BBC Indian Sportswoman of the Year : તમારા મનપસંદ ખેલાડીને વોટ આપો

મહિલા ખેલાડી
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

બીબીસી આ વર્ષે 'બીબીસી સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર' ઍવૉર્ડની બીજી આવૃત્તિની લઈને આવ્યું છે અને નૉમિનીસને પણ જાહેર કરી રહ્યું છે.

દિલ્હીમાં યોજાયેલા વેબિનાર દરમિયાન બીબીસીની ભારતીય ભાષાઓનાં મુખ્ય સંપાદક રૂપા ઝાએ પાંચ દાવેદારોની ટૂંકી યાદીની જાહેરાત કરી હતી.

તમને ગમતા ખેલાડીને ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર બનાવવા માટે બીબીસીની કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઇટ પર લોગીન કરીને તમે તમારો મત આપી શકો છો.

લોકોએ 24 ફેબ્રુઆરી, 2021ના સાડા અગિયાર વાગ્યા પહેલાં મત આપવાનો રહેશે અને વિજેતાની જાહેરાત 8 માર્ચ, 2021ને રવિવારે દિલ્હીમાં વર્ચ્યૂઅલ સૅરિમની દ્વારા કરવામાં આવશે. તમામ નિયમો, શરતો અને ગોપનીયતાની સૂચના વેબસાઇટ પર છે.

વેબિનારમાં પી.ટી.ઊષા શું બોલ્યાં?

પરિણામની જાહેરાત બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ અને બીબીસી સ્પોર્ટ્સની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

જે સ્પૉર્ટ્સ વુમનને સૌથી વધારે મત મળશે તેમને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સ વુમન ઑફ ધ યર તરીકે જાહેર કરવામાં આવશે.

2021ના મહિલા દિવસે યોજાનારા કાર્યક્રમ દરમિયાન એક આઇકૉનિક સ્પૉર્ટ્સ વુમનને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી પણ નવાજવામાં આવશે.

બીબીસી વર્ચુઅલ ઇવેન્ટ દરમિયાન ભારતના ઉભરતા ખેલાડીનું સન્માન કરશે.

ભારતના કેટલાક જાણીતા સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ, નિષ્ણાતો અને લેખકોની જ્યુરીએ પાંચ ખેલાડીઓને નૉમિનેટ કર્યા છે. જે સ્પૉર્ટ્સ વુમનને સૌથી વધારે જ્યૂરી નૉમિનેટ કરવામાં આવ્યા છે તેમને પબ્લિક વોટ માટે નૉમિનેટ કરાયા છે.

જાણો કોણ છે એ લોકો:

line

1.મનુ ભાકર

મનુ ભાકર

ઉંમર : 18 વર્ષ*, સ્પૉર્ટ્સ : ઍરગન શૂટિંગ

માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પૉર્ટ્સ ફેડરેશનના વર્લ્ડ કપ 2018ની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં મનુ ભાકરે ગૉલ્ડ મેડલ જીત્યો હતો.

આ મેડલ જીતનારા તેઓ સૌથી યુવાન ભારતીય હતાં. મનુ ભાકરે 2018માં યોજાયેલા યુથ ઑલિમ્પિક્સ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આજ વર્ષે તેમણે કૉમનવેલ્થ ગેમ્સની વુમન 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં 240.9 પોઇન્ટનો રેકર્ડ સ્કોર બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2019માં પણ તેમણે વર્લ્ડ કપ ફાઇનલની વુમન 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(તેઓ 18 ફેબ્રુઆરી, 2021એ 19 વર્ષના થયા છે. )

line

2. દુતી ચંદ

દુતી ચંદ

ઉંમર : 25*, સ્પૉર્ટ્સ : ઍથલેટિક્સ

દુતી ચંદ હાલ વુમન 100 મીટર ઇવેન્ટમાં ભારતના નેશનલ ચૅમ્પિયન છે. તેમણે નેપ્લસ ખાતે 2019માં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિઍડની 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તેમને 2020માં અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. 2016ની રિયો ઑલિમ્પિક્સમાં દુતી કોઈ પણ ઑલિમ્પિકની 100 મીટર દોડ સ્પર્ધામાં ભાગ લેનારાં ત્રીજા ભારતીય મહિલા બન્યાં હતાં.

2018માં જકાર્તા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં તેમણે વુમન 100 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓએ 1998 પછી ભારત માટે સૌથી પહેલો મેડલ જીત્યો હતો. દુતીના શરીરમાં પુરુષ હૉર્મોન્સનું પ્રમાણ વધુ જોવા મળતા મહિલા ખેલાડી તરીકે રમતોત્સવમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

દુતીએ 2015માં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પૉર્ટ (કેસ)માં અપીલ કરી. તેનું પરિણામ દુતીની તરફેણમાં આવ્યું હતું અને તેઓ કેસ જીતી ગયાં હતાં.

2015માં તેમના પરથી પ્રતિબંધ હઠી ગયો. દુતી ચંદ એ ભારતના પ્રથમ રમતવીર છે જેમણે જાહેરમાં પોતે ગે હોવાનો સ્વીકાર કર્યો છે. તે ખૂબ જ ગરીબ પૃષ્ઠભૂમિમાંથી ઉભરીને આવ્યાં છે.

(તેઓ 3 ફેબ્રુઆરી, 2021ના રોજ 25 વર્ષના થયાં, નૉમિનેશન જાહેર થયા તેના અઠવાડિયા પહેલાં.)

line

3. કોનેરુ હમ્પી

કોનેરુ હમ્પી

ઉંમર : 33, સ્પૉર્ટ્સ : ચેસ

વુમન વર્લ્ડ રેપિડ ચેસ ચૅમ્પિયન, 2019

કોનેરુ હમ્પી ચેસની રમતમાં અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક છે. દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જન્મેલા કોનેરુને તેમના પિતાએ નાની ઉંમરમાં ચેસની રમત શીખવી હતી. 2002માં તેમણે 15 વર્ષથી પણ ઓછી વયે સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બનીને નામના મેળવી હતી.

આ રેકર્ડને ચીનની હૌઉ યિફાને 2008માં તોડ્યો હતો. કોનેરુ બે વર્ષની પ્રસૂતિની રજાઓ બાદ ગેમમાં પરત ફર્યા હતા અને 2019માં વુમન રેપિડ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું.

જે હાલ સુધી યથાવત છે. પુનરાગમન પછી તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો છે અને તેમણે 2020માં કૈર્નસ કપમાં જીત મેળવી. ભારતનો સર્વોચ્ચ સ્પૉર્ટ્સ પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ 2003 તેમને મળ્યો હતો પછી તેમને ભારતનું ચોથું સૌથી ઉચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રી 2007માં આપવામાં આવ્યું હતુ.

line

4. વિનેશ ફોગટ

વિનેશ ફોગટ

ઉંમર : 26, સ્પૉર્ટ્સ : ફ્રીસ્ટાઇલ રેસલિંગ

બ્રોન્ઝ, વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપ

આંતરરાષ્ટ્રીય મહિલા કુસ્તીબાજોના પરિવારમાંથી આવતાં વિનેશ ફોગટ 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારાં પહેલા ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં.

ફોગટના નામે કૉમનવેલ્થ ગૅમ્સના બે ગોલ્ડ મેડલ છે. તેઓ પહેલા મહિલા કુસ્તીબાજ છે જેમણે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.

તેમણે સપ્ટેમ્બર 2019માં પહેલી વખત બ્રોન્ઝ મેડલ મેળવીને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પોતાનો પહેલો મેડલ જીત્યો. જાન્યુઆરી 2020માં વિનેશ ફોગટે રોમ રૅન્કિંગ સીરિઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ગત વર્ષે કોરોના વાઇરસને હરાવ્યો હતો.

line

5. રાની

રાની રામપાલ

ઉંમર : 26, સ્પૉર્ટ્સ : હોકી

કૅપ્ટન, ભારતીય મહિલા હોકી ટીમ

રાની 'વર્લ્ડ ગેમ્સ ઍથ્લીટ ઑફ ધ યર' ઍવૉર્ડ જીતનારાં પહેલા હોકી પ્લેયર છે. તેમણે આ ઍવૉર્ડ 2020માં જીત્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે ટોકિયો ઑલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું તેમાં રાનીએ નવેમ્બર 2019માં અમેરિકાની સામે કરેલા ગોલને ગણવામાં આવે છે.

તેઓ 2016માં રીયો ઑલિમ્પિકની ભારતીય ટીમનો ભાગ હતાં. 2010માં રાની વર્લ્ડ કપમાં રમનારાં સૌથી યુવાન ભારતીય ખેલાડી બન્યાં હતાં અને તેમણે 2010ના વર્લ્ડ કપમાં 'યંગ પ્લેયર ઑફ ધ ટુર્નામૅન્ટ'નો ઍવોર્ડ જીત્યો હતો.

ભારતીય ટીમે 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે 2018ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું હતું અને કૉમનવેલ્થ ગેમ્સમાં ચોથા ક્રમે એ જ વર્ષે રહ્યું હતું. ઉત્તર ભારતના હરિયાણાના હાથલારી ચલાવતા પરિવારમાંથી રાની આવે છે. 2020માં તેમને પદ્મશ્રી ઍવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો