મિતાલી રાજ : એ ખેલાડી જેમણે ભારતીય મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો

ઇમેજ સ્રોત, ICC Twitter
ભારતનાં મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારના રોજ ઇતિહાસ રચ્યો છે. 38 વર્ષીય મિતાલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારાં ભારતનાં પહેલા તેમજ દુનિયાનાં બીજા મહિલા ખેલાડી બન્યાં છે.
મિતાલી રાજે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન ડે સિરીઝની ત્રીજી મૅચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
લખનઉમાં રમાઈ રહેલી મૅચમાં મિતાલી રાજે જ્યારે 36નો સ્કોર પ્રાપ્ત કર્યો ત્યારે તેમણે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ખેલાડી સ્મૃતિ મંધાનાએ ત્રીજી ODI પહેલાં કહ્યું હતું કે, "10 હજાર રન બનાવીને પહેલાં કે બીજા નંબરે આવવું તે ખૂબ મોટી વાત છે. મિતાલી પહેલા ભારતીય છે જેમણે આવું શક્ય બનાવ્યું છે. તેમનો આ સ્કોર દર્શાવે છે કે તેમની આખી કારકિર્દી દરમિયાન તેઓ કેટલાં એકરૂપ રહ્યાં છે. અમે તેમને જોઈને ગર્વની લાગણી અનુભવીએ છીએ."
મહત્ત્વનું છે કે ઇંગ્લૅન્ડનાં ચાર્લેટ એડવર્ડ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારાં પહેલાં મહિલા ખેલાડી હતાં જેમણે 10,273 રન બનાવ્યાં હતા.

કોણ છે મિતાલી રાજ?

ઇમેજ સ્રોત, Getty Images
3 ડિસેમ્બર 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં એક તમિલ પરિવારમાં મિતાલી રાજનો જન્મ થયો હતો. પરંતુ તેઓ હૈદરાબાદમાં મોટા થયાં છે. ડાન્સ તેમનો પ્રથમ પ્રેમ છે પરતું ક્રિકેટ ખાતર તેમણે પોતાનો પ્રથમ પ્રેમ છોડવો પડ્યો.
તેમના પિતા ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારી છે. ક્રિકેટનું પ્રારંભિક કોચિંગ મિતાલીએ હૈદરાબાદની સૅન્ટ જૉન્સ હાઇસ્કુલથી મેળવ્યું છે. મિતાલીએ 10 વર્ષની ઉંમરે જ ક્રિકેટને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું અને 17 વર્ષની ઉંમરે તેઓ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બની ગયાં હતા.
જૂન 1999માં આયર્લેન્ડ સામે રમીને મિતાલીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. પોતાનાં પ્રથમ વન-ડે મૅચમાં તેમણે 114 રન બનાવ્યા હતા. ભારતે આ મૅચ 161 રનથી જીતી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મેચમાં ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 258 રન બનાવ્યા હતા. તે મૅચમાં મિતાલી ઉપરાંત રેશ્મા ગાંધીએ 104 રન કર્યા હતા. આયર્લૅન્ડની ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી.
તેમને લોકો 'મહિલા ક્રિકેટના તેંડુલકર' તરીકે ઓળખે છે. વર્ષ 2019માં તેમનાં જીવન પર આધારિત એક ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.

કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images
2002માં મિતાલીએ ઇંગ્લૅન્ડ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ આ મૅચમાં તેઓ કોઈ પણ રન બનાવી શક્યાં નહોતાં.
તેમની કારકિર્દીમાં ઘણાં ઉતાર ચઢાવ આવ્યા છે. કેટલાક વિવાદો પણ થયાં, જેમાં ટી-20ની કૅપ્ટનશીપ છોડવી પણ સામેલ છે.
પરંતુ આ બધાની વચ્ચે તેઓ રન બનાવતાં રહ્યાં. ત્રીજી ટેસ્ટમાં જ તેમણે સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રૅકર્ડ કર્યો. ટેસ્ટ મૅચમાં તેમણે 214 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
મિતાલીએ 10000 રન કરતાં સચીન તેંડુલકરે તેમને અભિનંદન પાઠવ્યા છે
10000 રન કરવા બદલ આઈસીસીએ પણ મિતાલી રાજને અભિનંદન આપ્યા છે.

ઘણાં રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી મોટું નામ ધરાવતાં મિતાલી રાજનાં નામે ક્રિકેટના ઘણાં રેકૉર્ડ નોંધાયેલા છે. 2006માં ભારતીય ટીમે જ્યારે આંતરરાષ્ટ્રીય ટી20 રમવાની શરુઆત કરી ત્યારે તેઓ ટીમના કૅપ્ટન હતાં.
મિતાલી ભારતનાં પ્રથમ કૅપ્ટન છે, જેમણે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલની બે મૅચમાં પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં વધુ રન બનાવવાનો રેકૉર્ડ તેમનાં નામે છે.
વન-ડે મૅચમાં 50 રન અથવા તેથી વધુ રન કરવાનો રેકૉર્ડ મિતાલી રાજના નામે છે. 2017માં મિતાલી રાજ બીબીસીની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













