુધી પહોંચી હતી.

છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ વાગ્યે મહાત્મા ગાંધીએ દાંડીના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

દાંડીયાત્રા સાથે અમદાવાદનો દાંડીપુલ જોડાયેલો છે. સાબરમતી આશ્રમની નજીક આવેલા આ પુલ પરથી થઈને જ ગાંધીજી સત્યાગ્રહીઓ સાથે દાંડી પહોંચ્યા હતા.

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો