BBC ISWOTY : પુરુષોની સરખામણીમાં મહિલા ખેલાડીઓને ત્રીજા ભાગ કરતાં પણ ઓછું કવરેજ મળે છે: BBC સંશોધન

થમ્બનેલ

બીબીસીના એક નવા સંશોધન પ્રમાણે સ્પૉર્ટ્સ ન્યૂઝની વાત આવે ત્યારે મહિલા ખેલાડીઓને 30 ટકાથી પણ ઓછું કવરેજ અપાય છે.

2017થી 2020 દરમિયાન બે અંગ્રેજી રાષ્ટ્રીય દૈનિકોનાં 2000થી વધુ અંકની સૅમ્પલ સાઇઝ પર આ વિશ્લેષણ થયું હતું. તેમાં જાણવા મળ્યું કે અખબારોનાં ફ્રન્ટ પેજ પર મહિલાઓને લગતી સ્પૉર્ટ્સ સ્ટોરીઝનું પ્રમાણ એક ટકા કરતાં પણ ઓછું હતું.

line

મીડિયામાં મહિલા ખેલાડીઓનું સ્થાન

ગ્રાફિક્સ

2017માં આ સંશોધનની શરૂઆત થઈ ત્યારે રમતગમતને લગતા 10 સમાચારમાંથી માત્ર એક સમાચાર મહિલા ખેલાડીઓ વિશે લગતો હતા.

2020ના અંત સુધીમાં તેમાં ઘણો સુધારો થયો હતો. જોકે, સંશોધન દર્શાવે છે કે આ ગાળામાં મહિલા ખેલાડીઓને લગતા કવરેજમાં ભારે ઊતાર-ચઢાવ આવ્યો હતો.

આ ટ્રેન્ડનું કારણ કદાચ એ હોઈ શકે કે ઑલિમ્પિક્સ, કૉમનવેલ્થ ગેમ્સ, ટેનિસ ટુર્નામેન્ટ અથવા બૅડમિન્ટન લિગ જેવા રમતોત્સવની નિયમિત જાહેરાતો થતી રહી હતી.

તેના કારણે આ ગાળામાં મહિલા ખેલાડીઓ વિશે કવરેજ આપવામાં આવતું હતું. ઉદાહરણ તરીકે કોવિડ-19 આખી દુનિયામાં ફેલાયો તે અગાઉ ટોક્યોમાં આગામી ઑલિમ્પિક્સ રમાશે કે નહીં તે વિશે અટકળો થતી હતી. તેથી ઑલિમ્પિક્સ ક્વૉલિફાયર્સ અને નવા રૅકોર્ડ વિશે અહેવાલો પ્રકાશિત થતાં હતા.

2020ની શરૂઆતમાં આઇસીસી વીમેન્સ ટી-20 વર્લ્ડ કપ તેનું એક ઉદાહરણ છે જેમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી.

તેમાં ભારતીય બૅટ્સમેન શફાલી વર્માને ખાસ હાઈલાઇટ કરવામાં આવ્યા હતા જેમણે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરીને રૅકોર્ડ બનાવ્યો હતો.

આ ટુર્નામેન્ટ દરમિયાન અખબારોમાં તેમનાં વિશે ઘણા અહેવાલ છપાયા હતા. જેમ કે, 'શફાલી વર્મા કોણ છે?' અને 'શફાલી વર્મા આપણને પ્રેરિત કરે છે?'

line

કઈ રમત પર સૌથી વધુ ધ્યાન અપાય છે?

ગ્રાફિક્સ

સંશોધનમાં જાણવા મળ્યું કે અખબારોમાં મહિલા ખેલાડીઓને લગતા સમાચાર આપવાનું આવે ત્યારે ટેનિસને સૌથી વધુ કવરેજ મળતું હતું. બૅડમિન્ટન, ઍથ્લેટિક્સ, બૉક્સિંગના અહેવાલોને પણ પ્રાથમિકતા અપાઈ હતી.

પી વી સિંધુ, સાનિયા મિરઝા, સાઇના નેહવાલ અને મેરી કોમ જેવી મહિલા ખેલાડીઓને સંશોધનનાં સમયગાળા દરમિયાન અખબારોનાં ફ્રન્ટ પેજ તથા રમતગમતના પાના પર જગ્યા મળી હતી.

રસપ્રદ વાત એ છે કે મિક્સ્ડ ખેલાડીઓ કે ટીમની સરખામણીમાં સિંગલ ખેલાડીઓને વધારે કવરેજ અપાયું હતું.

લગભગ 50 ટકા જેટલાં સમાચાર સિંગલ મહિલા ખેલાડીઓ વિશે હતા જ્યારે 21 ટકા અહેવાલ પુરુષ અને મહિલા ખેલાડીઓ બંને માટે કવર કરાયાં હતાં.

line

કવરેજની ગુણવત્તા

ગ્રાફિક્સ

અખબારોનાં સ્પૉર્ટ્સ પેજ પર પુરુષ ખેલાડીઓ છવાયેલા રહે છે. તેમના મોટી સાઇઝના, ઍક્શન-પૅક્ડ ફોટા છપાય છે.

પરંતુ મહિલા ખેલાડીઓની સિદ્ધિ વિશે બહુ વિગતવાર અહેવાલ અપાતા નથી. સંશોધનમાં જાણવા મળ્યું કે મહિલા ખેલાડીઓને લગતાં અહેવાલોમાં નાની તસવીરોનો ઉપયોગ કરાતો હતો અથવા બિલકુલ તસવીર છપાઈ ન હતી.

મેરી કોમ, પી વી સિંધુ અને સાઈના નેહવાલને લગતા અહેવાલોમાં તેમની તસવીરો છપાઈ હતી. મહિલા ખેલાડીઓને લગતા 40 ટકા અહેવાલોમાં સમાચારની સાથે તસવીરો છપાઈ ન હતી.

ગ્રાફિક્સ

મહિલા ખેલાડીઓ વિશે કેવા અહેવાલ છપાય છે તે સમજવા માટે સંશોધકોએ આ સમાચારોને જુદી જુદી કેટેગરીમાં વહેંચ્યા હતા.

જેમ કે, ન્યૂઝ, ફોટો-ફીચર, સ્પેશિયલ ફીચર અને મહિલા ખેલાડીઓ દ્વારા લખવામાં આવેલા લેખ.

મોટા ભાગના કિસ્સામાં ચોક્કસ રમત કે મૅચના અહેવાલની આસપાસ લેખન કરવામાં આવ્યું હતું.

તેમાં ખેલાડીઓની પ્રોફાઈલ અથવા તેમની હાઇલાઇટ્સને ભાગ્યે જ સ્થાન અપાયું હતું.

ઉદાહરણ તરીકે ત્રણ વર્ષમાં ફક્ત 9 અહેવાલો એવાં હતા જેમાં મહિલા ખેલાડીઓને લગતા ફોટો ફીચર પ્રકાશિત થયાં હતા. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ બંને સામેલ હતા.

line

હરિયાણા સૌથી આગળ

ભારતનો નક્શો

આ સંશોધનમાં મહિલા ખેલાડીઓને લગતા વિશેષ અહેવાલો અને તે કયા રાજ્યને લગતા છે તે પણ જોવામાં આવ્યું હતું. તે મુજબ હરિયાણા સૌથી આગળ હતું અને તેનો ઉલ્લેખ 60 વખત થયો હતો.

ત્યાર બાદ આંધ્ર પ્રદેશનો ઉલ્લેખ 28 વખત અને મણિપુરનો 20 વખત ઉલ્લેખ થયો હતો. મોટા ભાગના લેખમાં માત્ર ઓછાં જાણીતા મહિલા ખેલાડીઓની સાથે તેમના રાજ્યનું નામ અપાયું હતું. તે સ્વભાવિક છે કારણ કે મોટા ભાગના વાચકો રાષ્ટ્રીય ખેલાડીઓને ઓળખે છે તથા તેઓ કયા રાજ્યના છે તે જાણે છે.

હરિયાણાની જાણીતામહિલા ખેલાડીઓ માટેનાં અખબારી અહેવાલોમાં 'જજ્જરની છોકરી', 'હરિયાણાની બૉક્સર', 'ભીવાનીની છોકરી' જેવા કી વર્ડનો ઉપયોગ થયો હતો.

સંશોધનમાં એ પણ જોવા મળ્યું કે અન્ય રાજ્યોની મહિલા ખેલાડીઓનો ઉલ્લેખ પણ 'આસામની છોકરી', 'દિલ્હીની છોકરી' અને 'મહારાષ્ટ્રની છોકરી' તરીકે કરવામાં આવ્યો હતો.

line

નારીવાચક વિશેષણો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અખબારોમાં મહિલા ખેલાડીઓ માટે અપાતી હેડલાઇનના અભ્યાસમાં જાણવા મળ્યું કે ઍથ્લીટ્સ અને ખેલાડીઓને વર્ણવવા માટે ચોક્કસ વિશેષણોનો ઉપયોગ થતો હતો.

ઉદાહરણ તરીકે મેરી કોમને લગતાં અહેવાલોમાં 'મેગ્નિફિશન્ટ મેરી', 'આયર્ન લેડી' અને 'એજલેસ મેરી' વિશેષણ ઉપયોગમાં લેવાયાં હતાં. 'ક્વિન' શબ્દનો પણ વારંવાર ઉપયોગ કરાયો હતો.

'ગ્લેમરસ હૈદરાબાદી' 'સ્વીટ કેરોલિન', 'ક્વિન સોફિયા', 'કૅનેડાઝ ક્વિન', 'જાપાન્સ સ્વિમ ક્વિન', 'બૅડમિન્ટન ક્વિન્સ', 'સ્કવૉશ ક્વિન', 'ટિનેજ શૂટિંગ સેન્સેશન', 'સાઇમન ડાર્લિંગ ઑફ પેરિસ', 'શૂટિંગ સેન્સેશન', 'કમબેક ક્વિન્સ', 'ટ્રેક ક્વિન' જેવા વિશેષણોનો છૂટથી ઉપયોગ કરાયો હતો.

એવા બહુ ઓછાં અહેવાલ હતા જેની હેડલાઇનમાં તથા લખાણમાં મહિલા ખેલાડીઓ માટે 'ફાઇટર', 'રેઝર શાર્પ', 'આયર્ન લેડી', 'ફેન્સર' અને 'ચૅમ્પિયન' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

line

સંશોધનની પદ્ધતિ અને મર્યાદા

આ રિસર્ચ પ્રોજેક્ટમાં ભારતના બે સૌથી મોટા/સૌથી વધુ ફેલાવો ધરાવતા અંગ્રેજી દૈનિકો ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા અહેવાલોને ધ્યાનમાં લેવાયા હતા. સંશોધન માટેનો સમયગાળો ડિસેમ્બર 2017થી ઑક્ટોબર 2020 સુધીનો, એટલે કે કુલ ત્રણ વર્ષનો હતો. આ અખબારોની ડિઝિટલ આર્કાઇવ્ઝની ઉપલબ્ધતાના આધારે આ સમયગાળો પસંદ કરાયો હતો.

વિશ્લેષણ માટે દિલ્હી આવૃત્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સૅમ્પલના ભાગ રૂપે અખબારોના ફ્રન્ટ પેજ અને સ્પૉર્ટ્સ પેજ પસંદ કરાયા હતા. પરંતુ બીજા પાના પર પણ આવા જ અહેવાલ છપાયા હોય તો તેને પણ ધ્યાનમાં લેવાયા હતા. જોકે, બીજા પાનાઓ પર ખાસ ધ્યાન અપાયું ન હતું.

સૅમ્પલિંગ માટે સ્પૉર્ટ્સ પેજ પર પ્રકાશિત તમામ અહેવાલો અને તસવીરોની ગણતરી કરવામાં આવી હતી. ફ્રન્ટ પેજ પર તસવીરની સાથે છપાયેલી સ્પૉર્ટ્સ સ્ટોરીઝ એ કુલ સ્પૉર્ટ્સ સ્ટોરીઝ અને કુલ તસવીરોનો ભાગ હતી.

મહિલા ખેલાડીઓને ચમકાવતા અહેવાલોને અલગથી ગણવામાં આવ્યા હતા. તેમાં જુદા જુદા વેરિયેબલનો ઉપયોગ કરાયો હતો, જેમ કે રમતગમતનો પ્રકાર, ખેલાડીઓની સંખ્યા, સમાચાર કેટલા કોલમમાં છે, તસવીરોની સંખ્યા, તસવીરોની સાઇઝ, તસવીરોનો પ્રકાર, ખેલાડીઓની રાષ્ટ્રીયતા, ખેલાડીઓનું રાજ્ય, ખેલાડીઓને અપાયેલા વિશેષણ, અહેવાલનો પ્રકાર, જેમ કે ન્યૂઝ, ઇન્ટરવ્યૂ, ફીચર, વગેરે. ઇન્ટરકોડર રિલાયેબિલિડી ટેસ્ટના તબક્કે આ વેરિયેબલ નક્કી કરાયા હતા.

બે કોડર્સે તમામ સ્ટોરીઝને કોડ કરી હતી. શરૂઆતમાં 15 દિવસના અખબારોને બંને કોડર દ્વારા કોડ કરાયા હતા જેથી ડેટા કલેક્શનમાં સામ્યતા એકસૂત્રતા આવે. બંને કોડર્સે ઇન્ટરકોડિંગ દરમિયાન પેદા થયેલા મુદ્દા પર ચર્ચા કરી હતી અને એક સામાન્ય સહમતી સ્થાપિત કરાઈ હતી.

એક સમાનતા જાળવીને બંને કોડરે એકસરખી રીતે ડેટાને કોડ કર્યો હતો. આંકડાકીય રીતે ડેટાના કોડિંગ માટે એક કોડ શીટ તૈયાર કરાઈ હતી જેથી જુદા જુદા વેરિયેબલને તેમાં આવરી શકાય. પસંદ કરાયેલા વેરિયેબલ્સને સંશોધકો દ્વારા સક્રિય કરાયા હતા જેથી વધુ સારી સમજણ વિકસાવી શકાય.

સ્પોર્ટ્સ સ્ટોરીઝની વ્યાખ્યામાં એવા તમામ અહેવાલ સામેલ કરાયા હતા જેમાં સ્પોર્ટ્સ ઇવન્ટને લગતા સમાચાર, ખેલાડીઓ વિશે માહિતી અને પ્લેસલાઇન/બાયલાઇન સાથે ખેલાડીઓના ઇન્ટરવ્યૂ હોય (માત્ર મહિલાઓને લગતા અહેવાલો માટે).

કુલ 3563 અહેવાલોનો જથ્થો એકત્ર કરાયો હતો. ડિસેમ્બર 2017થી ઓક્ટોબર 2020 સુધીની દિલ્હી આવૃત્તિના આધારે આ અહેવાલો એકત્ર કરાયા હતા. ડેટા એકત્ર કરવા માટે અખબારોના ઇ-વર્ઝનનો ઉપયોગ કરાયો હતો તેથી માપના એકમ તરીકે કોલમની સંખ્યાને ધ્યાનમાં રખાઈ હતી જે મહિલા ખેલાડીઓને લગતા ન્યૂઝ કવરેજને કેટલી જગ્યા અપાઈ તેનો અંદાજ પૂરો પાડે છે.

આ સંશોધનની મર્યાદા એ છે કે તેમાં પસંદ કરાયેલો સમયગાળો ત્રણ વર્ષનો હતો અને માપના એકમ તરીકે પ્રિન્ટ વર્ઝનની જગ્યાએ ડિજિટલ પેપરમાં 'કોલમની સાઇઝ' ધ્યાનમાં લેવાઈ હતી. તે ન્યૂઝ આઇટમ માટે અપાયેલી જગ્યાનું અંદાજિત મૂલ્ય દર્શાવે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો