You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલો 'મૈત્રી પુલ' બંને દેશો માટે મહત્ત્વનો કેમ છે?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
'પૂર્વોત્તર ભારતની બારી'ની ઓળખ કરનાર ત્રિપુરાના તત્કાલીન મુખ્ય મંત્રી માણિક સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે ફેની નદી પર બાંગ્લાદેશ-ભારતને જોડતો પુલ બનાવવામાં આવે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી. ફેની નદી પર આ પુલ તૈયાર થઈ પણ ગયો અને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યું હતું. હાલ વડા પ્રધાન બાંગ્લાદેશની મુલાકાતે છે.
ફેની નદી એ સાત નદીઓમાંથી એક છે જેના પાણીની વહેંચણીને લઈને ભારત અને બાંગ્લાદેશની વચ્ચે અનેક તબક્કાની વાતચીત ચાલતી રહી છે. આ નદીનું બાંગ્લાદેશ અને ભારત માટે સરખું મહત્ત્વ છે.
જોકે બાંગ્લાદેશ પોતાની આઝાદીની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને આ તબક્કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજરી આપી રહ્યા છે.
આ મુસાફરી પહેલાં ત્રિપુરાના દક્ષિણ છેડે સબરૂમ અને બાંગ્લાદેશના રામગઢને જોડાનારા 1.9 કિલોમિટર લાંબા પુલનું ઉદ્ઘાટન બંને દેશોની વચ્ચેના રાજદ્વારી અને વ્યૂહાત્મક સંબંધો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
ભારત-બાંગ્લાદેશ સંબંધ
વિદેશ અને ખાસ કરીને ભારત-બાંગ્લાદેશના સંબંધ પર નજર રાખનારા જાણકારો કહે છે કે આ કારણે આ પુલનું નામ મૈત્રી પુલ રાખવામાં આવ્યું છે.
જાણકારોનું કહેવું છે કે પુલ જ્યાંથી શરૂ થાય છે તે પછી ત્રિપુરાના સબરૂમથી ચિટ્ટગોંગ બંદરનું અંતર માત્ર 80 કિલોમિટર જ રહી જશે, જેનાથી વેપાર અને લોકોની અવરજવરમાં ઘણી સુવિધા રહેશે.
પુલની સાથે-સાથે વડા પ્રધાને સબરૂમમાં જ ઇન્ટ્રિગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદ્ઘાટન પણ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પુલના ઉદ્ઘાટન પછી ત્રિપુરાને એટલા માટે પણ પૂર્વોત્તર ભારતની બારીની ઓળખ મળી રહી છે, કારણ કે આ રસ્તા દ્વારા પૂર્વોત્તર ભારતના ખેડૂત અને વેપારી પોતાનો સામાન બાંગ્લાદેશમાં સરળતાથી લઈ જઈ શકે છે અને ત્યાંથી સામાન પોતાના દેશમાં લાવી શકે છે.
જોકે હાલ તો કાગળ, રેડિમેડ કપડાં, દોરાં, મીઠું અને માછલી જેવી વસ્તુઓની આયાત કરે છે જ્યારે બાંગ્લાદેશ રોજબરોજ ઉપયોગમાં લેવાની અનેક મહત્ત્વપૂર્ણ વસ્તુઓ માટે ભારત પર આધાર રાખે છે.
આમાં ખાસ કરીને ડુંગળી, સૂતર, કપાસ, સ્પંજ આયર્ન અને મશીનોના નાના ભાગો સામેલ છે.
દક્ષિણ એશિયામાં ભારતનો વેપાર
ગત વર્ષની જો વાત કરવામાં આવે તો કોરોના વાઇરસના કારણે બંને દેશોની વચ્ચે થનારા વેપાર પર અસર પડી હતી. પરંતુ ધીમેધીમે સુધારો જોવા મળ્યો છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારત સરકારના વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ માટે 'વર્ષ 2021 ઐતિહાસિક' રહેશે.
વિદેશી બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર મનોજ જોશીએ ભારત બાંગ્લાદેશના સંબંધો પર બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "દક્ષિણ એશિયામાં ભારતના વેપારમાં સૌથી મોટી ભાગીદારી બાંગ્લાદેશની છે."
બાગ્લાદેશને આઝાદ કરાવવામાં ભારતે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી, પરંતુ બંને દેશોની વચ્ચે વ્યાપારિક સંબંધો સ્થાપવામાં અનેક અડચણો આવી.
1999માં ત્રિપુરાના અગરતલા અને પશ્ચિમ બંગાળના કોલકાતાથી બાંગ્લાદેશના પાટનગર ઢાકા માટે બસની સેવા શરૂ થઈ.
પછી 43 વર્ષથી ઠપ પડેલી કલકત્તા અને ઢાકાની વચ્ચેની રેલવે સેવાની પણ શરૂઆત થઈ. પરંતુ શરૂઆત થતા થતા વર્ષ 2008 આવી ગયું હતું.
વરિષ્ઠ પત્રકાર સુધા રામચંદ્રન અનુસાર કોલકાતા અને ઢાકાની વચ્ચે શરૂ થયેલી રેલવે સેવાઓ પછી બંને દેશોની વચ્ચે અનેક અન્ય રસ્તાઓ પર રેલવે સેવા શરૂ કરવામાં આવી.
હાલમાં જ હલ્દીબાડી અને ચિલાહાટીની વચ્ચે રેલવે સેવા શરૂ થવાથી બંને દેશના વડા પ્રધાન સાથે મળીને કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મૈત્રી પુલના ઉદ્ઘાટન પછી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાને કહ્યું હતું કે આ વિસ્તારમાં સંપર્ક સાધનોને મજબૂત બનાવવાનો ભારતના સંકલ્પનું સમર્થન કરે છે.
વડાં પ્રધાન હસીનાએ કહ્યું કે સંપર્કસૂત્રોને મજબૂત કરવાની દિશામાં મૈત્રી પુલનું ઉદ્ઘાટન એક ઐતિહાસિક ક્ષણ છે.
હસીનાએ કહ્યું કે તમામ સંભાવનાઓ છતાં વેપારના અનેક રસ્તાઓ પર કામ પૂર્ણ નહોતાં થયાં. તેમણે એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદોને વેપાર માટે પ્રતિબંધના રૂપમાં ન જોવા જોઈએ.
ત્રિપુરાના તત્કાલીન મુખ્ય મંત્રી મણિક સરકારે વર્ષ 2010માં જ ફેની પુલના નિર્માણનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારની સામે મૂક્યો હતો.
કુલ 133 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા આ પુલનું કામ વર્ષ 2017માં જ શરૂ કરવામાં આવ્યું, જેને નૅશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડને આપવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે ત્રિપુરાના પાટનગર અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી બંદર ચિટ્ટાગોંગ ઇન્ટરનૅશનલ સીપોર્ટના અંતરને ઓછું કરે છે.
લંડનસ્થિત કિંગ્સ કૉલેજના પ્રોફેસર હર્ષ વી પંતના અનુસાર બાંગ્લાદેશની આર્થિક પ્રોફાઇલ ગત કેટલાંક વર્ષોમાં સારી થઈ છે અને તેમણે પોતાની સપ્લાઇની ચેઇનને પણ ઘણી મજબૂત કરી છે.
હર્ષ પંતનું કહેવું હતું કે બંને દેશ હવે વેપારને વધારે વ્યાપક બનાવવા માટે જલદી જ જળમાર્ગની સ્થાપના કરવાના છે, જેવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના નિવેદનમાં કહ્યું છે.
તેમનું કહેવું છે કે બંને દેશોની વચ્ચે સંપર્ક એક મોટો મુદ્દો રહ્યો છે અને પોતાના સમુદ્ર કિનારાનો તે ઉપયોગ બંને દેશ વેપારને વધારવા માટે યોગ્ય રીતે ન કરી શક્યા જેટલો કરવો જોઈતો હતો.
જોકે વરિષ્ઠ પત્રકાર સુધા રામચંદ્રનનું માનવું છે કે "ભારતને બાંગ્લાદેશની સાથે રસ્તા અને રેલસંપર્ક યોગ્ય રીતે બનાવ્યા સિવાય એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે ભારત માટે બાંગ્લાદેશના લોકોમાં સન્માન છે, તેને કેટલાક નેતાઓ દ્વારા સમયાંતરે બાંગ્લાદેશને લઈને અપાતા નિવેદન અસર ન કરી શકે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો